કહું છું સાંભળને જીવન,
રાતની વાતનો એ દોર હજુ અધૂરો છે,
ભલે વીત્યો આ અંતરાલ,
વેલેન્ટાઈન ક્યાં થયો આપણો પૂરો છે,
વાત તારી મારી થઈ ભલે,
પણ ક્યાં મળ્યો હજુ કોઈ કિનારો છે,
ઠીક છે, પ્રેમ ભજવાઈ ગયો,
પણ સ્વીકાર હજુ તો માંગે સુધારો છે,
કોઈ ભય રહ્યો નથી હવે,
સમય પણ કેટ-કેટલીક હદે બિચારો છે,
તું તારું કહીશ, હુ મારુ,
પણ પ્રેમમાં ક્યાં જુદા જુદા વિચારો છે,
બસ હું એક, તું પણ એક,
પ્રેમમાં પડેલા તો દુનિયામાં હજારો છે,
આ ક્યારે કોને થઈ જાય છે,
કોઈનો ક્યાં અહીં સંરક્ષિત ઇજારો છે,
હુંય એકલો પડી ગયો હોત,
પણ મળ્યો તારો જ મને એક સહારો છે,
નફરત, ઈર્ષ્યા, આકર્ષણ વચ્ચે,
પ્રેમ પણ અહીં તો તરફડતો બિચારો છે,
~ સુલતાન સિંહ ‘જીવન’
Leave a Reply