યુગ બદલાઈ રહ્યો છે… સતયુગ પછી દ્વાપર, ત્રેતા અને હવે આવી રહ્યો છે કળિયુગ પછીનો ગોર કળિયુગ… બહુ ઓછું તમને ઇ સાંભળવા મળશે કે વિચારોની સ્વતંત્રતા રહી છે…? છે ત્યાં બેફામ બફાટ છે, અને નથી ત્યાં નાની નાની વાતોમાં વિરોધ થઈ જાય છે…?
પ્રેમચંદ, મેઘાણી કે શહાદત હસન મંટો મળવા આ યુગમાં મુશ્કેલ તો ઠીક, પણ આવનાર સમયમાં સાવ અશક્ય જ થઈ જશે એમાં નવાઈ નથી. કારણ કે આજના યુગમાં વાસ્તવિક સ્થિતિ દર્શાવી જેમણે આઈનો બતાવી દિધો, એમને વિરોધ અને નફરતની આગ સિવાય કાય મળતું જ નથી. પણ, વાસ્તવમાં જેણે કર્યું છે, એમણે જ સાહિત્યની સાચી સેવા કરી છે એમ કહી શકાય. પણ આજના યુગમાં કદાચ અસુરક્ષિત અવસ્થામાં મહારથ હાંસલ કરવું શક્ય નથી. આજની માનસિકતા તો એટલી હદે બદલાઈ ચુકી છે, કે તમે વાસ્તવિકતા તો સાવ લખી જ ન શકો. કારણ કે વાસ્તવિકતા હંમેશા ક્યાંકને ક્યાંક કોઈકને તો આડકતરી રીતે ટાર્ગેટ કરતી જ હોય છે… (વાસ્તવમાં હોય છે સત્ય પણ બેમાંથી એકને તો વિરોધી લાગવાનું જ ને…? પણ આ વાત સમજે કોણ…? કોઈ પણ કથનમાં એકાદ વ્યક્તિનો ઉલ્લેખ આખા સમૂહ અને જાત, પાત, પક્ષ કે ધર્મ વિરોધી નિવેદન જ માની લેવામાં આવે છે. હવે તમે જ કહો આ હદ બહારની વિકૃતિ કહેવાય કે નહીં…?)
જેમ કે જો શોષિત વર્ગ બતાવવો છે, તો એનું શોષણ બતાવવું પણ જરૂરી છે. યુદ્ધ બતાવવા એના પ્રતિદ્વંધી બતાવવા જરૂરી છે, એજ પ્રકારે સાહિત્યના સર્જનમાં જાણી જોઈને નહિ પણ જાતિ, ધર્મ અને પક્ષ સંગઠન કે વર્ગનો સમાવેશ થઈ જ જતો હોય છે. મેઘાણી અને પ્રેમચંદની કોઈ પણ વાર્તાઓ વાંચી લો… મંટો વિશે તો કહેવું જ નથી કારણ કે એમને તો જીવનનો મોટો ભાગ કોર્ટ કચેરીઓમાં જ આપી દીધો છે, જેનું કારણ લેખનની ભાષાનું અશિષ્ટતા પણું ઓછું અને લોકોની માસિકતાનું વિકૃત પણુ વધારે દેખાય છે. આજ કાલ દરેક લેખનમા માનસિક વિકૃત લોકો પોતાને જોઈતો વિરોધ ઉપજાવી કાઢતા અને આંદોલનો પર ચડી જતા હોય છે. એવા વાતાવરણમાં મેઘાણી, મંટો કે પ્રેમચંદ જેવું સાહિત્ય સંભવ નથી.
મુદ્દાની વાત પર આવતા પહેલા આ બધું એટલે કહ્યું કે ચોરાસીની ઘટના પણ આવી જ અમુક તથ્યત્મકતા લઈને આવે છે. અહીં પણ ઘણું બધું આડકતરી રીતે લખાયું છે, સત્ય હશે છતાં સ્પષ્ટ લખી શકવું મુશ્કેલ બની ચૂક્યું છે. કારણ કે યુગ મુજબ સમયમાં આવતો ફેરફાર છે કદાચ…
ફિલ્મનો રીવ્યુ લખવા કરતા અમુક કથનનો સાક્ષાત્કાર કરાવીશ તો કદાચ વાર્તા અને રીવ્યુ કે કથાનક બંને વધુ સમજાશે. કારણ કે વાર્તા તો તમારે લેખકની મહેનતના માન ખાતર ખરીદીને જ વાંચવી રહી. પણ હા ઇનશોર્ટ સ્ટોરી કહી શકાય. ઋષિ અને ચડ્ડા સાહેબની દીકરી વચ્ચે જે પાકી રહ્યું હતું કે પાંગળી ચૂક્યું હતું એ યુવાનીની ભૂલ કરતા વધારે મેચ્યોર લાગણીઓ હતી. એમાં પ્રેમ અને સ્વીકાર બંને હતા. એમને એમ તો કાંઈ ઋષિ આવા ખતરાની ક્ષણોમાં એમને સાચવવા જીવ જોખમમાં ન મૂકે ને…? પણ આ બધાથી લોકોને કોઈ અર્થ નથી. પ્રેમના ગુણગાન આપણને સાંભળવા ગમે. વાસ્તવમાં તો આપણી માનસિકતા એટલી વિકૃત થઈ ચુકી છે, કે કબૂતરના યુગલને પણ આપણે પ્રેમલાપ કરતા અટકાવી દઈએ છીએ.
ચાલો સ્ટોરીના આંતરિક પડાવો અને ભાવો અમુક કથાનો દ્વારા જ ઉકેલવા પ્રયત્ન કરીએ.
■ પડોશી સિર્ફ ઇસ બાત કી રજાઈ ઓઢકર સોતે રહે થે કી ઇન સબ સે હમેં ક્યાં…?
આ બધું આપણી સાથે તો નથી થઈ રહ્યું. આપણે શું લેવા દેવા…? શા માટે કોઈના ઝગડામાં આપણે વચ્ચે પડવું જોઈએ. બસ આ જ માનસિકતા સતત આપણને માણસ અસ્તિત્વથી સરકાવી જાનવર અસ્તિત્વ તરફ ધકેલી રહી છે. આપણને આસપાસમાં ઘટતા ઘટનાક્રમોથી કોઈ ફરક નથી પડતો અથવા પડે છે તો પણ એને અવગણીએ છીએ. ઇન શોર્ટ આપણે મણસાઈનો માળીએ ચડાવવા તૈયાર થઈ રહ્યા છીએ. આજે કોઈકની વખતે આપણે માણસાઈ માળીએ ચડાવશું, ક્યારેક સમય આપણો ખરાબ આવશે અને ઇ લોકો પણ આ જ સ્થિતિ દાહોરાવશે. આપણને માણસાઈ, દેશ કે કોઈની ચિંતા નથી. આપણને માત્ર આપણી પડી છે, દેશ અંદરો અંદર જ વહેંચાઈ રહ્યો છે. અને આ જ વિવાદ કદાચ દેશના આવનારા ભવિષ્યને ધૂંધળું કરતું જઈ રહ્યું છે… સમજાય એને માટે…
■ નોકરને કહા કી ભૂલ્લર સાહબ કી બેટીને હી મુજશે કહકર મીઠાઈ મંગવાઈ થી. અફવાહ ફેલાને વાલે યહ તક ભૂલ ગયે થે કી ઉનકી બેટી ગુંગી થી વહ તો બોલ તક નહીં શકતી ફિર કહકર મીઠાઈ કેસે મંગવાઈ…?
કોઈકની પ્રતિષ્ઠા જોઈએ આપણને આનંદના સ્થાને ઈર્ષ્યા થાય છે. અને ઈર્ષ્યા આંધળી, પાંગળી અને બુદ્ધિહીન ભાવના છે. જ્યારે તમે કોઈકના પ્રત્યે ઈર્ષ્યા અનુભવો ત્યારે તમને એને પાડી દેવા સિવાય કાંઈ સૂઝતું નથી. જે ડાળી પર બેસીને તમે જીવનના એ મુકામ સુધી પહોંચી છો કે જ્યાં આ ઈર્ષ્યા પણ તમને સહજ મળે છે, સફળતા પણ મળે છે. છતાંય તમે ઇર્ષ્યાની બાનમાં આવીને તમારી જ સફળતાનાં પાંખ કાપી નાખો છો. તમને સમજાતું નથી કે શા માટે તમે આવું કરો છો, પણ એમાં એક પાશવી આનંદ મેળવી રહ્યા હોવ છો. તમે તમારા જ સાથે કોઈ રમત રમતા હોવ એવું લાગે છે ક્યારેક પણ ત્યારે તમને એ બધું નથી સમજાતું. નવલકથામાં પણ એવું જ છે, જ્યારે દંગા શરૂ થાય ત્યારે ભુલ્લર સાહેબનો નોકર જ લોકોને ચડાવવા અફવા ફેલાવે છે કે એમની દીકરીએ જ મને કહીને મીઠાઈ મંગાવી. આ કહેતી વખતે નોકર એ પણ ભૂલી જાય છે કે એમની દીકરી તો બોલી પણ નથી શકતી. કદાચ આ કટાક્ષ દ્વારા ઇર્ષ્યામાં અંધ માણસની પ્રકૃતિ વાંચકો સામે છતી થાય છે.
■ અફવાહ કી સબસે વિનાશકારી બાત યહ હોતી હે કી યહ નસો મેં લહુ કી જગહ નફરત ભર દેતી હે…
માણસ સ્વભાવ ધીરે ધીરે કાચા કાનનો બની રહ્યો છે. જેટલું જલ્દી સત્ય આપણે નથી સ્વીકારતા એના કરતાં બમણી ઝડપે આપણે અસત્યને સ્વીકારી લઈએ છીએ. કદાચ એક કારણ એવું પણ હોય કે અસત્ય ડર સાથે આવતું હોય છે, અને ડર સાથે થતી જુનુની ઈર્ષ્યા વિચારોની શક્તિ હણી લે છે. તમે મારવા મારવા પર ઉતરી આવો છો, અને જ્યારે તમે ગુસમાં હોવ ત્યારે જેટલી જલ્દી લોઈ નસોમાં ન ફરે એની બમણી ગતિએ તમારામાં નફરત ફરવા લાગે છે. કદાચ દરેક નરસંહાર અને રિયોટ્સ કે આવા આંદોલન, દંગા અથવા ટેરર અટેક્સમાં અફવાહ બહુ જલ્દી પ્રસરી જતી હોય છે. અને આ અફવાહ કેટલી જલ્દી વિકૃત બનીને અઢળક લોકોને અસરકારક રીતે સ્પર્શી જાય એની આપણે કલ્પના પણ નથી કરી શકતા.
■ જબ કભી દંગે હોતે હે તો મર્દ કો મુશ્કિલ અપની જાન બચાને કી હોતી હે લેકિન જબ સાથ ઓરત હો તો ઉસકી જાન સે જ્યાદા ઉસકી ઈજ્જત કી પરવા બડી હો જાતિ હે. ઓરત કે લિયે ભી અપની જાન બચાને સે જ્યાદા અપની અંદર કી ઓરત કો બચાના મુશ્કિલ હો પડતા હે..
આ વાત જ માણસ જાતની વિકૃત અને પાસવી વૃત્તિનું સમર્થન કરે છેમ સ્ત્રી ક્યારેય માધ્યમ ન હોઈ શકે તમારા રાક્ષસી અને પાસવી તત્વને બહાર લાવવાનું. સામાન્ય રીતે આપણે જે સમાજમાં છીએ ત્યાં સ્ત્રીની સન્માન એટલું બધું બડાવી ચડાવી દેવાયું છે કે બદલા કે વિનાશનું માધ્યમ પણ સ્ત્રી જ બને છે. કોઈકની સાથે દુશ્મનાવટ કાઢવી હોય તો પણ ઘણા બધા કીસ્સામાં સ્ત્રીઓને ટાર્ગેટ કરવામાં આવે છે. કોઈ પન્ન દંગા અને નરસંહાર જોઈ લો, ઇતિહાસ કે ભૂતકાળમાં પણ ડોકિયાં કરી લો. જ્યારે પણ યુદ્ધ અથવા આવા દંગા ભડકે છે ત્યારે એક મેકના સમૂહો સ્ત્રીઓને પણ ટાર્ગેટ કરે છે. કારણ કે સ્ત્રીનું માન સ્ત્રી અને પુરુષના માનસિક વિનાશ સમાન ઘણી લેવાયું છે. એનાથી મોટી જાણે કોઈ પીડા જ નથી હોતી જે તમે કોઈને આપી શકો. કદાચ આ જ માધ્યમ છે કે હત્યાના સ્થાને સ્ત્રીના શરીરને રંજાડી છોડી દેવાય છે. જ્યારે પુરુષને સીધા જ મોતને હવાલે કરાય છે. આ આખીયે સ્થિતિ અને પૌરુષી હીન માનસિકતા ઉપરના સંવાદમાં લેખકે આલેખી હોય એમ લાગે છ.
યુવા હૈયામાં થનગનતા પ્રેમને આ બનાવ ઉગતા પહેલા જ અસ્ત કરવામાં જાને સફળ નીવડે છે. જીવનના જોખમે જીવ બચાવનારને પણ જ્યારે જાનનો દુશ્મન ગણી લેવાય ત્યારે આનાથી વધુ બીજું કાંઈ વિચારવાનું રહેતું પણ નથી.
આવા ઘણા મુદ્દા છે, પણ કદાચ જે સ્થિતિ આધારિત આ નવલકથા છે, એ જોતાં ટૂંકમાં આ મુદ્દાઓ જ ઘણું કહી જાય છે. બાકી વધુ વાંચવા તમે પુસ્તક મંગાવીને વાંચી શકો છો…
~ સુલતાન સિંહ
Leave a Reply