આજ માથું ખા નહીં, તું ચૂપ રહે,
‘ગાલ’ કે ‘ ગાગા’ નહીં… તું ચૂપ રહે.
દોસ્ત, આજે હું ઘણી ગમગીન છું,
તું’યે દુશ્મન થા નહીં, તું ચૂપ રહે.
તાલ, લય ને સૂર સૌ ઠેબે ચડયાં,
કોઈ ગીતો ગા નહીં, તું ચૂપ રહે.
એ મને છોડી ગયા… તો છો ગયા !
વાત એ અહિંયા નહીં ! તું ચૂપ રહે.
છે બધી કારીગરી તકદીરની,
પણ કશી પરવા નહીં, તું ચૂપ રહે.
– અંજના ગોસ્વામી ‘અંજુમ ‘આનંદ’
Leave a Reply