આ મૌન વ્રત ઘણું થયું, એકબીજાને કહેતા જઈએ
લે ઢાંકપિછોડી બહુ કરી, સામસામી ખુલતા રહીએ.
પાંચીકાથી શરુ કરી, તળાવ પાળને સ્મરતાં થઈએ
એ ઢાંકેલા સ્મરણો ફગાવી હૈયું ખાલી કરવા મળીએ.
સહેવાશે તો ઠીક બાકી અશ્રુઓનો અભિષેક ભરીએ,
અભાવોનાં ફૂલ ફૂટે, તો સ્નેહ તણો ઝંટકાવ દઈએ.
રોજરોજની જલન છોડીને, ચાંદનીમાં જલી મરીએ.
સુરજની શાખે કસમ છે, જઈ ક્ષિતિજે છુટા પડીએ.
નજરોથી ના પકડાયું એને શબ્દોથી જકડી લઈએ,
ઝંખાનાઓના રખોપા કરતાં જીવતરને જીવી રહીએ.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply