વર મર્યો, કન્યા મરી, હવે તો તરભાણું ભર પ્રભુ
અબોલ જીવો, કામધેનુ, વૃક્ષોની તો દયા કર પ્રભુ
માન્યું માનવનો પાપનો ઘડો છલકયો તેનું આ તાંડવ
તું તો માવતર છો ને, બસ હવે તો હાઉં કર પ્રભુ
દે એક તક સુધરવાની તારી શ્રેષ્ઠ રચના માનવને
તું ય માનવ જેવો જ સ્વાર્થી વ્યવહાર કાં કર પ્રભુ
તે કીધું તું ‘પરિત્રાણાંય સાધુ નામ’ ને ‘સંભવામી યુગેયુગે’
બધું સમુંનમું કરવાં ને તું હવે તો અવતર પ્રભુ
આટલી વાર લાગે તે અમો સૌ સમજી ગયાં છીએ
અમારો આંતરનાદ હવે તો સાંભળ સચરાચર પ્રભુ
~ મિત્તલ ખેતાણી
Leave a Reply