આજ આટલું લખ્યું છે, મને ના ગમવાનું ગમ્યું છે
લોક’ની ખોટી હા ઉપર, મેં ના નું ફૂમતું મુક્યું છે
દુકાળે મન સોરાયું, ભારે વરસાદે સઘળું ડૂબ્યું છે
ફૂલો સાથે કાંટા હોય, એ જાણ્યાં પછીજ ચુભ્યું છે
સાચ જુઠની ગાંઠને ઉકલતા કેટલુંય બધું તૂટ્યું છે
ઉતર્યો છે મનનો ભાર, જાણી, મન જરાક દુખ્યું છે
વિચારો ક્યાંક વેચ્યા, ના આઘું આત્માનું ઠેલ્યું છે
હોય રૂપાળું સહુને ગમે, ગમતું કોઈએ ક્યા વેચ્યું છે
ક્યા કશું અમર છે, તન છોડી મન પણ છટક્યું છે
વાત વાતમાં આજ કાલનું એ જુઠું બંધન છુટ્યું છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply