✔ તક્ષશિલા અને તેની આસપાસના પ્રદેશોમાંથી મોટી સંખ્યામાં બૌદ્ધ સ્થાનકો મળી આવ્યાં છે. તક્ષશિલાના અવશેષો ત્રણ ટીંબામાંથી મળી આવે છે. આ ટીંબાઓ ભીર,સીરક્પ, અને સીરસુખને નામે જાણીતાં છે. ભીર ટીંબાની પૂર્વે એક માઈલ પર ધર્મરાજિકા સ્તૂપ આવેલો છે. અશોકે બંધાવેલા સ્તુપોમાંનો એક છે. આ સ્તુપને ધર્મરાજિકા તરીકે ઓળખવામાં આવે છે. અશોકના અનેક નામોમાં “ધર્મરાજ” નામ પણ એક છે. આ સ્તૂપનું હાલનું સ્વરૂપ જોતાં તેને કુષાણ સમયથી વહેલો મૂકી શકાય તેમ નથી. સ્તુપની રચના અર્ધ ગોળાકાર છે. આખો સ્તૂપ ઉન્નત્સ્થાન (Platform)પર ઉભો કરવામાં આવેલો છે. સ્તૂપ રોડાં (Rubble)નો બનાવેલો છે. આ રોડાં અંદરના ભાગની જાડી દીવાલને આધારે રહેલાં છે અને બહારનો ભાગ ચૂનાના પત્થરમાંથી બનાવેલો છે. અંતરે અંતરે ગોખમાં ચૂર્ણ લેપનાં બુદ્ધ અને બોધિસત્વોની મૂર્તિઓ મુકવામાં આવેલી છે. મુખ્ય સ્તુપની ફરતાં બાધા-માનતાનાં (votive) નાનાં નાનાં સ્તૂપો અને મંદિરો છે. કેટલાંક સ્તૂપમાં કિંમતી તેમ જ અર્ધ કિંમતી પત્થરો, સુવર્ણ અને ચાંદીની ચીજો, સિક્કાઓ વગરે મુકવામાં આવેલાં છે.
✔ તેમના એકમાં ઇન્ડો-પાર્થિયન રાજા જેણે પર્શિયન રાજા પણ કહી જ શકાય છે. તેનું નામ આમ તો પારસી રાજાઓ સાથે બંધ બેસતું તો નથી જ તેમ છતાં તેને વિદેશી રાજા કહેવો ઉચિત ગણાય . પર્શિયન શબ્દ તો ગ્રીક અને યુરોપીય ઈતિહાસકારોએ પણ નથી વાપર્યો તે રાજાનું નામ અઝીઝ હતું અને તેના રાજ્યના ૧૩૬માં વર્ષમાં લખાયેલું લેખપત્ર છે. અ સ્તુપની ઉત્તરે વિહાર છે.
✔ આ જગ્યા અત્યારે તો પાકિસ્તાનમાં છે એટલે ત્યાં તો જઈ શકાય તેમ જ નથી. પણ ચાંદીના લેખપત્રે આ ગાંધાર – તક્ષશિલાને ઈરાનીઓ સાથે જોડી દીધું. બાકી સોનાની ટનબંધી આવક કરવેરા પેટે ઉઘરાવતી હતી તે વાત સાવ ખોટી ! આને લીધે આક્રમણ થયું જ નથી. આ ઈરાની આક્રમણ અને પછી સિકંદરના આક્રમણની વાત જ સદંતર ખોટી ઠરે છે.
✔ હેરિયોડોટસે કેટલાં ગપ્પાં માર્યા છે ? તે આના પરથી સાબિત થાય છે.
✔ હેરિયોડોટસે જે લખ્યું છે કે ગાંધારના તક્ષશિલા પ્રાંતમાંથી આમ તો એ વખતે તક્ષશિલા એ ગાંધારનું પાટનગર હતું તેમાંથી આટલી મોટી ખંડણી ઉઘરાવી હતી તે અલબત્ત ઇસવીસન પૂર્વે છઠ્ઠી સદીની હકીકત તો લાગે છે પણ તે કોઈ હિંદના રાજાએ ઉઘરાવેલા કરવેરા ને લગતી ન ગણાય પણ પરદેશી રાજાએ હિંદમાંથી વસૂલ કરેલ દંડરૂપે છે એટલે ન તો તેને વસુલાતી કર કહેવાય કે ન તેને હિંદના રાજાએ પ્રજા માથે ઠોકી બેસાડેલ કર ગણાય.
✔ હેરિયોડોટસની વાત બિલકુલ સાચી હોય એવું હું માનતો નથી. શરૂઆતમાં હિંદના રાજા કહેવું અને પછી પરદેશી રાજા કહેવું રાજ્યના નામમાં પણ ગોટાળો કરવો એ તો એમની ખાસ આદત છે. પાછળથી યુરોપીય ઈતિહાસકારો આ વાતને પ્રકાશમાં લાવ્યાં અને ૨૦મી સદીમાં ભારતીય ઈતિહાસકારો- વિદ્વાનો ! પાર્થીયા અને બેકટ્રિયા પર ઈરાની કબજો એ શંકાસ્પદ બાબત છે. બાકી એક લેખપત્ર પરથી પણ કઈ તક્ષશિલા પણ એમનાં કબજામાં હતું એ વાત પણ સાબિત તો નથી જ થતું ! નહીં તો ચાણક્યે આ વાત કરી જ હોત ને !
✔ આ વાતનો વધુ ઘટસ્ફોટ સિકંદરના ભારત પરના કથિત આક્રમણ વખતે વાત ! બાકી. ગાંધાર એ કોઈનાય કબજામાં નહોતું. અપૂરતી માહિતીને લીધે બધાંએ એનાં પર રોટલાં શેકી લીધાં છે !
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply