ભાગો પીડાઓ, ફગી જાઓ ફરીયાદ
આવી પુગ્યો આપણો દોસ્ત વરસાદ
ક્લબલ કરતી કુદરત નીતરી આખી
સાંભળ્યો માલિકે ધરાનો આંતરનાદ
સપનાં ફૂટ્યાં હૈયે તે હવે ઉગવાંનાં જ
નર નારી સ્વરૂપો સૌ માણશે ઉન્માદ
પ્રિયતમમાં ઓગળી જાઓ જલ્દીથી
વિરહને દઈ ગોળી,ઐક્યનો લૂંટો સ્વાદ
સર્જનની આ પળો આવી પહોંચી છે
પધારો વરસો ઓ બ્રહ્માંડનાં સરતાજ
આવ વરસાદ,આવી જ જા તું વરસાદ
આજે ને સદા વરસાવજે પ્રસાદ મેઘરાજ
~ મિત્તલ ખેતાણી
Leave a Reply