એકાંતમાં એકલતા છે સાચો સાથી
આનાથી કઈ મોટી વાત માનું માઠી.
સાચવ્યા તે સ્મરણો દુઝતો ઘા રાખી
આથીજ આવતી સુગંધ ડાયરીમાંથી.
અજવાળું આંખોની ભીનાશથી ડરતું
લગાવ્યો ગળે તે અંધકારને આથી.
શું રોકાઈ જવું હતું શ્વાસોને પલભર?
શાને હૈયાની બધીજ બારીઓ વાસી.
યાદમાં મરાશે કઈ જાત છોડાશે નહિ,
ભલે લાગતી વાત નીરસ, છે સાચી.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply