એક એ સવાર હતી
બંધ આંખોને ખોલવા
બહાર સ્કૂટરની ટેંટે હતી
પંખીઓ ની ચ્હેંચે હતી
શાક દુધની લે વેચ
આલાપતી બુમો હતી.
ત્યાં આંખ કરતાં કાન
પહેલાં જાગી જતા,
આજે
આંખ ક્યારનીય જાગી છે
પરંતુ કાન હજુય,
નિશબ્દતાની સોડ તાણી ઘોરે છે
હું,
રાહ જોઉં છુ,
કોઈ સળવળાટની,
એક બુમની કે છેવટે
કર્કશ લાગતાં પેલા હોર્નની….
( દેશમાંથી પાછા આવ્યાની પ્રથમ અનુભૂતિ )
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply