તમારે અમારે અબોલા જરા છે
વધારે કહે ના કશુયે ખરા છે
કરે છે મજાની એ વાતો જરામાં
ઘડીમાં રિસાઈ જવાના ખરા છે
ભરે છે નજરમાં અમીના એ દરિયા
કરારી એ આંખોના મારણ ખરા છે
ભલે આભ આખું વરસતું રહેતું
વહે જો એ આંખો રડાવે ખરા છે
અમે બે નયનના કાયમ દીવાના
ગુલાબી બનેલા નશીલા ખરા છે
તમે હો જો પાસે સદાયે છે ઉત્સવ
અમાસે બતાવી છે પૂનમ ખરા છે
તમારી જ ખાતર સદાયે નમીશું
તમારા આ મંદિરના ચોખટ ખરા છે
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply