સામે ઊભા ખંભા જેવા
સામે ઊભા ખંભા જેવા;
ઈશ્વર છે પણ શંકા જેવા.
પરસેવા જેવાં છે દુ:ખો,
સુખ ખખડેલા પંખા જેવાં!
દેશ પરાધીન છું હું; સપનાં,
ખરી પડેલા ઝંડા જેવા.
રોજ વિચારો આવે મનમાં,
કોઈ કાળના પંજા જેવા.
ઇચ્છાઓ છે પૂંછ સળગતી,
માણસ બળતી લંકા જેવા.
હું દફતરની પેન્સિલ જેવો,
મિત્રો સઘળા સંચા જેવા.
– અનિલ ચાવડા
Leave a Reply