માણસમાં નક્કી નથી કે માણસ મળશે
એથી તો સારી ભેંસ કે પાડો તો જણશે
લઈ જશો જેને હાથ પકડીને ટોચ પર
સમય આવ્યે એ જ તમને પાયે ધરબશે
એ વિચારીને વહેંચી છે છત્રી જીવનભર
ગરજતાં મેઘ કોક દિ ક્યાંક તો વરસશે
બનાવવાં દેજો બાળકોને રેતીનાં ઘર
તૂટતું ઘર સહેવાની ભાવિમાં ટેવ પડશે
હોય કરપીણ એકલતા સર્વોચ્ચ સ્થાને
તળેટીએ જ જો રહેશો તો મજા પડશે
~ મિત્તલ ખેતાણી
( કાવ્ય સંગ્રહ ‘શબ્દ ઘેર આનંદ ભયો’ માંથી )
Leave a Reply