આ વિષે મારાં મિત્રે ધ્યાન દોર્યું હતું, ત્યારે જ મેં નક્કી કર્યું કે આ વિષે હું પણ કૈંક પ્રકાશ પાડી શકું તો સારું ! ખાંખાખોળા શરુ કર્યા, એમાં મારે એક બીજો જવાબ પણ શોધવો હતો તે છે વિશ્વનો સૌથી લાંબો રાજવંશ કયો ? આનો જવાબ આપવો આમ તો અઘરો છે. કારણકે અતિલાંબા રાજવંશ (Dynasty)માં કોઈ એક જ રાજવંશના રાજાઓ તો ના હોઈ શકે ? એમનાં ફાંટાઓ આમાં મહત્વનો ભાગ ભજવતા હોય છે. જેને વિષે આપણે આજદિન સુધી તો અજ્ઞાત જ રહ્યાં છીએ, અપૂરતી માહિતી અને ઇતિહાસમાં થયેલાં ખોટાં નિરૂપણોને લીધે. તો પણ કયારેક ક્યારેક સાંયોગિક પુરાવાઓ અને ગ્રંથસ્થ સાહિત્યમાં એ વિષે જાણકારી જરૂર પ્રાપ્ત થઇ જતી હોય છે.
આપણે આપણી જ સંસ્કૃતિનું ગૌરવ લઈએ એમાં જરાય ખોટું નથી. પણ વૈશ્વિક સ્તરે ચીન અને ઈજીપ્ત આમાં ઘણાં પુરાણા છે. જેને નજર અંદાજ કરી શકાય તેમ નથી. જાપાનનો પણ એક રાજવંશ પુરાણો છે જ. જે મેવાડના ગુહિલ -ગુહિલોત – રાવલ – સિસોદિયા વંશ જ ભારતીય ઇતિહાસમાં જ નહીં પણ વિશ્વભરમાં પુરાતન રાજવંશ છે. એવું જેણે પણ લખ્યું છે કે કહ્યું છે તે સદંતર ખોટું જ છે, ભારતમાં પણ આનાથી જુનો અને લાંબો વંશ થયો છે એની વાત આગળ જતાં કરવાનો છું
જવાબો શોધીએ એ પહેલાં થોડું રાજવંશ એટલે શું એ પણ જાણી લઈએ. એક સપષ્ટતા હજુ પણ રાજાશાહી કહત્મ નથી થઇ શું ભારતમાં કે શું વિશ્વમાં ભારતમાં તો એકીકરણ થઇ ગયું છે, પણ તેઓ મૂળ એ વંશના હોવાથી અને આજે પણ મહેલોમાં રહેતાં હોવાથી ત્રો પોતાને રાજા તરીકે જ ઓળખાવે છે. કહેવાનો મતલબ કે આ રાજવંશ હજી ખત્મ નથી થયો !
હજુ પણ અન્ય દેશોમાં શાહી પરિવારના રાજાઓ હોઈ શકે છે. કેટલાક રાજાઓ હજુ પણ શક્તિ ધરાવે છે, જ્યારે અન્ય લોકો માત્ર એવા સ્થાનો ધરાવે છે જે સિમ્બોલિક હોય છે.
રોયલ પરિવારો જે ઘણા વર્ષોથી દરેક દેશમાં દેશમાં શાસન કરે છે, એક પરિવારના સભ્યથી બીજામાં સત્તા પસાર કરે છે તે વિશ્વભરમાં લાંબો ઇતિહાસ ધરાવે છે. આમે આ જ કૌટુંબિક રાજવંશોના શાસકોના આ સિલસિલાને- કડીને જે તે રાજવંશના રાજાઓ તરીકે ઓળખીએ છીએ.
શબ્દ Dynasty (રાજવંશ) પ્રાચીન લેટિન (ડાયનાસ્ટિયા) અને ગ્રીક (ડાયનેસ્ટેટીઆ) શબ્દોથી આવે છે. આ શબ્દોમાં પાવર, ડોમિનિયન, નિયમ અને ક્ષમતા સહિત વિવિધ અર્થઘટન છે.
રાજવંશ સામાન્ય રીતે સામ્રાજ્ય અથવા રાજકીય રાજકીય સિસ્ટમ્સમાં અસ્તિત્વમાં છે, જો કે ક્યારેક ક્યારેક તેઓ પ્રજાસત્તાકમાં મળી શકે છે જે તેમના નેતાઓને ચૂંટ્યા હતા. એક રાજવંશ પરિવારના સભ્યો સામાન્ય રીતે રોયલ્ટી માનવામાં આવે છે. ખાસ શાહી શીર્ષકો તેઓ સંસ્કૃતિ દ્વારા બદલાય શકે છે.
કેટલાક દેશોના ઇતિહાસ સમયાંતરે શાસન કરેલા સતત રાજવંશના આધારે અવધિમાં વહેંચાયેલા છે. આ ખાસ કરીને પ્રાચીન ઇજિપ્ત અને ચીનનું સાચું છે, હકીકતમાં, વિશ્વના સૌથી જૂના રાજવંશોમાંના કેટલાક પ્રાચીન ચીન અને ઇજિપ્તમાં પાછા ફરે છે. ચાઇનાની પ્રથમ રાજવંશ, ઝિયા રાજવંશ, ૨૧ મી સદીના બી.સી. ઇજિપ્તનો પ્રથમ રાજવંશ પણ આગળ વધે છે. પ્રાચીન ઇજિપ્તનો પ્રથમ રાજવંશ (રાજવંશ ૧) એ ૩૪ મી અને ૩૦ મી સદીની વચ્ચેના ઉપલા અને નીચલા ઇજિપ્તની એકીકરણ પછી શરૂ થવાનું વિચાર્યું છે. આધુનિક સમાજોમાં રહેતા લોકો માટે જ્યાં નેતાઓને લોકપ્રિય મત દ્વારા ચૂંટવામાં આવે છે, રાજવંશોનો વિચાર દૂરના ભૂતકાળની વસ્તુ જેવી લાગે છે. જો કે, વિશ્વભરના ઘણા વિસ્તારોમાં રાજવંશ આજે પણ અસ્તિત્વમાં છે. ઉદાહરણ તરીકે, વર્તમાન જાપાનીઝ રાજાશાહી, જેને ઇમ્પિરિયલ ફેમિલી અથવા યમાટો વંશ તરીકે ઓળખવામાં આવે છે, તે ઘણા નિષ્ણાતો દ્વારા વિશ્વના સૌથી જૂના સતત રાજવંશ માનવામાં આવે છે. તાજેતરમાં, સંશોધકોએ સૂચવ્યું છે કે વિશ્વમાં સૌથી જૂનું શાહી રાજવંશ કટોક રાજવંશ હોઈ શકે છે જેણે ૧૧૦૦૦ વર્ષથી આધુનિક પાકિસ્તાન અને ભારતના વિસ્તારોમાં વિસ્તરણ પ્રદેશો પર શાસન કર્યું છે.
અલબત્ત, રોયલ્ટી વિનાના આધુનિક દેશોમાં હજી પણ બિનસત્તાવાર રાજવંશ હોઈ શકે છે. આ શબ્દનો ઉપયોગ અન્ય અન્ય પરિસ્થિતિઓમાં શાસકોથી સંબંધિત અન્ય પરિસ્થિતિઓમાં કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, તમને શક્તિશાળી પ્રભાવ, મુખ્ય કંપનીના અનુગામી માલિકો, અથવા સ્પોર્ટ્સ ટીમો સાથેના પરિવારોને મળી શકે છે કે જેણે રાજવંશ તરીકે ઓળખાતા બહુવિધ ચેમ્પિયનશિપ્સ જીતી લીધી છે.
Xia Dynasty (ઇસવીસન પૂર્વે ૨૦૭૦ -ઇસવીસન પૂર્વે ૧૬૦૦) કે Yamato Dynasty (ઇસવીસન ૨૫૦ -ઇસવીસન ૮૧૦) એ જવાબ ઐતિહાસિક રીતે અતિપ્રાચીન અને સુદીર્ઘ છે પણ એજ છે એમ માનીને ચાલવું એ ભૂલા ભરેલું જ છે જોકે આ અબ્નને રાજવંશો અનુક્રમે ૪૭૦ અને ૫૬૦ વર્ષ જ રાજ કર્યું હતું જે બપ્પા રાવલ કે ની પહેલાં શરુથયેલાં ગુહીલો કરતાં ઘણું ઓછું જ છે. જ્યારે ગ્રાન્ડ ઈમ્પીરીયલ હાઉસ ઓફ જાપાન કે જેનીની સ્થાપના ઇસવીસન પૂર્વે ૬૬૦માં થઇ હતી. આ યોમોટો એ એક વિશાલ પ્રદેશ હતો જેમાં ઘણાં વંશોએ રાજ કર્યું હતું . પણ એ બધાં કોઈને કોઈ રીતે એક જ કુટુબના હતાં પણ તેઓનો વંશ બદલાયો પછીથી ભારતના ફાંટાઓની જેમ. આમ તો એ કુળના ૨૯ રાજાઓની જ માહિતી ચ્ચે પણ કેટલાંક એવાં નક્કર પુરાવાઓ મળ્યાં છે જે એમને આજથી ૧૫૦૦ વરસ પહેલાનાં હતાં એ સાબિત કરે છે ઈસ્વીસનની ૩જી સદીની વાત કરીએ તો એ ગુહીલો કરતાં તો લાંબા જ થાય ૧૭૦૦ વર્ષ પણ આ જાપાનીઝ વંશની કોઈ વિગતો એની પહેલાની પ્રાપ્ત થતી નથી . જો પ્રદેશની વાત કરવાની હોય તો એ મેવાડ -મેદપાટ જે પ્રદેશ તો આનાથી પણ જુનો છે કે જેનો ઉલ્લેખ ક્યાંકને ક્યાંક પુરાણો કે મહાકાવ્યોમાં થયેલો છે જ. વાત વંશની છે પ્રદેશની નહીં . માન્યું કે ગ્રાન્ડ ઈમ્પીરીયલ હાઉસ જૂનું છે તો ઈજીપ્ત તો એનાથી પણ જુનું છે. અહી વાત ક્રીછીએ વંશની તો એ સંશોધન કરવું જોઈએ આ Yamato Dynastyને આપણને ઈસવીસન પૂર્વે ૬ સાંકળે ! હા …. આ રાજવંશના રાજાઓ- માણસો આજે પણ હયાત છે જ ! એ વાત પણ સાચી કે એની સ્થાપના ઇસવીસન પૂર્વે ૬૬૦મ થઇ હતી . થઇ હતી તો એમના રાજાઓના નામ જે ગુહિલવંશી રાજાઓની સાલવારી પ્રાપ્ત થાય છે એમ કેમ નથી થતાં . હવે કોઈ મને એ માટે જાપાન ના મોકલતાં એનાં માટે હોં ! ત્યાંથી કદાચ એની વિગતો મળી પણ આવે અથવા તો કોઈની પાસે જો હોય તો મુકજો ખરાં ! બસ આનાથી વધારે મારે સંશોધન નથી જ કરવું પણ જાણવાનું કુતુહલ જરૂર છે !
હવે વાત કટોચ રાજપૂતો -ક્ષત્રિયોની : આ રાજવંશ એ હિમાચલ પ્રદેશના કાંગરાનો છે. ત્રિગર્ત રાજ્ય જેનો ઉલ્લેખ મહાભારતમાં થયો છે ત્યાંના રાજાઓ અને ત્યાની પ્રજા એટલે આ કટોચ ક્ષત્રિયો. આ પ્રજાના જે રાજાઓ થયાં આધુનિક યુગમાં તે જ જગ્યાએ મહાભારતમાં ત્રિગર્ત રાજ્યના રાજાઓ રાજ્ય કરતાં હતાં. કાંગરા ફોર્ટની આજબાજુ જ ઉત્ખનન કરતાં આ કટોચ ક્ષત્રિયોના પુરાવાઓ મળી આવ્યાં છે. જેમનાં વંશજોએ પાછળથી કાંગરામાં રાજ કર્યું હતું, એટલે એમ જરૂર કહી શકાય છે કે આ રાજવંશ અને રાજ્ય એ ૧૧૦૦૦ વર્ષ જુનું છે. પણ એ રાહ જોઈ રહ્યું છે એનાં પર સત્યની મહોર વાગે એની ! કારણ કે કેટલાંક આધુનિક સંશોધનો જેમાં ઉત્ખનન અને આધુનિક ઉપકરણોની મદદથી કેટલીક આપણે ના જાણતા હોઈએ એવી વિગતો પણ બહર આવે છે. જેના દ્વારા જ એ ખબર પડી ચ્ચે કે ભારતમાં તે વખતે પાકિસ્તાન તો હતું નહિ આ વાત તો મહાભારત -રામાયણ કાળ પહેલાની એટલે કે માણસનું અસ્તિત્વ આવ્યું ત્યાર પછી થોડાં જ સમયની છે ! બાકી ….. મેં જે લખ્યું છે એ તદ્દન સાચું જ છે એમ હું બિલકુલ નથી માનતો. મારો હેતુ માત્ર જરૂરી માહિતી આપવાનો હતો તે મેં આપી બસ !
~ જનમેજય અધ્વર્યુ
Leave a Reply