સપનાઓ પર ની આ સવારી સૌને ખટકે છે
ખુલ્લેઆમ છલકતી ખુમારી સૌને ખટકે છે
ડાઘ એક ના શોધી શક્યાં મિત્રો-દુશ્મનો એટલે
ઝળહળતી આ ઈમાનદારી સૌને ખટકે છે
થાક્યો છે છપ્પન ભોગ રામ ની રાહ જોઇને
એંઠા બોર લઈને બેઠેલી શબરી સૌને ખટકે છે
ધૃતસભાએ મહારથીઓને ય એકલી હરાવતી
લાજ દ્રૌપદી ની આવી જબરી સૌને ખટકે છે
સિકંદર, કંસ, રાવણ ગયાં છે બધાં ખાલી હાથે
કદીય ના ખૂટતી નરસિંહની હૂંડી સૌને ખટકે છે
સત્ય પ્રેમ કરુણા એ તો છે દિગ્વિજયનાં મંત્રો
સામ દામ દંડ ભેદ હરાવતી ત્રિપુટી સૌને ખટકે છે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply