પુરુષ કે સ્ત્રી? કે નપુંશક જાતીમાં ગણાવે.
તે ભલે ગમે હોય પણ ભલભલાને બિવરાવે,
આ જમાનો અંદર બહાર થરથર ધ્રુજાવે…
તેની હા માં હા ભણીને ચાલો તો હસાવે.
જરાક મનગમતું કરવા જો જાઓ તો રડાવે.
આ જમાનો કાયમ તેનું ધાર્યું કરાવે ….
ચઢો ઘોડે હેઠે ઉતારે, નીચે ઉતરો તો ચડાવે,
માથે ચડાવી ફેરવે, સહજમાં ધૂળ ધાણી કરાવે.
આ જમાનો બહુ પાખંડી થઇ બતાવે…
સાથે રહેતાને ધકેલે દુર, દુર ને પાસ ખેચી લાવે
વાણીમાં મધ ઘોળીને કેવા કડવા ઝેર પીવરાવે
આ જમાનો ઘોળા દિવસે તારા ગણાવે ….
~ રેખા પટેલ ‘વિનોદિની’
Leave a Reply