આ કોણે ઉંડેથી સાદ કર્યો ?
કે સ્મરણોના ટોળા ઉમટી આવ્યા,
સમય ઘણો પાછો સરકી આવ્યો
કોઇ મીઠી ક્ષણોમાં રોપાએલું સ્નેહનું બીજ
ફરી અંકુરણ બની ફૂટી નીકળ્યું.
જે નાજુક બીજ વિસ્તરતા પહેલા,
સમયની થપાટો ના કારણે થીજી ગયું હતું,
એ આજે ફરી ઘટઘોપ વટવૃક્ષ બની બેઠું છે.
વેરાન વગડો મને જીવંત લાગ્યો…
કેટલુંક યાદ આવ્યું અને હું મને ભૂલવા લાગ્યો,
હું મને અને દુનિયા મને ભૂલે તે પહેલા
તું આ છાયામાં બે પલ વિતાવી જા.
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply