આંખોમાં સપના સજાવીને તમે ક્યા ચાલતા જાવ છો
કમળપત્રથી સરે બિંદુ એ રીતે અંદર સરતા જાવ છો
છૂટી મૂકી સંવેદના અંતરમાં ઊંડે ઉતરતા જાવ છો
ના ના કહેતા જકડી હૈયુ ને, મહી ઘર કરતા જાવ છો
ચોરી મારું સઘળું દુઃખ ને સુખ મોઘું દેતા જાવ છો
થોડા આપી સપના મારી બધી નીંદર લેતા જાવ છો
બિંદુ માંગ્યુ, તમે સરોવર દીધું, ને હૈયું હારતા જાવ છો
હારો છો તમે કાયમ માટે, ને અમને જીતતા જાવ છો
કોઈ બંધન લાગે નહી ને સગપણ જોતા જાવ છો
ખુશી હોય કે વ્યથા તમે શબ્દોમાં ઉતારતા જાવ છો
વજ્રની છાતી તમારી, જોતા અમને પીગળતા જાવ છો
સધળી ખુશી તમે, અમારી બંદગીમાં ભરતા જાવ છો
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply