આચરણ કેવી રીતે ખુલ્લા થયા?
વિશ્વના હર આંગણે ભેગા થયા.
રક્ત બોટલમાં ભલે મોઘું હશે,
માનવીના મૂલ્યો સસ્તા થયા.
કિંમતી વસ્ત્રોમાં તો સજધજ હતા!
ગીચ વસ્તી ક્હે : બધા નાંગા થયા.
સરહદો પર ‘ પાકના’ એ થોરિયા,
કૉણ માને, કેટલા ભૂખ્યા થયા?
પાનખરમાં સાથ જેનો ના હતો,
એ વષંતોમાં હવે મળતા થયા.
સૂક્ષ્મ અપરાધો ગયા શું કોર્ટમાં,
બ્હાર આવીને ઘણાં મોટા થયા.
આપણે ‘ સિદ્દીક’ શું બોલી ગયા ?
લોક વિખરાયા અને દંગા થયા.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply