આંખો મહીથી કમાલ છટકી
હૈયા વચમાં આવી અટકી
વચ વચમાં કોઈ નામ રટતી
કેવી ઘમાલ બબાલ કરતી
આંખો મહીથી કમાલ છટકી ….
ગોળ ચકરડી ભરતાં રહીને
ખોટા મનમાં વહેમ ભરતી
એ ઘડી હસાવે ઘડી રડાવે
મનમૌજી કંઈ કેવું કરતી
આંખો મહીથી કમાલ છટકી …
જરા સરીખું લાગી આવે
આંખ્યુ માં લાલાશ પકડતી
થાક ચડે તો સઘળું ભૂલી
પાંપણ ઓઢી લહેર કરતી
આંખો મહીથી કમાલ છટકી ….
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply