-
કુમાર તો “કુમાર” હોય છે
ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં તો શ્રેયસ તલપડે ડાઇલોગ બોલે છે, તારી સરનેમ બરાબર નથી, તું એક કામ કર તારા નામ પાછળ કપૂર કે કુમાર લગાવ અને આવનારા જન્મમાં શાહરૂખ ખાન કપૂર સરનેમ સાથે જન્મે છે. જેનાથી પેલા મનોજ કુમારને માઠુ લાગ્યું હોવુ જોઇએ.
-
એક પ્રેમ આવો પણ ( પ્રકરણ – ૧ )
એણે હજી પણ મોંઢા પર એ કપડું પહેરેલું હતું… એક્ઝેટ બુરખો તો નહોતો, પણ ચહેરો પૂરો ઢાંકી દે તેમ એણે એ કાળું કાપડ બાંધ્યું હતું… અને એની પાછળ છુપાયેલી એની માંજરી આંખો સાથે થતો અર્જુનની આંખનો અકસ્માત અર્જુનના ધબકારા વધારી દેતા હતા.
-
સર્પ : આ પૃથ્વી પરનો પ્રથમ યોગી !!!
૯૦% પ્રોટિન્સ અને ૧૦% મેટલીક આયર્ન તથા એન્ઝાઇમ્સનું બનેલું ઝેર જ્યારે કોઇ જીવતા શરીરની રૂધિરાભિસરણ પદ્ધતિમાં દાખલ થાય છે ત્યારે તે શરીરની લોહી-વહન કરતી નળીઓ, કોષો, ચેતાતંત્ર અથવા તો સીધું હૃદય ઇત્યાદિ જેવી મહત્વની પ્રણાલીઓ પર હુમલો કરીને શિકાર અથવા તેના પર હુમલો કરનારનું મૃત્યુ નિપજાવે છે.
-
આઝાદી પછીનું પત્રકારત્વ : નાના ઘરની દિકરીનું મોટા ઘરમાં ઘરઘણું
આ પહેલા પ્રેસ કાઊન્સિલ ઓફ ઈન્ડિયા હતી જેણે કહેલું કે અમે સરકારની પોલમપોલ ખોલી પાડીશું તો સરકારે તેના પર હાથ રાખી દીધેલો તથાસ્તુ. એ પછી ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ એસોસિએશન બનાવ્યું કે અમે અમારૂ બતાવશું ! સરકારની તમામ હસ્તક્ષેપવાળી પ્રવૃતિ પર નજર રાખીશું, તો તેના હાથમાં સરકારે બે લાડવા મુકી દીધા.
-
અશ્વીની ભટ્ટની કોમેડી
‘હું ક્યાં પેશન્ટને જોવા આવ્યો છું, આપણે તો નવલકથા વિશે વાત કરવાની છે.’ અને દરેક લેખકની આ વિકનેસ હોવાની જ, તેમને આત્મ પ્રશસ્તિ જોતી જ હોય. અશ્વીની દાદાએ તેમને બેસાડ્યા અને બે કલાક અશ્વીની દાદા નવલકથા વિશે બોલ્યા.
-
અવેન્જર્સ ઈન્ફિનીટી વોર : એક ડાઈલોગમાં છુપાયેલુ રહસ્ય
ફિલ્મની સ્ટોરીલાઈનથી તો તમે બખુબી વાકેફ હશો. અવેન્જર્સ ઈન્ફિનીટી વોરની સ્ટોરીલાઈન થેનોસની આસપાસ જ ફરે છે. જે છ ઈન્ફિનીટી સ્ટોન મેળવવા માટે ગ્રહોને તબાહ કરતો હોય છે.
-
અનુરાગ કશ્યપનું સાહિત્ય વિશ્વ…
હું હંમેશાથી બીજા છોકરાઓ સાથે ભળી નહોતો શકતો. પિતાશ્રી ઉત્તરપ્રદેશના ઇલેક્ટ્રીસીટી વિભાગમાં કામ કરતા હતા. તેમની બદલી થયા કરતી હતી. મને જ્યારે પહેલી ઇંગ્લીશ મીડિયમ સ્કૂલમાં ભણવા માટે મોકલ્યો ત્યારે હું એકલો પડી ગયેલો.
-
અક્ષય કુમારના ટકાનું રહસ્ય ‘કંચના-2’
સિક્રેટ માટે રાહ જોવડાવતો એક એક સીન, હિરોનો ડાન્સ, હિરોઈનની કમર, વિલનનો ખૌફ અને અફલાતુન સ્ક્રિનપ્લે આ બધુ મિક્સર મસાલો થઈ ફિલ્મને યુટ્યુબ પર 100 મિલિયન વ્યુ પર પહોંચાડી શકે, જેમ કે ગયા વર્ષે રિલીઝ થયેલી સ્ટાઈલીશ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ દુવ્વડુ જગ્ગનાથ.
-
The Great Gatsby : મેક્સવેલ અને ફિઝરગેરાલ્ડનો પત્રવ્યવહાર
દુનિયાની સૌથી ક્લાસિક અને પ્રખ્યાત નવલકથાનું નામ તમે સાંભળ્યું હશે, ગ્રેટ ગેટ્સ્બી. કુમારપાળ દેસાઈએ ચારેક વર્ષો પહેલા તેના વિશે લખેલું. તે યાદો મારા મનસપટ પર થોડી ધુંધળી છવાયેલી છે. કોઈ ભૂલ હોય તો જણાવજો. કારણ કે ચારેક વર્ષ પહેલા મેં તેમાં મેક્સવેલ પરકિન્સ વિશે વાંચેલું.
-
૧૦ પુસ્તકો જેમણે પરિવર્તન આણ્યું
દર્શકની નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણી, સરસ્વતીચંદ્ર, પ્રિયજન, ધ્રૂવ ભટ્ટના પ્રકૃતિ પ્રેમ સહિતની કૃતિઓને દિલથી માણી છે. પણ આ ચોપડીઓ વારંવાર નથી વાંચી. મોટાભાગના ગુજરાતીઓએ તે વાંચી લીધી હશે.
-
શૌર્ય અને પ્રેમ ગાથા – જેસલ અને તોરલની વાત
દરેક પ્રદેશ, દેશ કે શહેરોની ભાતીગળ સભ્યતા, વ્યવસ્થા અને ઇતિહાસમાં કેટલીક અદમ્ય શૌર્ય ગાથાઓ પણ છપાયેલી હોય છે. એવું પણ કહેવાય છે કે આ શૌર્ય ગાથાઓ અને બલિદાનની કથાઓ જ આપણા વારસાને આજ સુધી જીવંત સ્વરૂપે સાચવવામાં મહત્વની બની રહી છે.
-
અતરાપી – ધ્રુવ ભટ્ટ ( પુસ્તક પરિચય )
તમારી પાસે આટલું બધું છે છતાં તમે સંસાર શા માટે છોડ્યો ? મારી પાસે જે છે તે મારામાં લાવવાની કોશિશ કરું છું.