આઈના ફૂટી ગયા છે ને અસર બદનામ છે,
છાંયડા ઘનઘોર છે પણ આ શજર બદનામ છે.
ફૂલ જેવા મ્હેકતા આ ઈશ્કના રસ્તા નથી,
બદ ઇરાદા,બેવફાઇથી ડગર બદનામ છે.
હું કદમ મૂકીશ તો આ શ્હેરની ઈઝઝત થશે,
સ્વાર્થી રોનકની ખુશ્બોથી નગર બદનામ છે.
કૈ’ક મસલતથી અવાજોને કોઈ દાબી ગયું,
સત્યની આ જાત આજે રીતસર બદનામ છે,
છે વષંતો શહેરમાં ને બેવકૂફોના મુખે,
પાનખર આવી નથી ત્યાં પાનખર બદનામ છે.
સો મુખે સો વાત નીકળે છે હવે આ ઓટલે,
એક રાણી એક રાજાના વગર બદનામ છે.
એ અડગ સચ્ચાઈને પડખે રહે છે એટલે,
ભાવ ફળીયાનુ નથી ‘ સિદ્દીક ‘જે ઘર બદનામ છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply