આંસુ ભરેલ આંખો વચમાં તુંજ મને દેખાય છે,
લખવા બેસું ગઝલ તહી સબ્દોમાં તુ ટંકાય છે .
જોઉં હું અરીસા મહી અને તું મારામાં સમાય છે,
તુજ અલગારી લાગણીઓમાં ગુલાલે રંગાય છે .
સંગાથે તારી હ્રદય ઉત્સવ બની ઉજવાય છે,
વિરહમાં તારે લખેલા કાગળિયાં કોરા વંચાય છે .
આંખ મીચું નિંદર કાજે તું સપનામાં જણાય છે,
શ્વાછો શ્વાસે તારી યાદો ખુશ્બુ થઈ પંકાય છે .
વેઢારયો વિરહનો ભાર બહુ, ના હવે ઉચકાય છે,
હર્દયમાં પડેલ પગલાંમાં પગલાં મારા સંતાય છે .
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply