👉 આ વિષે વિગતવાર લેખ “મૌર્યવંશ”માં કરવામાં આવશે જ
પણ એક વાત તરફ તમારું ધ્યાન દોરું છું
ચક્રવર્તિ સમ્રાટ અશોક સર્વધર્મી હતો.
એમનું એક ઉપનામ “દેવાનામ પ્રિય” હતું
એનો અર્થ એમ થાય કે —-જે દેવોને વ્હાલો છે તે !
એ શું સૂચવે છે ?
👉 એસમયે કે ત્યાર પછી પણ બૌદ્ધધર્મમાં દેવો તો હતાં જ નહીં , માટે એ દેવો તો હિંદુધર્મના જ હોવાં જોઈએ !
એટલે સમ્રાટ અશોક હિંદુધર્મમાં માનતાં હોવાં જોઈએ.
👉 સમ્રાટ અશોક પોતાના રાજવહીવટમાં સામાન્ય રીતે રાજકુટુંબનાં જ સભ્યોને નીમવામાં આવતાં એવું જેણે પણ લખ્યું છે તો એમને એ વાત પણ જણાવી દઉં કે સમ્રાટ અશોકે સૌરાષ્ટ્ર પ્રાંતના સુબા તરીકે તુશાશ્ય નામના પરદેશી યવનને નીમ્યો હતો. જે હકીકત પુરવાર કરે છે કે સમ્રાટ અશોક જાતિના દેશ-વિદેશના ભેદભાવ વિના રાજ્યના કર્મચારીઓની નિમણુક કરતાં હતાં.
👉 સમ્રાટ અશોકે ઉપ્ગુપ્તના કહેવાથી બૌદ્ધધર્મનાં કેટલાંક સિદ્ધાંતો અપનાવ્યા હતાં અને એને અમલમાં મુક્યાં હતાં. હા. તેમને વધારે પડતો બૌદ્ધ ધર્મનો પ્રચાર જરૂર કર્યો હતો પોતે સંપૂર્ણપણે બુદ્ધમય નહોતાં બન્યાં કારણકે એમની માતા આજિવક સંપ્રદાયમાં માનતાં હોવાથી તેમને માટે મઠો અને વિહારો પણ બંધાવ્યા હતાં. ૧૭૦૦૦ આજિવકોની હત્યા એ કલિંગના યુદ્ધ પહેલાની અને ભારતમાં મેળવેલા બીજા વિજયો પહેલાની છે.
👉 કલિંગ એટલી હદે પાયમાલ થઇ ગયું હતું કે એને ઉભાં થતાં ત્યાર પછી વર્ષો લાગે. જે જગ્યાએ હાથીગુફાછે અને તેની આસપાસના આઠ કિલોમીટરનાં વિસ્તારમાં અસંખ્ય બૌદ્ધ સ્તુપો અને અશોકના શિલાલેખો છે.
જેમાં ખારવેલનો શિલાલેખ પણ છે. ખારવેલ એ નંદવંશ પછી થયો છે તો એના લેખમાં મહાપદ્મનંદનો ઉલ્લેખ કઈ રીતે ! આજ લેખમાં પુષ્યમિત્ર શ્રુન્ગને હરાવ્યાનો ઉલ્લેખ પણ છે. આટલાં ઓછાં સમયમાં કલિંગ બેઠું કઈ રીતે થયું કે તે અન્ય વિજયો પ્રાપ્ત કરી શકે ? મારા મતે તો ખારવેલનો પુષ્યમિત્ર પર વિજય એ પ્રશ્નાર્થ જ છે !
👉 સમ્રાટ અશોકે ૮૪૦૦૦ સ્તુપો બંધાવ્યા એ તો માત્ર એક કપોળકલ્પિત વાર્તા જ છે. બીજી વાત સમ્રાટ અશોકે પોતાનાં સમગ્ર સામ્રાજ્યમાં ૮૪૦૦૦ સ્તુપો બંધાવ્યા હતાં . જ્યારે ભારત એક હતું અને એ વિશાળ ભારતવર્ષ બની ચુકયું હતું . આમાં પુષ્યમિત્ર શ્રુંગે વિદર્ભ સુધી પોતાનું સામ્રાજ્ય વિસ્તાર્યું હતું. તેઓ કલિંગ સુધી એટલે પૂર્વમાં ગયાં જ ન્હોતાં . કાશ્મીરમાં અસંખ્ય સ્તુપો હતાં જેની કોઈ જ નિશાની કાશ્મીરમાંથી પ્રાપ્ત નથી થઇ. જે બન્યાં પણ પછી છે અને તૂટ્યાં પણ પછી જ છે. કલ્હણના “રાજ તરંગીણી”માં નો ઉલ્લેખ થયેલો છે. કાશ્મીરમાં સમ્રાટ અશોકનું રાજ્ય હોય એ સ્વાભાવિક છે કારણકે ભારત એક હતું તે વખતે તો ! પણ આ ૮૪૦૦૦ સ્તુપો તો અશોકે બંધાવ્યા હતાં તે તો સમગ્ર ભારતમાં બંધાવ્યા હતાં માત્ર કાશ્મીરમાં કે ઉત્તર ભારતમાં નહીં !
👉 પુષ્યમિત્ર શૃંગે ૮૪૦૦૦ સ્તુપોને તોડયા એ વાત સદંતર ખોટી અને સાથેસાથે સમ્રાટ અશોક સંપૂર્ણપણે બૌદ્ધધર્મી હતો એ વાત પણ ખોટી !
👉 હવે મહત્વની વાત ગ્રીકો પાટલીપુત્ર સુધી આવી ગયાં હતાં ત્યાંથી એમને પાછાં હાંકી કાઢ્યા હતાં પુષ્યમિત્રે . કાશ્મીર, પંજાબ ઉત્તર પ્રદેશનો મોટો ભાગ ગુજરાત મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારત તો પુષ્યમિત્ર શૃંગ કે શૃંગ વંશના હિસ્સા હતાં જ નહીં. તક્ષશિલા પણ એમનું નહોતું. જો ઉત્તર ભારતનો ઘણો બધો ભાગ પુષ્યમિત્ર શૃંગનો જ હિસ્સો ના હોય તો પુષ્યમિત્રે ૮૪૦૦૦ સ્તુપો તોડયાની વાત સદંતર ખોટી ઠરે છે અરે ૫૦૦ પણ નહીં જ તોડયા હોય !
👉 જયારે સમ્રાટ અશોક પછી મૌર્ય સ્મ્રાજ્યમાં ભારતનો ઘણો બધો ભાગ હતો. એટલે એમ મ્માની લઇએ કે સમ્રાટ અશોકે સમગ્ર ભારતમાં ૮૪૦૦૦ સ્તુપો બંધાવ્યા હશે ! સમ્રાટ અશોકની વધુ સચ્ચાઈનો ખુલાસો સમ્રાટ અશોકમાં કરવામાં આવશે ! આ તો ખાલી એક નાનકડો નમુનો માત્ર છે. ફર્ક ક્યાં છે એ બંને નકશાઓ સરખાવી જોશો તો તમને આપોઆપ સમજાઈ જશે.
👉 તૃટી ક્યાં રહી ગઈ છે એ તો તમે સમજી જ ગયાં હશોને !
——– જનમેજય અધ્વર્યુ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Leave a Reply