⚔ ભારતના રાજવંશો ⚔
ஜ۩۞۩ஜ શિશુનાગ વંશ ۞۩ஜ
(ઈસવીસન પૂર્વે ૪૨૩ થી ઇસવીસન પૂર્વે ૩૪૫)
➡ ભગવાનનો બુદ્ધનો જન્મ ઇસવીસન પૂર્વે ૫૬૩માં થયો હતો અને મહાપરિનિર્વાણ ઇસવીસન પૂર્વે ૪૮૩માં થયું હતું. પણ આમાંય બૌદ્ધ પરંપરાવાળા કુદી પડયા છે. તેમનું માનવું આનાથી ભિન્ન છે. તેઓ એમ આપણા મનમાં ઠસાવવા માંગે છે કે — ભગવાન બુદ્ધનો જન્મ ઇસવીસન પૂર્વે ૪૮૩માં થયો હતો અને મહાપરિનિર્વાણ ઇસવીસન પૂર્વે ૪૦૦માં થયું હતું.પણ એક વાત તો છે કે એમનો જન્મ લુમ્બિનીમાં થયો હતો. ભગવાન બુદ્ધ વિશેની બીજી પરંપરા તો તદ્દન ખોટી જ પદે છે ક્રાંકે જો એ પ્રમાણે ચાલવામાં આવે તો આખેઆખો ઈતિહાસ જ ખોટો પડે છે. ઈતિહાસ વધારે નિરૂપણ પર આધારિત હોય છે એ સમયની ઘટનાઓ જો કોઈએ જોઈ કે જાણી જ ન હોય તો કલ્પનાનો સહારો લઇ આમ બન્યું હશે કે એમ કહેવાય છે એમ કહીને છટકી જ જઈ શકાય છે. આમેય સીમિત રાજ્યોના ઈતિહાસને સમગ્ર આર્યાવર્ત સાથે સાંકળતો નથી. પણ એ આનાં મૂળમાં છે એટલે કે મગધ એટલે એને ઉવેખી શકવાની ગુસ્તાખી પણ કરી શકાતી નથી.
➡ મહાભારતમાં ભગવાન વેદવ્યાસે “ભગવદ ગીતા’ અને “વિદુર નીતિ” તથા “યક્ષ-યુધિષ્ઠિર સંવાદ” આપ્યો તો રામાયણમાં સમાજનું વર્ણન , મર્યાદાનું મહત્વ અને જીવનદર્શન આપ્યું મહર્ષિ વાલ્મિકીજી એ તો તુલસીદાસજીએ “હનુમાન ચાલીસા” આપી. ભગવાન બુદ્ધ તો ખુદ ભગવાન હતાં અને એમણે કોઈ ગ્રંથ લખ્યો નથી બસ ખાલી ૨૯માં વર્ષે એ તથાગત -બુદ્ધ બન્યાં પછી એમનું કાર્ય અને જીવનભરનું ઉપદેશ આપવાનું જ હતું . ઉપદેશનું અમલીકરણ સાચી કે ખોટી રીતે કર્યું એમના અનુયાયીઓએ અને એમને જ બુદ્ધના ઉપદેશોનું અમલીકરણ કરવાં જ નહિ લાભોજીલભ ખાટવા બૌદ્ધ ધર્મની સ્થાપના કરી અને ઢગલાબંધ બૌદ્ધ ગ્રંથોની રચના કરી. આ ધર્મ પરાણે અંગીકાર કરાવાતો હતો. રાજા બિંબિસાર અને અજાતશત્રુ સુધી તો ભગવાન બુદ્ધ હયાત હતાં. પણ પછી જ શરુ થયું ભારતનું – મગધનું – ૧૬ જનપદ અને ગણરાજ્યોનું નું બોદ્ધિકરણ ! આનો ફાયદો થયો કે ગેરફાયદો એ તો આ હર્યકવંશ પછીના રાજાઓ જ બતાવી શકે એમ હતાં. એ તો સમયની બલિહારી છે કે આ હર્યક વંશ માત્ર ૧૨૦ જ વરસજ ટક્યો . ભગવાન બુદ્ધના મહાપરિનિર્વાણ પછી માત્ર ૬૦ જ વરસ ! આ ૬૦ વરસ અને પહેલાનાં ૬૦ વરસમાં બધું જ બુદ્ધમય બની ગયું હતું. જેમાં ભગવાન બુદ્ધનો ફાળો કેટલો તે તો એક મહાપ્રશ્ન જ છે આજદિન સુધી તો ! પ્રજાને નિર્માલ્ય કોણે બનાવી ભગવાને કે એમના પીઠ્ઠુઓએ ? અહિંસાનો ઉપદેશ જો ભગવાન બુદ્ધે આપ્યો હોય તો યુધ્ધો થયાજ કેવી રીતે ? યુધ્ધો થયાં હતાં ખરાં ? યુદ્ધ એ સામ્રાજ્ય વિસ્તારના ઉદ્દેશમાત્રથી થતાં હોય છે અથવા પ્રજાની સંપત્તિ લુંટવા માટે જ અથવા લોકોને પોતે જે ધર્મમાં માને છે એ ધર્મને પરાણે લોકો પાસે મનાવવા માટે ! બૌદ્ધ ધર્મએ યુધ્ધો કર્યા અને ગદ્દારી પણ કરી હતી દેશ સાથે પણ જૈનધર્મે તો આવું કશું જ કર્યું જ નથી હા એમને જૈનધર્મના સિદ્ધાંતો પ્રજા સમક્ષ રજુ જરૂર કર્યા હતાં. પણ એ માનવા કે નહીં તે તો શાસકો અને પ્રજા પર જ છોડયું હતું. બૌદ્ધોએ આમ નહોતું જ કર્યું એમણે બૌદ્ધ ધર્મ પરાણે અંગીકાર કરાવ્યો હતો. જે નાં માન્યા તેના પે ચઢાઈ કરી એવું ગ્રંથિત પ્રમાણ મળે છે શું બૌદ્ધ ધર્મના ગ્રંથોમાં કે શું જૈન ધર્મના ગ્રંથોમાં ! “હર્યકવંશ ” આનુ જવલંત ઉદાહરણ છે જેની સત્યતાની તો કોઈનેય ખબર નથી જ ! કે એમણે ખરેખર શું કર્યું હતું તે સમયમાં ? પણ એક વાત તો સાબિત થઇ ગઈ કે બૌદ્ધધર્મીઓએ મહા ઉલ્કાપાત મચાવ્યો હતો તે સમયમાં અને ત્યાર પછી પણ !
➡ ખુદ ભગવાન બુદ્ધ જન્મે ક્ષત્રિય હતાં તેમને જ્ઞાન સાધ્યું પછી વૈદિક ધર્મના અમુક સિદ્ધાંતોને લઈને અને અમુક નવાં સિદ્ધાંતો અપનાવ્યા. જેમાં “અહિંસા” અને “કરુણા” મુખ્ય છે. જૈનધર્મ પણ આ જ સિધાંતને વિકસાવે છે જ્યારે એ બંને છે તો સનાતન ધર્મનાં જ વેલાઓ ! એમાં કશું અલગ પાડવા જેવું છે જ નહિ! આ અલગતા કહેવાતા અનુયાયીઓએ ઉભી કરેલી છે. જેમાં પણ અનેક મતમતાંતરો પ્રવર્તે છે. જેને લીધે આજે આપણા હિંદુધર્મનું વિભાજન થઇ ગયું છે એ વાત આપણે સ્વીકારવા તૈયાર જ નથી. બૌદ્ધધર્મની એક ખાસિયત એ પણ છે કે એમાં પ્રાચીન શાસકો અને પ્રજા જે જન્મે મૂળ બૌદ્ધ હતી જ નહિ તેમણે પાછળથી બૌદ્ધધર્મ સ્વીકાર્યો તો કેટલાંકે પાછળથી જૈન ધર્મ સ્વીકાર્યો હતો તેનાં પણ દ્રષ્ટાંતો ઇતિહાસમાં મળી આવે છે ! જો કે આમાં એ શાસકોનો વાંક કાઢવો ખોટો છે એમણે જે કરવાનું હતું તે કરી દીધું પછી કશું કરવાનું ન રહેતાં અને શાંતિમય અને ધર્મમય જીવન વિતાવવા આમ કર્યું હતું જેમાં કશું જ ખોટું નથી કોઈપણ વ્યક્તિ આમ જ કરે ! પણ વાંધો એ છે કે એ આમારા ધર્મનો રાજા હતો અને એ પ્રજા આમારી હતી એમ જે વાતો કરવામાં આવી રહી છે અત્યાર સુધી તેનો જ વાંધો છે. આ વાંધો તો પરાપૂર્વથી અવિરત ચાલ્યો જ આવે છે.
➡ ભગવાન શ્રીકૃષ્ણે જે કાર્ય માટે અવતાર ધારણ કર્યો હતો તે તો સંપૂર્ણ થઇ ગયું હતું. એમણે ક્ષત્રિયોનો વિનાશ નહોતો કર્યો પણ અંદરોઅંદર લડતાં યાદવોને ખત્મ કર્યા હતાં. જો કે ત્યાર પછી જે ક્ષત્રિયો એમાંય પણ યાદવકુળનાં રાજાઓ થયાં જ છે અને ભગવાન રામચંદ્રજીના ઈશ્વાકુવંશમાં પણ ! ભગવાન બુદ્ધ એ આ ઈશ્વાકુ કૂલમાં જન્મેલા જ રાજા હતાં. એટલે એ વાત તો ખોટી જ પડે છે કે તે સમયમાં આર્યાવર્તમાં ક્ષત્રિયો નહોતાં એ ! વચ્ચે કેટલોક સમય એવો ગયો કે ભારતમાં અમુક ગણરાજયોમાં ક્ષત્રિય રાજ નહોતું અને બ્રાહ્મણોને નીચાં દેખાડવાની કુચેષ્ટા કરવામાં આવી હતી જે આજદિનપર્યંત ચાલુ જ છે ! ભગવાનને ભગવાન તરીકે જ પૂજાય એમ તો હું પણ માનું જ છું એટલું જ નહિ પણ એનું અનુસરણ પણ કરું છું ! ભગવાન શ્રીકૃષ્ણ પચ્ચી પ્રજાને ધર્મમય બનવવાની અંદરોઅંદર આપસી સુમેળભર્યું વાતાવરણ ઉભું કરવાની અને એમને શાંતિમય જીવન એમને પ્રેરણા આપવામી તાતી જરૂર હતી. જે કામ બખૂબી ભગવાન બુદ્ધે નિભાવ્યું પણ એમનાં અનુયાયી અને પછી બૌદ્ધધર્મી અને બૌદ્ધચાહકોએ એમાં ખાસી એવી અડચણો પેદા કરી એ વાત પણ નકારી શકાય એમ નથી.
✔ ભગવાન વૈવસ્વત મનુ –
➡ ભગવાન મનુ વિષે પણ થોડી વાત કરવી આવશ્યક છે. કારણકે જે બૌદ્ધિક ઝગડો ઉભો થયો છે તે ભગવાન મનુ રચિત “મનુસ્મૃતિ”ને કારણે જ. આમ તો એમાં ઝગડો ઉભો થવાનું કે પ્રજાનું વિભાજન થવાનું કારણ જ નથી. આ “મનુસ્મૃતિ”વિષે હું કૈંક કહું એ પહેલાં ભગવાન મનુ વિષે લગરિક જાણકારી મેળવી લઈએ. આપણે જેમને ભગવાન મનુ કહીએ છીએ તેમને વિષ્ણુ પુરાણમાં વૈવસ્વત, જેમને શ્રદ્ધાદેવ અથવા સત્યવ્રત પણ કહેવાય છે. તેઓ મહાપ્રલય પહેલાં દ્રવિડ રાજા હતાં. તેમને વિષ્ણુ ભગવાના પ્રથમ અવતાર મત્સ્યાવતાર દ્વારા આગાહ કરવામાં આવ્યાં હતાં હતાં કે આવો મહાપ્રલય આવવાનો છે અને પૃથ્વીનો વિનાશ થવાનો છે અને મનુષ્યજાતિ વિલુપ્ત થઇ જવાની છે. તો એમને એક નાવ બનાવી અને અને પોતાનાં કુટુંબ અને સાત સદુઓને બચાવ્યાં તેમની આ નાવમાં અને તેઓ પોતાની વેદો જેવાં મુલ્ય ગ્રંથોને પણ સાથે લઇ લીધાં અને તેમને નષ્ટ થતાં બચાવ્યાં. આ વાત ત્યાર પછી ઘણાં બધાં પ્રાચીન ગ્રંથોમાં પણ કરવામાં આવી. મહાભારત અને થોડા અન્ય પુરાણો સહિત અન્ય પાઠોમાં વિવિધતા સાથે વાર્તાનું પુનરાવર્તન થયેલું જોવાં મળે છે. તે ગિલ્ગમેશ અને નોઆહ જેવા અન્ય પૂર જેવું જ છે એવું બીજાં વિદેશીગ્રંથોમાં નોંધવામાં આવ્યું છે.
➡ ભગવાન મનુનો આ સાતમો અવતાર હતો. પુરાણો અનુસાર, દરેક કલ્પામાં ચૌદ મનવંતરોનો સમાવેશ થાય છે, અને દરેક મનવંતરો નેતૃત્વ એક અલગ મનુ દ્વારા કરવામાં આવે છે. વર્તમાન બ્રહ્માંડ વૈવસ્વત નામના સાતમા મનુ દ્વારા શાસન થાય છે એનાં ભાર મૂક્યો છે. ભગવાન મનુનો સૌ [રથમ ઉલ્લેખ ઋગ્વેદમાં થયો છે. આ પહેલાં સ્વયંભુ મનુ, સ્વરોચીશ મનુ. ઉત્તમ મનુ, તાપસ / તમસ મનુ, રૈવત મનુ,અને ચક્ષુશ મનુ ! વૈવસ્વત મનુ પછી પણ મનુ થયાં છે જેમનાં નામ આ પ્રમાણે છે. સૂર્ય સ્વામી મનુ, દક્ષ સ્વામી મનુ, બ્રહ્મા સ્વામી મનુ, ધર્મ સ્વામી મનુ, રુદ્ર સ્વામી મનુ, રૌચ્ય સ્વામી મનુ, અને ઇન્દ્ર સ્વામી મનુ !!! કલ્પવિષે ક્યરેક થોડી માહિતી આપીશ અત્યારે એ જરૂરી નથી એટલે નથી આપતો.
➡ ભગવાન વૈવસ્વત મનુ જે સાતઋષિઓને બચાવીને નાવમાં લાવ્યાં હતાં તેઓ જ તો હતાં સપ્તર્ષિ……. જેમનાં નામ આ પ્રમાણે છે
✅ [૧] જમદગ્નિ
✅ [૨] કશ્યપ
✅ [૩] અત્રિ
✅ [૪] વસિષ્ઠ
✅ [૫] ગૌતમ
✅ [૬] વિશ્વામિત્ર
✅ [૭] ભારદ્વાજ
➡ જયારે કેટલાંક પ્રાચીન ગ્રંથો એમ કહે છે કે આ સપ્તર્ષિ એ ભગવાન વિષ્ણુના મત્સ્ય અવતાર સમયે થયાં હતાં.
જો કે કેટલાંક પ્રાચીનગ્રંથોએ એમાં બીજાં ઋષિઓના નામ પણ જોડયા છે એ અલગ વાત છે.
બીજી બહુ માહિતી નથી આપતો પણ એવું કહેવાય છે કે પ્રથમ મનુ એ આજથી ૧૯૭૦૦ વર્ષ પહેલાં થયાં હતાં.
એક મનુના કાલને મનવંતર કહેવાય છે.
અત્યારે વૈવસ્વત મનુ અને સાવર્ણિ મનુની અંતર્દશા ચાલી રહી છે. સાવર્ણિ મનુનો આવિર્ભાવ આજથી વિક્રમ સંવત શરુ થતાં પહેલાં ૫૬૩૦ વર્ષ પૂર્વે થયો હતો.
“મનુસ્મૃતિ” એ ક્યારે રચાઈ એ તો કોઈને ખબર નથી પણ માનવની વિકાસગાથા છે. કોઈ એમ માને છે કે મનુસ્મૃતિની રચના ઈસ્વીસન પૂર્વે ૪૦૦ વર્ષ પહેલાં થઇ હતી એમાં મહાભારત અને એ પૂર્વેના વેદોને એમાં સમાવિષ્ટ કર્યા છે. એમાં માણસના દરેક પહેલુને આવરી લેવામાં આવ્યાં છે. સંસ્કારને પણ પ્રાધાન્ય આપવામાંઆવ્યું છે. આમાંની એક છે વર્ણ વ્યવસ્થા. ટૂંકમાં માનવનો સમગ્ર ઈતિહાસ એટલે મનુસ્મૃતિ ! અરે ભાઈ …… માનવ હોય એટલે ધર્મ હોવાનો અને ધર્મ હોય એટલે જાતિ પણ હોવાની જ ! આ જાતિભેદ અને અને આ ૨૫૦૦ શ્લોકના ગ્રંથને શરૂઆતમાં અંગ્રેજોને અભિભૂત કર્યા પણ તેમણે આનો ગેરલાભ લીધો પાછળથી ભારતીય રાજકારણીઓએ ! ભારતના બંધારણ ઘડવામાં પણ મહત્વ આપવામાં આવ્યું છે. હવે તમે સમજી શકશો કે મૂળ વાંધો ક્યાં છે તે !
➡ ચાલો બહુ થયું આ પિષ્ટપેષણ હવે મૂળ ઈતિહાસ પર પાછાં આવી જઈએ .
ઇસવીસન પૂર્વે ૪૨૩માં હર્યકવંશનું પતન થઇ ગયું
હવે શિશુનાગ વંશ સત્તાધીન થયો.
✔ શિશુનાગ વંશ ———–
(ઇસવીસન પૂર્વે ૪૧૩ – ઇસવીસન પૂર્વે ૩૪૫ )
➡ આ રાજવંશે માત્ર ૬૮ વર્ષ જ મગધની ધુરા સંભાળી હતી . તેમાં પણ તેમનાં માત્ર ૪ જ રાજાઓ થયાં હતાં.
એમની વંશાવલી આ મુજબ છે —
✔ વંશાવલી ———-
• શિશુનાગ – ઇસવીસન પૂર્વે ૪૧૩ – ઇસવીસન પૂર્વે ૩૯૫ (કુલ ૧૮ વર્ષ)
• કાલશોક – ઇસવીસન પૂર્વે ૩૯૫ – ઇસવીસન પૂર્વે ૩૬૭ (કુલ ૨૮ વર્ષ)
• નંદીવર્ધન – ઇસવીસન પૂર્વે ૩૬૭ – ઇસવીસન પૂર્વે ૩૫૫ (કુલ ૧૨ વર્ષ)
• મહાનંદીન – ઇસવીસન પૂર્વે ૩૫૫ – ઇસવીસન પૂર્વે ૩૪૫ (કુલ ૧૦ વર્ષ)
======= કુલ ૬૮ વર્ષ ======
➡ રાજા શિશુનાગે આ વંશની સ્થાપના કરી હતી એટલે એમનાં નામ પરથી આ વંશનું નામ શિશુનાગ વંશ રખવામાં આવ્યું છે. સાલવારી તો લગભગ બધે જ આ જ છે પણ કેટલાંક ગ્રંથો આ વંશને ઈસ્વીસન પૂર્વે ૪૨૨માં અસ્તિત્વમાં આવ્યો હતો તેમ કહે છે. આવું કહેવા પાછળનું એક કારણ પણ છે. કેટલીક બૌદ્ધ પરંપરા પ્રમાણે શિશુનાગ એ રાજા બન્યાં પહેલાં છેલ્લા આઠ વર્ષથી એટલેકે ઇસવીસન પૂર્વે ૪૨૩થી તેઓ હર્યકવંશના અમાત્ય હતાં. બીજું કે તેમના સમયમાં ૩ રાજધાનીઓ હતી પહેલાં રાજગૃહ (રાજગીર) અને પછી પાટલીપુત્ર ! એમણે આ સિવાય પણ વૈશાલીણે પણ બીજી રાજધાની બનાવ્યું હતું ! ક્યાંક એવું તો નથીને કે જેમ વાઘેલાવંશમાં બન્યું હતું તેમ લવણપ્રસાદ એ ધોળકાના રાજા હોય અને પછી વાઘેલાઓએ પાટણની ગાદી કબજે કરી હતી ! બની શકે છે ભાઈ બધું જ બની શકે છે ! જો કે આમાં શું બન્યું હતું તે જ કોઈ જાણતું નથી ! કારણકે હર્યકવંશનો અંત તો ઇસવીસન પૂર્વે ૪૨૩ -૪૨૨માં આવી જ ગયો હતો તો પછી આ ૮-૯ વર્ષ દરમિયાન મગધની ગાદી સંભાળી હતી કોણે ? શિશુનાગ વંશ ઇસવીસન પૂર્વે ૪૧૩માં શરુ થયો હતો એવું તો ઘણાં બધાં માને છે !
➡ પણ એ જે હોય તે હોય હર્યક વંશ પછી મગધ ઉપર શિશુનાગ વંશે રાજ કર્યું. શિશુનાગ ઇસવીસન પૂર્વે ૪૨૨ / ૪૧૩માં સિંહાસન પર બિરાજમાન થયાં અને સત્તાના સુત્રો પોતાના હાથમાં લીધાં, કદાચ તે હર્યકવંશના રાજાના રાજયમાં કાશ્મીરના વડા તરીકે હતો. હર્યકવંશના પાટણ સાથે તેણે મગધ પર કબજો લીધો અને તેના પુત્રને વારાણસીનો અમાત્ય બનાવી દીધો તેમજ પાત્લીપુત્રને બદલે મગધની જૂની રાજધાની રાજગીરણે પોતાની રાજધાની બનાવી દીધી.
➡ તે એક મહાપ્રતાપી રાજા હતો. તેમણે અવંતિ, વત્સ અને કોશલ દેશ પર પણ આધિપત્ય મેળવ્યું હતું. આ રીતે તેઓ સાચા અર્થમાંમગધ સમ્રાટ હતાં. તેમને કુલ ૧૮ વર્ષ રાજ્ય કર્યું હતું. તેમ છતાં તેમનાં વિજયી અભિયાનો અને રાજયશાસન વિષે કોઈ જ પ્રમાણભૂત માહિતી પ્રાપ્ત નથી થતી. ઇસવીસન પૂર્વે ૩૯૫માં તેમનું મૃત્યુ થતાં તેમનો પુત્ર કલાશોક (કાકવર્ણ) મગધની ગાદી પર બેઠો.
➡ શિશુનાગને વિશાળ પ્રદેશ અને મગધના સંસાધનો વારસામાં મળ્યાં. મગધનો પ્રદેશ આજે બિહાર છે, તે પરંપરાગત રીતે ખનિજ સંસાધનો, આયર્ન ઓરસ જે શસ્ત્રો બનાવવા માટે કામ લાગતાં હતાં તેનો બહોળા પ્રમાણમાં ફાયદો થયો અને હાથીઓ સાથેના જંગલોને સૈન્યમાં મદદ કરવા માટે કામે લાગ્યાં તેના ક્ષેત્રોમાં ખૂબ જ વિશાળ સૈન્યને ખવડાવવા માટે પૂરતો ખોરાક મળ્યો અને બિંબિસારના શાસનથી શરૂ થતા હર્યક રાજાઓએ આના પર મૂડીકરણ કર્યું. શિશુનાગાએ તેના સમય દરમિયાન મગધના લશ્કરને વધુ મજબૂત બનાવ્યું, અને તેમની સૌથી મોટી લશ્કરી સિદ્ધિ, જે તેમના પુરોગામીને પણ આગળ ધપાવી દે છે, તે અવંતિ સામ્રાજ્યને સફળતાપૂર્વક લડશે અને પ્રક્રિયામાં તેમને જીતી શકે છે એ સાબિત કરી બતાવ્યું . શિષુનાગના સમયથી, અવંતિ મગધનો એક ભાગ બન્યું અને અવંતિના પ્રદ્યોત રાજવંશ અસ્તિત્વમાં આવ્યો.
➡ તેમના વિષે પણ બહુ વિગતો પ્રાપ્ત થતી નથી. એમને શિશુનાગ વંશમાં સૌથી વધારે એ તળે કે કુલ ૨૮ વરસ રાજ કર્યું હોવાં છતાં પણ. બૌદ્ધગ્રંથો અનુસાર તેમના સમયમાં વૈશાલી નગરમાં બૌદ્ધોની બીજી સંગીતિ થઇ. તેમાં વૈશાલીના ભિખ્ખુઓના વિનય વિરુદ્ધના આચારોથી મતભેદ પડતાં બૌદ્ધધર્મના હીનયાન અને મહાયાન એવાં બે ભાગલા પડયા. કાલાશોકે કોઈ જ યુધ્ધો નહોતાં લડયા. તેણે મોટેભાગે તેના પિતાના વિજયની કીર્તિમાં ભાગ લીધો હતો. કાશોશોકને દસ પુત્રો હતા જેઓ તેમના અનુસરતા હતા પરંતુ માહિતી ખૂબ જ અસ્પષ્ટ છે. એવું કહેવાય છે કે આ દસ પુત્રોએ જ મગધના રાજ્યને ગણરાજ્યોમાં વિભાજીત કરી દીધું. એમણે એ પણ દરકાર ના રાખી કે આ દસમાંથી કોઈ ભાઈ પણ માગ્ધનો રાજા થઇ શકે છે. તેઓ અંદરોઅંદર લડવામાંથી ઊંચા જ નહોતાં આવતાં. આ નબળાઈ જ પછી તરત જ મગધનું સામ્રાજ્ય પડી ભાંગ્યું !
➡ કાલાશોકે ૨૮ વરસ રાજ કર્યું પછી તેનો પુત્ર નંદીવર્ધન રાજગાદી પર બેઠો . કોઈક એમ કહે છે કે નંદીવર્ધન જ કાલાશોકનો પુત્ર હતો તો કોઈ એ વાત માનવા બિલકુલ તૈયાર નથી. પણઆમાં હિંદુ ગ્રન્થ પુરાણોનું માનવું પડે એમ છે કે — શિશુનાગ વંશનો છેલો રાજા મહાનંદી હતો જે કાલાશોકનો પૌત્ર હતોઅને આ નંદીવર્ધન એ કદાચ કાલાશોકના દસ પુત્રોમાંનો એક હતો. પણ એ કાલાશોકનો પુત્ર હતો કે પૌત્રતે ઈતિહાસ કે પુરાતત્વ ખાતું કે સાહિત્યિક ગ્રંથો એ નક્કી નથી કરી શક્યાં !
➡ કેટલીક વિગતો જે અન્ય ધર્મોના સાહિત્યમાંથી પ્રાપ્ત થઇ છે તે મુજબ કાલાશોક પછી નંદીવર્ધને રાજગાદી સંભાળી હતી ઈસ્વીસન પૂર્વે ૩૬૭માં અને તેમને ૧૨ વરસ મગધ પર રાજ કર્યું હતું તેમાં પછી ઇસવીસનપૂર્વે ૩૫૫માં તેમના પુત્ર મહાનંદીન એ રાજગાદી સંભાળી હતી. તેમનું કોઈ યોગદાન શિશુનાગ વંશમાં હતું જ નહી.
➡ કેટલીક પરંપરા એમ કહે છે કે કાલાશોકાને શૂદ્ર દ્વારા તેના ગળામાં છરી મારીને નાજુકાઈથી હત્યા કરવામાં આવી હતી, જે શુદ્ર જાતિના માણસ હતો અને એ જ પાછળથી મગધના સિંહાસનપર બિરાજમાન થાય છે અને નંદ રાજવંશનું નિર્માણ કરે છે. જો આ ખરેખર સાચું હોત તો તે અને તેના પુત્રો અને તેમના પૌત્ર માટે મગધના રાજા બનવાનું શક્ય ન હોત !
➡ મહાનંદીનનાં શાસનકાળ દરમિયાન કેટલાંક પુરાણોના જણવ્યા મુજબ મહાનંદીનની હત્યા તેની પત્નીના શુદ્ર પ્રેમી દ્વારા અત્યંત ક્રૂર અને ઘાતકી રીતે કરાવવામાં આવી હતી .
(જે કદાચ તે સ્ત્રી દ્વારા પણ હત્યામાં મદદ કરાઈહતી).
આ જ શુદ્ર પ્રેમીએ નંદવંશની સ્થાપના કરી મગધની રાજગાદી પચાવી પાડી હતી.અને મહાપદ્મનંદ નામે નંદવંશનો પ્રથમ શાસક બન્યો હતો. જે મહાનંદીન જેવાં શિશુનાગવંશના રાજા સાથે આવી ઘટના બની હોવાની મેળ ખાય છે.બૌદ્ધ ગ્રંથ ‘મહાબોધિવંશ’ પણ કાલાશોકના દસ પુત્રોના નામો પણ આપે છે; જેમાં નંદીવર્ધન નામ પણ ઉલ્લેખિત છે, જે કદાચ મહાનંદીન પિતા હતા.
➡ પરંપરા એ પણ કહે છે કે મહાપદ્મ નંદ પણ યુગ્રેસેન નંદ તરીકે ઉલ્લેખિત છે, તે છેલ્લા શિષુનાના શાસક મહાનંદીનનો ગેરકાયદેસર પુત્ર હતો. જો કે આ વાત માનવામાં આવે તેમ નથી . આ બધું બૌદ્ધગ્રંથોએ ઉપજાવેલી વાર્તા જેવું જ છે. સત્ય જે હોય તે હોય પણ શિશુનાગવંશનો અંત ઇસવીસન પૂર્વે ૩૪૫માં આવી ગયો અને નંદવંશ રાજગાદી પર આવી પણ ગયો ! !
✔ શિશુનાગ વંશ —— કેટલાંક રોચક તથ્યો
➡ પૌરાણિક ગ્રંથો અને કેટલાંક સાહિત્યિક ગ્રંથો પ્રમાણે શિશુનાગ નામ પણ નાગવંશ સાથે સંબંધ ધરાવતું હતું ,
મહાવંશની ટીકામાં એમને એક લિચ્છવી રાજાની વેશ્યા પત્ની દ્વારા ઉત્પન્ન થયેલાં કહ્યાં છે.
પુરાણો એમને ક્ષત્રિય કહે છે અને એ જ સાચું છે જો એ વેશ્યાના પુત્ર હોત તો રૂઢીચુસ્ત બ્રાહ્મણો એમનો રાજા તરીકે સ્વીકાર જ ના કરત અને ઢગલાબંધ ગ્રંથોમાં એમની ટીકા કરત એ જુદું !
પુરાણોનાં વિવરણ દ્વારા આપણે જ્ઞાત થઈએ છીએ કે પાંચ પ્રદ્યોત પુત્ર ૧૩૮ વર્ષો સુધી ભારતમાં શાસન કરશે અને એ બધાંને મારીને શિશુનાગ રાજા થશે. પોતાના પુત્રને વારાણસીનો રાજા બનાવીને એ ગિરિવ્રજ પ્રસ્થાન કરશે. આનાથી એ એ સ્પષ્ટ થાય છે કે શિશુનાગે અવંતિ રાજ્ય જીતીને મગધ સામ્રાજ્યમાં સંમિલિત કરી દીધું હતું !
સુધાકર ચટ્ટોપાધ્યાય એવી ધારણા કરે છે કે શિશુનાગ અંતિમ હર્યક વંશના શાસક નાગદશકનાં પ્રધાન સેનાપતિ હતાં અને આ પ્રકારે એમનું સેના ઉપર સંપૂર્ણ નિયંત્રણ હતું. એમણે અવંતિ ઉપર આક્રમણ નાગદશકના શાસનકાલમાં જ કર્યું હશે. એનાં પછી તરત જ નાગદશકને પદભ્રષ્ટ કરીને જનતાએ એને મગધનું રાજ સિંહાસન સોંપી દીધું હશે !
અવંતિ રાજ્ય ઉપરનો વિજય એક મહાન સફળતા હતી. આનાથી મગધ સામ્રાજ્યની પશ્ચિમી સીમા માલવા સુધી જઈ પહોંચી. આ વિજયથી શિશુનાગનો વત્સ દેશ ઉપર પણ અધિકાર થઇ ગયો કારણકે એ અવંતિને અધીન દેશ હતો.
આર્થિક દ્રષ્ટિથી પણ અવંતિનો વિજય અત્યંત લાભદાયક સિદ્ધ થયો.
પાટલીપુત્રથી એક વ્યાપારિક માર્ગ વત્સ તથા અવંતિ થઈને ભડોચ સુધી જતો હતો તથા અવંતિ પર આધિકાર પ્રાપ્ત થઇ જતાં પાટલીપુત્રનો પશ્ચિમી ક્ષેત્ર સાથે વ્યાપાર વાણીજ્ય માટે એક નવો માર્ગ ખુલી ગયો.
આ પ્રાકારે શિશુનાગના વિજ્યોના ફલસ્વરૂપ મગધનું રાજ્ય એક વિશાળ સામ્રાજ્યમાં બદલાઈ ગયું તથા એની અંતર્ગત બંગાળની સીમાથી લઈને માળવા સુધીનો વિસ્તૃત ભૂભાગ સંમિલિત થઇ ગયો. ઉત્તર પ્રદેશનો એક બહુ મોટો ભાગ પણ રાજા શિશુનાગને જ અધીન હતો.
ઈતિહાસકાર ભંડારકરનું એવું અનુમાન છે કે આ સમયે કોશલ પણ મગધની અધીનતામાં આવી ગયું હતું. આ રીતે હવે મગધનું ઉત્તર ભારતમાં કોઈ પણ પ્રતિદ્વંદી નહોતું રહ્યું.
➡ કાલાશોકને પુરાણોમાં કાકવર્ણ કહેવામાં આવ્યો છે.
કાલાશોકે પોતાની રાજધાની પુન :પાટલીપુત્રમાં સ્થાનાંતરિત કરી દીધી. બસ એમનાં સમયથી મગધની રાજધાની પાટલીપુત્ર જ રહી !
કલાશોકના સમયમાં ભરાયેલી બૌદ્ધ ધર્મની બીજી સંગીતિનું આયોજન થયું હતું.
આમાં બૌદ્ધ સંઘમાં મતભેદ ઉભો થઇ ગયો એ સ્પષ્ટત: બે સંપ્રદાયોમાં વહેંચાઇ ગયો —– (૧) સ્થાવિર અને (૨) મહાસંધિકા !
પરંપરાગત નિયમોમાં આસ્થા રાખવાંવાળા સ્થાવિર કહેવાયાં તથા જે લોકોએ બૌદ્ધ સંઘમાં કેટલાંક નવાં નિયમોણે સમવિષ્ટ કરી લીધાં તેઓ મહાસંઘિક કહેવાયાં. આ જ બે સંપ્રદાયો પાછળથી ક્રમશ: હીનયાન અને મહાયાનમાં પરિણમ્યા !
➡ બાણભટ્ટના “હર્ષચરિત” દ્વારા ખબર પડે છે કે કાકવર્ણની રાજધાનીની નજીક ઘૂમતા રહેતાં કોઈક વ્યક્તિએ ગળામાં છરો ભોંકીને હત્યા કરી દીધી હતી. આ રાજહંતા બીજો કોઈ નહીં પણ નંદવંશનો પહેલો રાજા મહાપદ્મ નંદ જ હતો.
કાલાશોક પછી મગધની રાજગાદીએ આવેલાં રાજમાં નંદીવર્ધનનું નામ સૌથી મહત્વપૂર્ણ છે. પુરાણો અનુસાર નંદીવર્ધન શિશુનાગ વંશનો અંતિમ રાજા હતો જેનો ઉત્તરાધિકારી મહાનંદીન થયો.
ગ્રેગર મહાશયે આ બંને નામોને એક જ માન્યા છે
આ પ્રકારે નંદી વર્ધન અથવા મહાનંદીન શિશુનાગ વંશનો અંતિમ રાજા હતો.
આ કાલાશોકના ઉત્તરાધિકારીઓનું શાસન એ ઇસવીસન પૂર્વે ૩૪૫-૩૪૪માં સમાપ્ત થઇ ગયું !
➡ સાલવારીમાં અત્યંત ગોટાળો છે એટલે કોઈએ પણ આ જ સાલવારી સાચી છે એવું માનવું નહીં. વિગતદોષ ઘણા બધામાં જણાય ચ્ચે કારણકે કોઈ ચોક્કસ કડી મળતી જ નથી. એટલે એ જાણીને -સમજીને જ ચાલવું બધાંએ. આ લેખની ઘટનાઓ બધી યાદ રાખજો જે આવનારા લેખમાં કામ લાગવાની છે. એટલે આ લેખ બધાં ધ્યાનથી વાંચજો અને મનમાં ઠસાવીને રાખજો સૌ !
➡ મારો હવે પછીનો લેખ નંદવંશ ઉપર !
** ખાસ નોધ – આ લેખના સમ્પૂર્ણ કોપીરાઈટ મારાં જ છે જો કોઈ મને પૂછ્યા વગર કોપી કરશે તો એના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેની નોંધ લેવી.અને અમલ કરવો. લખાણનો ઉપયોગ કરતાં પહેલાં લેખકની પરવાનગી લેવી આવશ્યક છે **
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply