પપ્પાની પીઠ પર
ઘોડો ઘોડો રમતી
નાની કુમળી બાળકી
સગીર થઈ,
યુવાન થઈ,
મીઠા મધુરા
કાને અથડાતા
એનાં લગ્નનાં
લગ્નગીતોની ગુંજ
ધીમે ધીમે હજુ
માંડ શાંત થઈ ત્યાં
ધ…ડા…મ…
એક પથ્થર
છાતીમાં વાગ્યો
અને
બેઠેલા પિતા
સફાળા જાગ્યા;
હાથમાં લીધેલી
પરણિત દીકરીની તસ્વીર પર
આંસુઓએ પસ્તાવાનો
અભિષેક કર્યો
બરાબર ત્યાં
જ્યાં
નામ આગળ
વિશેષણ લાગ્યું હતું;
“સ્વ.”…!
– ભાવિન દેસાઈ ‘અકલ્પિત’
Leave a Reply