તો એ મૌનને નામ આપવું છે શું કામ…?
પ્રેમ છે, આકર્ષણ છે કે ભલે વાસના,
તારી સચવાય અને મારી સચવાય,
જો ઈચ્છાઓ એ લાગણીમાં,
તો વ્યાખ્યામાં એને બાંધવું છે શું કામ…?
તું ચૂમીશ મને અને હું સામે તને,
આ બળજબરી નહિ સ્વીકૃતિ હશે,
તારા પ્રેમની અને મારા પ્રેમની,
તો દુનિયાને એમાં નાખવી છે શું કામ…?
હું જે કાંઈ કરીશ એ તું સ્વીકારીશ,
અને તું કરીશ એ મને સ્વિકાર્ય,
તો જે કાંઈ થશે ઇ પ્રેમ જ હશે ને,
તો શબ્દોમાં દર્શાવવા મથવું છે શુ કામ…?
તું પણ સહજ મુક્ત છે અહીં,
હું પણ સહજ મુક્ત છું અહીં,
જે થાય છે ઇ બધું જ સહજ છે,
તો પછી પ્રેમને નામ આપવું છે શું કામ…?
મારા આલિંગનમાં તું હોય,
તારા આલિંગનમાં સમેંટાયેલો હું,
શ્વાસ અથડાયને લાગણી પછડાય,
તો હવે ભાવને નામ આપવું છે શું કામ…?
જો પ્રેમની કોઈ વ્યાખ્યા નથી,
અભિવ્યક્તિના કોઈ શબ્દો જ નથી,
છતાં લાગણીઓના આ ઉકળાટને,
તો સબંધોનું નામ એને આપવું છે શું કામ…?
તું સ્વીકારે છે મને, તારી ઇચ્છાએ,
હું સ્વીકારું છું તને, મારી સ્વેચ્છાએ,
જો સબંધ પામવાથી પરે છે આપણો,
તો આ સંબંધ સાક્ષ રાખવો જ છે શું કામ…?
~ સુલતાન સિંહ ‘જીવન’
Leave a Reply