આપણી મંઝીલ તો એક છે.
પણ આપણે સાવ અલગ છીએ.
તો જોડાજોડ કેમ કરી ચાલીશું?
કોઈ ઝીણીઝીણી એકલતામાં
લાગણીઓ ઘુંટાય ત્યારે
એકમેકને કશુંક કહેવા, વહેંચવા
કેમ હાથ ઝાલીશું કે સથવારો પામીશું ?
વગડાને હંફાવી જતા તડકામાં
ધરાને ઉડાવી જતા વંટોળિયામાં
એકમેકને સાચવવાં, જાળવવાં
તું આગળ ચાલજે હું પાછળ રહીશ.
તું તડકામાં છાંયો દેજે
હું તોફાનમાં ટેકો બનીશ
એકલતાનું માન રાખી, સાથ આપીશું
આમ સાથેજ છીએ એમજ માનીશું
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply