કોઈ લેણદેણની વાત નહી કુદરતનું સર્જન નોખું આપણું સહિયારું
લાગે પ્રથમ નજરે અલગ તોયે જીવન કેવું અનોખું આપણું મજિયારું
તારું મારું કહી ના કોઇ કજીયો કરીએ, બધું લાગે છે સહિયારું.
પરસ્પર પ્રેમની લ્હાણી કરતું, મહેકતું ઉપવન આપણુ મજિયારું
સ્નેહ લીપેલી ઘરની દીવાલો બારી બારણાં, આંગણ છે સહિયારું
કરતા પુરા કામ, હાથમાં મિલાવી હાથ ,સઘળું આપણું મજિયારું.
તને શીખવું હું, તું મને નવીનત્તમ બતાવે ,ભાવ ભર્યું સહિયારું.
સ્નેહની સરવાણીઓ થી ઘરમાં સંગીત ગુજતું,આપણું મજિયારું.
શરણાઈના સૂરે સાથ છુટશે, ને છુટશે આંગણ આજનું સહિયારું.
આપણી ધમની શીરામાં,એકજ લોહી વહેતું રહેતું આપણું મજિયારું.
અલગ થશે રહેઠાણ આપણુ રહેશે અંતર તારું મારું સહિયારું
છે માના આશીર્વાદ દીકરી પૂરું કરજે સપનું આપણુ મજિયારું.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply