હું આ જે લખું છું એ હજી સુધી કોઈએ લખ્યું નથી એટલે ખોટાં ફીફા ખંડશો મા !!! એક રાજા પર હું બબ્બે વાર લખી ચુક્યો છું. પણ એ તમારી નજર બહાર જ ગયું છે. કોમેન્ટ કરવાં ખાતર કરો છો પણ લખાણ કોઈ ભુતોભાઈ પણ પૂરું વાંચતો જ નથી. એ રાજાનું નામ છે પુષ્યમિત્ર શૃંગ. જી હા… સમગ્ર ભારતમાં વૈદિક ધર્મની સ્થાપના કરનાર પ્રથમ બ્રાહ્મણ રાજા. આ રાજાના શૌર્ય વિષે કોઈ જ બેમત નથી પણ એમનું નામ જાણે – અજાણે એક વિવાદમાં જોડાઈ ગયું છે. અયોધ્યા સાથે જોડાયેલો એ સૌપ્રથમ વિવાદ છે. એ વિવાદ શું છે એ પહેલાં એની પશ્ચાદભૂ જાણી લેવી અત્યંત આવશ્યક છે.
એમાં કોઈ જ શંકાને સ્થાન નથી અયોધ્યાનું નામ આવે એટલે ભગવાન શ્રીરામચંદ્રજીનું નામ સૌપ્રથમ યાદ આવે. આમ તો અયોધ્યા એ ઈશ્વાકુ વંશની રાજધાની હતી. એમની જન્મભૂમિ અને કર્મભૂમિ. પણ, રાજા દિલીપ અને રાજા દશરથનું નામ પણ અયોધ્યા સાથે જોડાયેલું જ છે. પરંતુ ભગવાન શ્રીરામચન્દ્રજી જે ભગવાન વિષ્ણુનો અવતાર હતાં તેમનો જન્મ અહી થયો હોવાથી એ એમનું જન્મસ્થાન છે. જેને આપણે રામલલાનાં મંદિર તરીકે ઓળખીએ છીએ તે…
અયોધ્યા મારે સન ૧૯૯૦ પહેલાં બબ્બે વાર જવાનું થયું હતું. ત્યારે એ જન્મભૂમિ સ્થાન બંધ હતું બંધ દરવાજે મીણબત્તીના પ્રકાશમાં દર્શન કરવાં પડતાં હતાં. બહાર રામધુન ચાલુ હતી દાનની અપેક્ષાએ એ મંદિરના જીર્ણોધ્ધારણી તાતી આવશ્યકતા હતી. તે વખતે આ બાબરી વિવાદ એની ચરમ સીમાએ હતો, એમાં બાબરી મસ્જીદને આગળ કરીને રામજન્મભૂમિને વિસરાવી દેવાનું રીતસરનું રાજકીય કાવતરું જ હતું. અંગ્રેજો જે બીજ રોપી ગયાં એને પાણી પીવડાવી મોટો છોડ બનાવવાનું જ કાર્ય કર્યું છે આ કોંગ્રેસે મતલબ કે નહેરુ ખાનદાને!. થોડીક મહેર રાજીવ ગાંધીએ કરી હતી તે મંદિરના બંધ દરવાજા ખોલવાની પણ પછી કોંગ્રેસ ભગવાન શ્રી રામચંદ્રજીને ભૂલી ગઈ !!!
હવે જે મૂળભૂત પ્રથમ વિવાદ છે તેના પર આવીએ, આ વાતની ઘણા ઓછાંને ખબર છે. પુષ્યમિત્ર શૃંગનો શાસનકાળ છે. ઇસવીસન પૂર્વે ૧૮૫થી ઇસવીસન પૂર્વે ૧૪૯. મૌર્યવંશના અંતિમ રાજા બૃહદ્રથની હત્યા કરી તે સમયનો સેનાપતિ પુષ્યમિત્ર શૃંગ રાજગાદીએ બેઠાં અને શૃંગ વંશની સ્થાપના કરી. એમનું ઉત્તમ કાર્ય ભારતવર્ષમાંથી ગ્રીકોને હાંકી કાઢી અને અને ગ્રીકોએ જેમને સાધ્યા હતાં તે બૌધ્ધોને હરાવીને નહીં પણ એમની રીતસરની હત્યા કરીને ભારતમાં પ્રથમવાર વૈદિક ધર્મની સ્થાપના કરી હતી. ગ્રીકોને ફરી ક્યારેય આક્રમણ ના કરી શકે એવાં કરી નાંખ્યા હતાં. બૌદ્ધમઠો તો આતંકવાદી કેન્દ્ર જેવાંજ હતાં, તે બધાનો રીતસરનો સફાયો કર્યો. બૌધ્ધોને વીણી વીણીને ખતમ કર્યા. મીનેન્ડર જે એલેક્ઝાન્ડર કરતાં પણ વધુ શક્તિશાળી હતો તેને હરાવ્યો.
વૈદિક ધર્મની સ્થાપના તો થઇ ગઈ હતી. બાકી હતો તો એનો વિજયોલ્લાસ. આ માટે એમને બે અશ્વમેઘ યજ્ઞ કર્યા. એમાંનો એક આ અયોધ્યા નગરીમાં હતો. એની યાદગીરી રૂપે એમને ત્યાં બે શિલાલેખ પણ કોતરાવ્યા, જે આજે પણ હયાત છે. જેનું ભાષાંતર પણ થઇ ચુક્યું છે. જે જોવાની કોઈને ફુરસદ નથી. અયોધ્યામાં જો કોઈ ઐતિહાસિક પુરાવો હોય તો તે આ જ છે. બાય ધ વે આ વાતનો ઉલ્લેખ પણ પુરાણોમાં અને કવિતાઓમાં મન મુકીને કરાયેલો છે. એ વિષે મેં લખ્યું છે એટલે અહી એનો ઉલ્લેખ કરતો નથી.
આ વાત છે ઇસવીસન પૂર્વની એટલેકે ભારતના ઇતિહાસની શરૂઆતની. હવે તમને થશે કે આમાં વિવાદ ક્યાં આવ્યો ? ક્ષત્રિયવંશની કર્મભૂમિ – જન્મભૂમિમાં કોઈ બ્રાહ્મણ રાજા શિલાલેખ કોતરાવે અને એનો વિજય ઉત્સવ મનાવે એ કોઈને ના ગમે ખાસ કરીને ક્ષત્રિયોને તે સ્વાભાવિક જ છે
ત્યારથી તે અત્યાર સુધી ક્ષત્રિયો પુષ્યમિત્ર શૃંગ અને તેમની જ્ઞાતિ બ્રાહ્મણોને વખોડતા જ આવ્યાં છે. એ લોકો અયોધ્યાને પોતાની જાગીર સમજે છે,
અધ્રુરામાં પૂરું ભગવાન પરશુરામ પર વેર લેવાનું એમને કોઈને કોઈ રીતે બહાનું જોઈતું હતું. તે બહાનું આ ઐતિહાસિક પુરાવાએ પૂરું પાડયું. આ વિવાદ એની ચરમ સીમાએ ના પહોંચ્યો એનું કારણ છે એ સમયગાળો. પછીથી એમ બન્યું હોય કે લાગ્યું હોય કે આતો હિન્દુઓની જ વિરુદ્ધની લડાઈમાં મુસ્લિમો એટલે કે બાબરી મસ્જીદવાળા ફાવી જશે, એટલે એ વિવાદ કોરાણે મૂકાંઈ ગયો. જો તમે આજે પણ ઇતિહાસના પાનાં ઉથલાવશો તો એ વિવાદ તમે જાણી શકશો. બૌદ્ધ સાહિત્યકાર રાહુલ સાંકુત્યાને તો એમ પણ કહ્યું છે કે પુષ્યમિત્ર શૃંગની રાજધાની પાટલીપુત્રથી સાકેત (અયોધ્યા) ખસેડવામાં આવી હતી અને મહર્ષિ વાલ્મિકી એ પુષ્યમિત્ર શૃંગના જમાનામાં થયાં હતાં જે વાત સદંતર ખોટી છે. રાહુલ સાંકુત્યાન વાલામીકી નહિ પણ મહર્ષિ પતંજલિ એમના સમયમાં થયાં હતાં અને આ અશ્વમેઘ યજ્ઞ પણ તેમને જ સંપન્ન કરાવ્યો હતો. જે તેમના પુસ્તકમાં લખાયેલું જ છે. આ હકીકત છે, આ ઈતિહાસ છે, આ જ નક્કર વાસ્તવિકતા છે, જેનો સ્વીકાર હજી સુધી અબુધ પ્રજા નથી કરી શકી એ પણ એટલી જ સાચી વાત છે.
પૌરાણિક કથાઓ ઈતિહાસની મોહતાજ નથી હોતી. કારણકે એ આપણી આસ્થા છે અને આસ્થા આગળ ઈતિહાસને માથું ટેકવવું જ પડે છે. કોઈ મને કહેશો જરા કે પુષ્યમિત્ર શ્રુંગે ક્યારે ભગવાન રામનો વિરોધ કરેલો તે…? તાત્પર્ય એ કે જે સૌ પ્રથમ છે તે તો જગ્યા છે – રામ જન્મભૂમિ. સરયુ નદી છે ,મહેલો છે મંદિરો છે અને આજે આટલા વર્ષો પછી એ જગ્યાએ ભગવાન રામચંદ્રજીનું મંદિર બનવાં જઈ રહ્યું છે. એ કાઈ નાની સુની વાત નથી જ…
!! જય શ્રી રામ !!
~ જનમેજય અધ્વર્યુ
Leave a Reply