એક યુદ્ધ આપણે ય લડી લઈએ
પછી બનશું કૉલમ્બસ, જાતને મળી જઈએ
વેર, ઈગો, નિરાશા, પીડાને પડકારીએ
મોહનાં ઝાડેથી ચાલ, ખડી જઇએે
ખુદને-પોતાનાંને ‘આઈ લવ યુ’ કહીએ
સૌનાં હૈયે ખામ્ભલી ખોડી દઈએ
ગોતવામાં ડોલર, રૂપીયાં ને પાઉન્ડ
ખોવાયો આત્માનો સાઉન્ડ
દુનિયાને રાખવાને રાજી
પડ્યા કેટલા આપ ને ને આપણાંને વાઉન્ડ
પ્રિયતમ ને પ્રભુ બહુ દૂર નહિ પહોંચ્યા હોય
પાછા વળિયે, દોડીને પકડી લઈએ
જો ન જ ફાવે એના પગરવે ચાલવું
કંડારીએ કેડી નવી, માર્ગ બદલી લઈએ
લીટી ભૂંસવી નહિ કોઇની, જાત મોટી કરવી
ના જ થાય તોય શું?, બોર્ડ બદલી લઈએ
બહું ઉડશું તો ય છેલ્લે તો ફૂટવાનું
કાળે ય કૂટે માથ, જાતનો ફુગ્ગો સ્વહસ્તે ફોડી દઈએ
જતાં ને જાવાં દઈએ, જતું કરીયે
નમતાં ને વંદન, ગમતાં ને રમતું કરીયે
પરપીડા ને પારકી પંચાત એ વાત ખોટી
કેવટ હોવું એ ઘટના જ ખુબ મોટી
મધદરિયે તારવાંની કેવી મજા
સૌમાં રામ નિહાળી, હોડી દઈએ
આવશે, આવવું જ પડશે શબરી કને
બોર ચાખીએ માત્ર, અડધાં તો છોડી દઈએ
છે એનું ને એને જ મુબારક
ભરત ધર્મ નીભાવીએ, સિંહાસને ચાખડી દઈએ
માંગવાનું શું વળી એની પાસે
કરીને કર્મ દિલથી, એના પર છોડી દઈએ
એક યુદ્ધ આપણે ય લડી લઈએ
~ મિત્તલ ખેતાણી
Leave a Reply