ગ્રહણ – જનમાનસ પર, ગંદા રાજકારણ પર અને ૮૪ના દંગા પર લાગેલું એક કલંક
✔ આઈ સ્વેર !!!
હું આ વેબ સીરીઝ વિષે કશું જાણતો નહોતો
મારાં એક ખાસ મિત્રે જો મને નાં કહ્યું હોત તો કદાચ હું એક આવી સરસ વેબસીરીઝ જોવામાંથી વંચિત રહી જાત
જોત ખરો પણ બહુ સમય પછીથી
ડાઉનલોડ તો તે આવી કે એવી તરત જ મેં કરી લીધી હતી.
એ મિત્રે મને કહ્યું કે આ સીરીઝ્ઝ ખાસ જોજો તમને બહુ જ ગમશે !
આઠ એપીસોડની આ વેબ સીરીઝ જે મેં બે ભાગમાં જ ડાઉનલોડ કરી હતી
૧થી ૪ એપિસોડનો એક ભાગ અને ૫થી ૮ એપિસોડનો બીજો ભાગ
પહેલો ભાગ કાલે બપોરે જોયો અને બીજો ભાગ કાલે રાત્રે જોયો
બહુજ આવી મને આ જોવામાં રસ જળવાઈ રહ્યો એનાં કથાનક અને એની માવજતને કારણે !
શરૂઆતથી જ આ સિરીઝે પકડ જમાવી હતી
મને સ્કેમ -૯૨ પછી જો કોઈ શ્રેણી ગમી હોય તો તે આ જ છે !
એ માટે મારે મારાં ખાસ અંગત મિત્રને અભિનંદન આપવાં જ ઘટે !
✔ આ સીરીઝ શરૂઆતથીજ ધાન ખેંચે તેવી છે.
રાંચીના રેલ્વે સ્ટેશન પરના એક બ્રીજ પરથી શરુ થાય છે
ખુબ સુંદર શોટ છે રાંચીના રેલ્વે સ્ટેશનનો
એક સુરેશ જયસ્વાલ નામનો પત્રકાર છે તેની પાસે કેટલાંક દસ્તાવેજો છે જેની ખબર કોઈ બે જણને પડી જતાં
તેઓ તેનો પીછો કરે છે અને એ ભાગદોડમાં આપણને આખું રાંચી જોવાં મળે છે.
બે માણસો અનેએ આ સુરેશ જયસ્વાલને મારી નાંખે છે
પછી જ વાર્તા શરુ થાય છે
એક પંજાબી કુટુંબમાંથી જેમાં આ સિરીઝની હિરોઈન ઝોયા હુસેન (સીરીઝમાં આઈપીએસ અમૃતા સિંહ) અને નો મંગેતર જે કેનેડા રહેતો હોય છે એ અને અમૃતાના પિતા તીનપત્તી રમતા હોય છે ત્યાંથી શરૂઆત થાય છે .
થોડાંક રોમેન્ટિક સીન આવ્યા પછી જ ખબર પડે છે કે આ અમૃતા સિંહ એ પોલિસ અધિકારી છે
તે જય્સવાલની હત્યાનો કેસ સુલઝાવવા પ્રયત્ન કરે છે
આ વચ્ચે જ ખબર પડે ચી કે આ વાત તો ૮૪માં થયેલાં ડાંગની વાત છે
જેની ચર્ચા સમગ્ર શહેરમાં થતી હોય છે
✔ કેટલાંક શીખ માણસો દ્વારા જ આ ચર્ચા શરુ કરાઈ છે કે જેમણે અમૃતસરના ઓપરેશન બ્લ્યુસ્ટાર પછી પ્રધાનમંત્રી ઈન્દિરાજીની કરાયેલી હત્યામાં સંડોવાયેલા બીયંત સિંહ અને સતવંતસિંહ સામે આક્રોશ પૂર્વક સમગ્ર શીખોને કસૂરવાર ઠેરવવામાં આવે છે અને લોકોનો રોષ ભડકે છે અને તેઓ શીખોની હત્યા શરુ કરી છે. ઝારખંડમાં આ દંગા બોકારોમાં થયાં હતાં તેનો કેસ રી ઓપન થાય છે અને એમાં દોષીઓને સજા આપવાનું કામ આમૃતા સિંહને શિરે આવે છે. વર્તમાનની સાલ છે ૨૦૧૬ અને દંગાની સાલ છે ૧૯૮૪. આ ઇન્વેસ્ટીગેશન દરમિયાન અમૃતાને ખબર પડે છે કે આ દંગા તો એનાં પિતા (પવન મલ્હોત્રા)એ જ કરાવ્યાં હતાં . તે દ્વિધામાં પડી જાય છે કે આવું કેમ ? કરવું તો શું કરવું ? એના પિતા તો શીખ છે તો પછી આવું કેમ ? અબધુ એક જુના ફોટા પરથી ખબર પડે છે. જેમાં એના પિતાને દાઢી નથી ! એ પૂછે છે એના પિતાને પણ પિતા કશો જવાબ આપતા નથી . જે તપાસ ચાલતી હોયછે અને વર્તમાનની વાત વચ્ચે ૧૯૮૪નો બોકારોનો ભૂતકાળ આવે છે જ્યાં આ પવન મલ્હોત્રાનું નામ રસિકરંજન હોય છે અને એની એકપ્રેમ કથા છાબડા કુટુંબની પુત્રી સાથેની છે તેની વાત આવે છે. અત્યારની રાજનીતિમાં સંજય સિંહ નામનો માનસ જે વિરોધ પક્ષમાં છે તે જ આ દંગામાં સંડોવાયેલો હોય છે. આ દંગાનો માસ્ટર માઈન્ડ પણ તે જ છે.
✔ તે દરેકને મારવાના પૈસા આપે છે તેમાં આ રસિક રંજન જોડાય છે.
બોકારોથી શરુ થયેલી પ્રેમ કથા અને દંગાની વાત સાથે રાંચીનું શું કનેક્શન ?
વળી…. અમૃતા તેના પિતા સાથે રહેતી હોય છે માતા સાથે નહીં.
અમૃતા આ બધાનું મૂળ શોધવા બોકારો જવાનું નક્કી કરે છે
પિતા પવન મલ્હોત્રા તેને ત્યાં જવાની ના પાડે છે
એ એમ કહે છે કે આ સચ્ચાઈની ક્યારેય ખબર પોતાની પુત્રીને ના જ પડવી જોઈએ !
તેમ છતાં અમૃતા એક પોલિસ અધિકારી સાથે બોકારો જાય છે
જ્યાં તેને ઘણી ખબર પડે છે પણ મુળવાતની નહીં !
જે છેલ્લા બે એપિસોડમાં જ ખબર પડે છે !
શું છે આ સચ્ચાઈ શું છે આ રહસ્ય અને ખરેખર આ દંગા કોણે કરાવ્યાં હતાં તે તો તમે આ આખી વેબ સીરીઝ જોશો ત્યારે જ ખબર પડશે !
✔ આ સીરીઝને સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર કહી છે
જે એનાં દરેક એપોસોડનાં અંતે એનું કુતુહલ -રહસ્ય જળવાઈ રહે છે
એ આ સિરીઝની આગવી વિશેષતા છે
વળી આવો વિષય અડવાની કોશિશ કરી અનેમાં સફ્લાતાપુર્વક પાર પડયા તે બદલ દિગ્દર્શક રંજન ચંદેલને જેટલાં અભિનંદન આપવાં ઘટે એટલાં ઓછાં છે
ખુબ જ સુંદર દિગ્દર્શન છે એમનું !
આ સીરીઝ એ “ચૌરાસી”નામની સત્ય દવેની નવલકથા પર આધારિત છે.
આ સીરીઝમાં ૧૯૮૪ની પ્રેમકથા,૧૯૮૪નાં દંગા, અત્યારની ગંદી રાજનીતિ અને સાથેસ્થ દંગાનાં ઇન્વેસ્ટીગેશન એમ ચતુર્વિધ ફલક પર ચાલતી વેબસીરીઝ છે.
એક છાબડા કુટુંબે કેટલું વેઠયું છે તેનું આબેહુબ વર્ણન અને ચિત્રીકરણ આમાં થયું છે
✔દંગા અને બબાલ મુહુર્ત જોઇને નથી થતાં
ઈતિહાસ સમજવામાં આપણે પાછાં પડયા છીએ ….. આપણે એ જ ઈતિહાસ મમળાવીએ છીએ જે સમાચારમાં વારંવાર ચમકતો હોય.
ગરીબીને કારણે પૈસા ખાતર લોકો જ દંગામાં લોકો જોડાય છે બાકી કોઈને કશી પડી જ નથી હોતી કે આ દંગા કેમ થાય છે તે !
દંગા એ આસમાજીક તત્વોની રોજીરોટી છે જેનો લાભ સ્વાર્થી રાજકારણીઓ ઉઠાવતાં હોય છે
રાજકારણમાં બધું જ પૂર્વયોજિત હોય છે
એટલે જ તો સત્તા અને હત્યા સુધીની સફર એટલે રાજકારણ !
આ જ વાતને આબેહુબ વણી લેવામાં આવી છે આ સીરીઝમાં !
જે સૌને ગમશે જ એમાં બેમત નથી જ !
✔ આ સીરીઝમાં ઘણા લાગણીસભર દ્રશ્યો છે
સંવાદો મજબુત છે
સંગીત લાજવાબ છે
ફોટોગ્રાફી અદ્ભુત છે
પણ સૌથી સારું પાસું એમાં આવતાં દરેક કીરદારોનું કામ છે
આમ તો આ સીરીઝ બે મુખ્ય પાત્રો ઝોયા હુસેન અને પવન મલ્હોત્રાની આસપાસ ઘૂમતી જ આ સીરીઝ છે
આ સીરીઝ જોયા પછી હું અવશ્ય પણે કહી શકું કે —-
“વાહ પવન મલહોત્રા વાહ !”
શું સુંદર અભિનય આપ્યો છે એમણે !
ન બોલ્યા વગર ઘણું બધું કહી જાય છે પોતાનાં હાવભાવથી !
એ જ તો ટચુકડા ઇડીયટ બોક્સ માટે બનાવતી સિરીઝની ખૂબી છે !
ઝોયા હુસેન નામ અજાણ્યું નથી તમારાં માટે
એ ૨૦૧૭માં આવેલી મુક્કાબાજની હિરોઈન હતી તે લાલ કપટનમાં પણ અભિનય કરી ચુકી છે
જ કે નાના પડદે તે પ્રથમવાર ચમકી છે !
તેનું કામ કાબિલેતારીફ છે.
વામીકા ગાબ્બીનું કામ પ્રણયસભર દ્રશ્યોમાં ઘણું જ સારું છે
તે પણ સારું કામ કરી જાને છે એ સીરીઝમાં તેણે પુરવાર કરી આપ્યું છે
ત્રિકમ જોશીનું પણ કામ ઘણું જ સારું છે
આમ તો બધાં જ કલાકારોનું કામ સારું છે !
જે આ સીરીઝને સફળ બનવવા માટે પુરતું છે
✔ ગ્રહણ છેલ્લો એપિસોડ ઘણો ઘણો જ લાગણીસભર છે. જેમાં જ બધાં રહસ્યો ખુલે છે. એ એપિસોડ જોતી વખતે તમારાં આંસુઓને બચાવી રાખજો એ જોતી વખે કામ લાગશે !
✔ સાલા દંગા તો થતા થઇ જતાં હોય છે
પણ એનેની વેદના જેણે વેઠયું હોય તેને જ ખબર પડે ભાઈ !
બાકી આ દંગાની કેવી અસર થાય છે આપણા માનસપટ પર તેની કોઈને પણ ક્યાં ખબર હોય છે !
આવો વિષય લાવીને ઘણાં બધાં નિશાન એક સાથે સાધ્યા છે આ ગ્રહણે
✔ થોડીક જાણકારી આપી દઉં કે આ જ નામની એક શ્રેણી એ ૨૦૧૮ માં પણ આવી હતી
એટલે કોઈનું ધ્યાન આના પર નથી પડયું લાગતું !
બાકી દરેક એપિસોડને અંતે જન્મતું કુતુહલ -રહસ્ય, એની માવજત અને સંવેદનશીલ કથાનકને કારણે આ સીરીઝને IMDBએ ૮.૯ રેટિંગ આપ્યાં છે એ યથાયોગ્ય જ છે.
આ સીરીઝ ડીઝની + હોટસ્ટાર પર આવી હતી
એને પણ અભિનંદન જ ઘટે !
✔ આ સીરીઝ સમજવા જેવી છે જો સમજો તો સારી વાત છે
તમારું દંગા-ફસાદ પરથી મન જ ઉઠી જશે
જેમ મારું ઉઠી ગયું છે તેમ જ સ્તો !
વેદનાની વાચા હંમેશા આપણને અવાક બનાવે છે
આ સીરીઝ કોઈએ ના જોઈ હોય તો જોઈ કાઢજો બધાં
તમને સૌને એ ગમશે જ
આ સીરીઝના પોસ્ટરમાં જ કહેવાયું છે કે —-
” જો હુઆ ઉસે રોક તો નહીં બદલ તો નહીં સકતે પર દોબારા હોને સે ઉસે રોક તો સકતે હૈ !”
આટલું કરો તોય ઘણું છે !
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply