કાવ્યગોષ્ઠી જ્યારે બંધ કરવું પડ્યું ત્યારે મનમાં બહુ મુંજારો ભરાઈ ગયેલો. મેં આજ સુધી કોઈ પણ ઉપાડેલું કાર્ય આટલું સહજ રિતે ક્યારેય નથી મૂકી દીધું… પણ આ કાવ્યગોષ્ઠી એ માત્ર આવેશમાં આવીને ઉપડેલો નિર્ણય હતો, એવું સમજાવા લાગેલુ… ચૌદ અંક સુધી ચલાવીને એને અંતે બંધ કર્યું, પણ એનું અસ્તિત્વ આજેય યથાવત રહ્યું હોય તો સર્જકના કારણે…
જ્યારે કાઈ જ ન હતું, ત્યારે મારે ક્યાંક મારો સમય કાઢવો હતો. જો કે સોશિયલ મીડિયાના યુગમાં સમય કાઢવા ઘણુંબધું હાથવગું હોય જ છે, પણ પ્રોડકટિવ ટાઈમ કેમ કરીને કાઢવો એની વિચારધારમાંથી સર્જકનો જન્મ થયો. અને લગભગ કાવ્યગોષ્ઠી વિસર્જનના એક વર્ષ પછી સર્જકનો સર્જનાત્મક અને વાસ્તવિક પાયો નંખાયો.
જ્યારે આ શરૂ કર્યું ત્યારે કાંઈ જ ખબર ન હતી કે શું થશે… કારણ કે મફતમાં કામ કરવું આજકાલ આ વિચાર જ કોઈને ગળે નથી બેસતો, એટલે ન તો કન્ટેન્ટ સરળતાથી મળે છે કે ન વાંચક… પણ વાસ્તવમાં સર્જકનો પ્રવાહ આ વિચારધારાને ખોટી સાબિત કરે છે. જેને ખરેખર લખવું છે એ લખે જ છે, અને જેને ખરેખર વાંચવું છે એ વાંચે જ છે. નહીં તો સર્જકે આવક પણ ભડકાઉ કે હલકી કક્ષાનું માર્કેટિંગ કરીને ક્યારેય કોઈને સર્જક પર આવવા પ્રેરયા નથી સિવાય કે સામાન્ય આવકાર અથવા કન્ટેન્ટ શેર કરવા સિવાય…
છતાંય સર્જક આજે 30k કરતા વધુ યુનિક મુલાકાતીઓ ધરાવે છે.
20 કરતા વધુ કવિઓ સર્જક સાથે જોડાયેલા છે.
10 કરતા વધારે લેખકો જોડાયેલા છે.
તેમજ 25+ વિષયોને આવરીને સર્જક પોતાનું કામ કરી રહ્યું છે. જેમાં અત્યારે હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષા સામેલ છે.
અત્યારે સર્જક પર 1500 કરતા વધારે કવિતા અને લેખો પ્રકાશિત થાય ચુક્યા છે, 300 કરતા વધારે પોસ્ટ શિડયુલ થઈ ચૂકી છે, 1500 કરતા વધારે પોસ્ટનું કન્ટેન્ટ નજર નીચેથી નીકળવા માટે હજુ પણ પડ્યું છે. પણ એનું જોઈતું માર્કેટિંગ નથી થઈ શક્યું, એનું એકમાત્ર કારણ છે હલકી ગુણવત્તા વાળા કન્ટેન્ટ અને માર્કેટિંગ સ્ટ્રેટેજી બેયથી મેં બનાવેલી દુરી. મેં બહુ પહેલા જ નક્કી કરી નાખ્યું કે સર્જકમાં નાખેલા રૂપિયા ભલે સાવ જ ડૂબી જાય પણ સાવ થર્ડક્લાસ અને ખોટું માર્કેટિંગ તો નહીં જ કરું. જો કે સમય અભાવે જોઈતું માર્કેટિંગ પણ નથી જ થઈ શકતું. પણ સમય હંમેશા એનું ફળ આપે જ છે. ઘણી એવી સાઈટો છે જેમને કન્ટેન્ટ નથી મળતું, પણ મને સર્જકમાં એવો પ્રશ્ન ક્યારેય નથી નડ્યો. ઉલ્ટાનું આવેલું કન્ટેન્ટ પબ્લિશ કરવામાં સમય ખેંચાઈ જાય છે. કારણ કે ટીમનો અભાવ અને સમય વ્યસ્ત જીવનમાંથી કાઢીને સર્જકમાં નાખવાનો હોવાથી ઘણું બધું અવનવું ચુકી જવાય છે.
આજે સર્જક સાથે કવિઓ અને લેખકોનો એક આખો સમુહ જોડાયેલો છે. બહુ વિશાળ તો ન કહી શકું પણ સીમિત સંખ્યાનું અઢળક કન્ટેન્ટ મને મળી ગયું છે. મયુર ખાવડું, તુષાર દવે, લક્ષ્મી ડોબરીયા, અનિલ ચાવડા, સિદ્દીક ભરુચી, મિત્તલ ખેતાણી, જન્મેજય અધવર્યું, કિરણ શાહ, રેખા પટેલ, જય ગોહિલ, ભગીરથ જોગીયા જેવા અનેક જાણીતા લેખકો, ભાવકો અને વાંચકોએ સર્જકને જે સાથ આપ્યો છે એ અભિનંદનને પાત્ર છે. કારણ કે સર્જક પોતાની વિચારધારાના કારણે એવો બેન્ચમાર્ક અથવા ફેક વાંચકવર્ગ કે વિજીટર વર્ગ ઉભો કરી શક્યું નથી. અહીં આવનારા કા તો નિયમિત વાચક હોય છે, કા તો વાંચન માટે થઈને જાતે આવેલા વિજીટર હોય છે. સર્જક સાથે નવા ચહેરાઓ પણ ટુંક સમયમાં જોવા મળશે. જેમાં ઘણા નામો છે જેમને લગભગ લોકો ઓળખે છે…
વધુ કહેવા શબ્દો નથી… સર્જક પર આપેલા સમય બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર…😊
અસ્તુ…
Leave a Reply