વૈભવી શેરીમાં એક દરવેશ છે,
દાનમાં ગાળો અને આવેશ છે,
મ્હેકવાની પૂષ્પો જ્યાં શરતો મૂકે,
એ ચમનનુ નામ ભારત દેશ છે.
કેમ, કેવા છો ? નુ ઉત્તર આપતા,
બાળકે કહ્યુ કે અમને એશ છે.
પ્રેમ, નફરત, આસુઓ, દાદાગીરી,
એક ચેહરાના હજારો વેશ છે.
શૌચાલયના બંધ દરવાજા કરો!
ગંદકીનો એક કડક આદેશ છે.
નોટબંધીથી આ જન્મી એક હવા,
કોઈ હાથોમાં હવે ક્યાં કેશ છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply