એજ મૂરત ખતા નથી કરતી,
બાળથી બેવફા નથી કરતી.
હોઠ ગુસ્સો કરે, છતાં ક્યારે,
માં,કદી બદદુઆ નથી કરતી.
ખુદ મરી જાય પણ ન મરવા દે,
મોજ આપે, મજા નથી કરતી.
ચાંદ,સૂરજ ભલે ગણે ઈશ્વર,
પુત્ર મોટા સદા નથી કરતી.
પુત્ર જ્યારે પરત ન આવે ઘર,
ઊંઘ સાથે વફા નથી કરતી.
સ્વર્ગની એ જ કૂંચી છે ‘સિદ્દીક’,
એવી કઇ’ માં’ દયા નથી કરતી?
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply