આજ સબંધોને ફરી તરોતાજા કરી જોઉં
કારણ ગણાવી છોડ્યાની વાત કરી જોઉં
સઘળાં સબંધ બે હાથની તાલી છે દોસ્ત
તૂટ્યાં પહેલાં એમાં સાંઠગાંઠ કરી જોઉં
ખરતાં પાનને લીલું રંગી ફરી લટકાવી ને,
વિરહી એ ડાળ ને હું જીવતી કરી જોઉં
દોસ્તીમાં હાલ છપ્પનિયો દુકાળ ચાલે છે
કેમ છો કહી હું થોડી તોલમોલ કરી જોઉં
યાદો પણ ગોફણ જેવી નિશાનેબાજ છે
દૂર ફેંકવા એને બમણું ખેચાણ કરી જોઉં
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply