લેડીઝ ફર્સ્ટ – પણ કેટલી…?
આ કહેવતનો હેતુ એવો નથી કે MBBS થયેલા પુરુષને ઓપરેશન થિયેટરના બહાર ઉભો રાખીને દશ પાસ સ્ત્રીને ઓપરેશન કરવા અંદર મોકલી દેવાય. કારણ કે લેડીઝ ફર્સ્ટની વાત કરતા, પેશન્ટના જીવનની સુરક્ષા વધારે જરૂરી છે. જો આ હદ સુધી આ સૂત્રને વળગી રહેવું પડતું હોય, તો આ સૂત્રનો કોઈ જ અર્થ રહી નથી જતો. ઉલ્ટાનું આ સૂત્ર અન્યાયનું પ્રતીક બની જાય છે.
યાર દરેક વાતનો અમુક અર્થ હોય છે, અમુક મર્યાદાઓ હોય છે, અમુક ઉદ્દેશ્ય હોય છે, અને અમુક પ્રકારની એના પાલન દ્વારા હેતુ સિદ્ધિની આશાઓ હોય છે. પણ જ્યારે આ માન્યતાઓ જડ બને છે ત્યારે…? ત્યારે એ જ પરિસ્થિતિ ઉભી થાય છે, જે મેં પ્રથમ ફકરામાં કહી છે…
ભારતમાં આવા તો ગણાય કથનો સમય સાથે અસંવિધાનીક કાયદાઓ બની ગયા છે. દરેક જગ્યાએ ગધેડાને આગળ લાવવા ઘોડાને બાંધવામાં જ આવે છે, પણ વાસ્તવમાં આ વિકાસ કહેવાય ખરો…? કોણ જાણે આ વિકાસ છે કે નહીં, પણ ભારતમાં તો આ જ પ્રકારની માનસિકતા કેળવાઈ છે. વિકાસ કરવા માટે કે સમાનતા લાવવા માટે નીચલા સ્તરના વ્યક્તિને એની આવડત વધારવા પર બળ આપવું જોઈએ, ન કે એની કામજોરીયો સાથે સ્વીકારીને એને હોશિયાર હોવાનો ખોટો દિલાસો આપવો જોઈએ. કારણ કે આ દિલાસો એના ભવિષ્યને પણ માનસિક રીતે કમજોર બનાવી દે છે. બે લીટીઓ સરખી કરવા એકને ભુસવી પડે, એના કરતાં કેમ ન અન્ય લીટી વધુ ખેંચાય એની રાહ જોવી અથવા એને લાંબી કરવાના પ્રયત્નો કરવા જોઈએ. વાસ્તવિક વિકાસ ત્યારે જ શક્ય બને છે જ્યારે ઘોડો એની જ ગતિએ દોડતો રહે અને છતાં ગધેડો પોતાની તનતોડ મહેનત દ્વારા એને હરાવે… ખરેખર એવા ગધેડાને જ લોકો ઘોડા કરતા શ્રેષ્ઠ ગણે છે. સ્વીકારવું જ પડે છે, સત્ય ક્યારેય અસ્વીકારી શકાતું જ નથી. સત્ય તો સ્વયં શિવને પણ એ સ્વીકારવા માટે મઝબુર કરવાની ક્ષમતા ધરાવે છે, તો પછી માણસ કઈ જમીનનો પાક છે…? પણ, એકને બાંધીને જો બીજાને દોડાવવામાં આવે, તો એ રેસમાં વિજેતા ભલે ગધેડો બને, પણ જીત તો એ ઘોડાની જ ગણાય છે. કારણ કે ઘોડાને બાંધ્યો અથવા બાંધવો પડ્યો એનો અર્થ જ એ સાબિત કરે છે, કે ગધેડામાં એની બરાબરી કરવાની ક્ષમતા કે ત્રેવડ જ નથી. પણ, ગધેડાઓને ઘોડાના પગ બાંધીને થતી રેશમા મળતી આવી જીત ગમે છે. ગધેડાઓ આ જીતને પોતાની જીત સમજે છે, પણ વાસ્તવમાં તો આ પણ એમની ક્રૂર મશ્કરી જ હોય છે. આ તો ચક્રવ્યૂમાં અભિમન્યુને ઘેરીને મારી નાખવા જેવી નીચતા છે, અન્યાય છે, અને આવું આચરણ જ માણસાઈના વિરોધમાં ઉઠેલું ડગલું છે.
બુધવારનો દિવસ, ગુરુવારની રજા હોવાથી સામાન્ય રીતે આજના દિવસે સૌથી વધુ કામ હોય. પણ, આવા સમયે પણ ભારતીયની ગુણોની ભરમાર આંખો સામે આવ્યા વગર જ ન રહે.
થયું એવું કે કોર્પોરેશન બેંકમાં સ્ટેટમેન્ટ અને એક્સીસ બેંકમાં ક્રેડિટ કાર્ડના પૈસા ભરવા જવાનું થયું. (ઇટ્સ ઓલસો અ ઓફિશિયલ વર્ક – કારણ કે એ ક્રેડિટ કાર્ડ ઓફિશિયલ ઉચ્ચ અધિકારીનું હતું. અને આમ પણ પર્શનલ હોય તો પણ એનાથી થતી સમયની કપાતનો અસર ઓફિસના કામ પર ઓબવીયસલી વર્કિંગ હવર દરમિયાન પડે જ…)
એક્સીસમાં લાઇન હોવું એ કાયમી છે. અહીં પોતાના પૈસા ભરવામાં પણ તમારે માંગવા ઉભા હોય એમ સતત લાઇનોમાં ઉભું રહેવું પડે. (અહીં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જેવી બેંકોનું નામ લેવું યોગ્ય નથી. કારણ કે આ બેંકમાં તો વર્કિંગ સ્ટાફ હોતો જ નથી, અહીં તો જાણે બધા યુનાઇટેડ સ્ટેટ્સના મેમ્બર્સ જ બેસે છે. એમનો પગાર ૫૦૦૦ હોય કે ૫૦૦૦૦, પણ રુઆબ પીએમ જેવો જ હોય. ન તો તમને સમયસર ધ્યાનમાં લે કે ન તો એ લોકો તમારી વાતને ધ્યાનમાં લે. સામાન્ય પૂછપરછ માટે પણ જો એમનું ચાલે, તો ત્યાં સુધી તમને લાઈનમાં લગાડી દે. જો કે અહીં અપવાદો પણ હોય છે, એટલે સારા એવા અમુક લોકોએ આમાં પોતાની જાતને જોડવાની કોશિશ ન જ કરવી. કારણ કે યે ભી સચ હે કી હર ખાખી કો તો ખરીદા ભી નહીં જા શકતા ના…?)
ઓકે, તો વાત જરાક એમ થઈ કે હું ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરવા માટે ૭માં ક્રમે લાઇનમાં ઉભો રહ્યો. દરેક બેંકની જેમ કેશ કાઉન્ટર બનાવેલા તો બે, પણ કામ તો એક જ કરે. (ભારતમાં દરેક ક્ષેત્રે ખાનગી કે સરકારી, પણ સવલતો તો હાથીના દાંત જેવી જ હોય છે. કારણ કે ચાવવાના તો દેખાય નહીં અને જે દેખાતા હોય એ ખાલી દેખાવના જ હોય, એનાથી કાંઈ ખોરાક ચાવવાનું તો વિચારી પણ ન જ શકાય ને…?) મારો નંબર સાતમો એટલે ૧૦ મિનિટમાં કામ પતી જ જવું જોઈએ. પણ સમય પર કામ થઈ જાય તો પછી અમેરિકા જેવી ફીલિંગ્સ નો આવી જાય મનમાં, એટલે બેન્ક તમારા આ વિશ્વાસની ઉડાનને બરાબર પકડમાં જ રાખે છે. ટેબલ તો હોય કેશનું, પણ લગભગ મોટાભાગના કામ અહીંથી જ થાય. સ્ટાફ વાળા જ્યારે ત્યારે વચ્ચે ઘૂસી જાય અને વાતો વ્યવહારોમાં ટાઈમ બગાડે. હજુ ઓળખાણ વાળા તો બીજા ક્રમે છે હો, દોસ્ત, ક્લીગ્સ, કાયમી લોકો આ બધાનું પતે પછી છેક સામાન્ય ગ્રાહકને દર્શન મળે. થયું પણ એવું જ સતત સમય વિતતો રહ્યો. પણ, લાઇનમાં હું તો ૭મો ને ૭મો જ હો. એક લેડી આવી ત્યારે જ ખબર પડી કે અહીં લેડીઝ લાઇન અલગ છે. જો કે ભારતમાં દરેક છૂટનો ભરપૂર ઉપયોગ થાય. મારા કરતાં ૨૩ મિનિટ લેટ આવેલા માસી પૈસા ઉપાડીને રવાના થઈ ગયા અને હું હજુ ૭મા થી છઠ્ઠા ક્રમે માંડ આયો. સતત અંદરનું કામ ચાલતું રહ્યું અને બીજી બે બેહેનો પણ એક અંદાજે ૩૭ મિનિટ લેટ અને ૫૨ મિનિટ લેટ આવેલી બેન પણ સ્ત્રી લાઇનના ફાયદે વ્યવહાર પતાવી ગઈ ત્યાં સુધી હું હજુ ત્રીજા ક્રમે વારી આવવાની રાહ જોતો ઉભો હતો. મનમાં ઘણા વિચારો આવ્યા કે આ VIP સેવાનો અર્થ શું…?
લેડીઝ ફર્સ્ટ એ વાત બરાબર, પણ એનો અર્થ એવો નહીં જ ને કે કલાક પહેલાં આવેલા પુરુષ કરતા બે મિનિટ પહેલા આવીને ઉભેલી સ્ત્રીનું કામ થઈ જાય. એને ઘરે કામ હોય તો પછી પુરુષને પણ કામ તો હોય જ ને…? સમય તો સ્ત્રી પુરુષમાં ભેદ નથી કરતો, સંવિધાન પણ સ્ત્રી પુરુષમાં ભેદ નથી કરતું તો આ VIP સેવાનો અર્થ શું…? હા, ઠીક છે જો બંને સાથે આવ્યા હોય તો લેડીઝ ફર્સ્ટ ભલે હોય પણ સમયની અસમાનતામાં પણ લેડીઝ ફર્સ્ટના કથનને જ વળગેલું રહેવાનું…? પેલી બાયું બધી ત્રણ ત્રણેક મિનિટના અંતરાલમાં કામ પતાવીને નીકળી ગઈ, અને આયા અમેં દશમાં, સાતમા, ત્રીજા અને વારો આવવા સુધી ક્રમના ક્રમિક સિડ્યુલમાં દોઢ કલાક પગ દુઃખાડતા રહ્યા… લો બોલો… તોય પેલી બાય પાછળથી આવતી બાયને જોઈન કે પેલા બેનને આવવા દેજો… એટલે હવે ખોપડી ગઈ… ‘બેન લેડીઝ ફર્સ્ટનો અર્થ એવો ન હોય કે પુરુષો નવરા હોય છે, હું ઓફીસ હવરમાં છું. દોઢ કલાક તો થયો હજુ કેટલું ઉભું રેવાનું…? પેલા બેન હાલ આવ્યા છે, મારી પાછળ કેટલાય કલાકથી ઉભા છે, બેન જરાક રાહ જોઈ શકશે. કારણ કે અમે દોઢ દોઢ કલાક એ કરી ચુક્યા છીએ.’
અને દુર્યોધનના શાંખો ફૂંકાઈ ગયા. બબાલ થાય એ પહેલાં પાછળથી સુરમાં સુર પુરાયો એટલે કેશ કાઉન્ટર વાળી સહેજ શાંત પડી. અંતે ૧ કલાકને ૩૩ મિનિટે હું કામ પતાવીને બહાર આયવો. હે ભગવાન, બે ઘડી તો એમ થયું કે ભારતમાં આ VIP વાળો કાયદો સંવિધાનની કઇ કલમમાં છે ઇ એક વાર તપાસી લવ… પણ, પાછું યાદ આવ્યું, સંવિધાન તો ખાલી હેમ ખાવા છે. એનું પાલન ભારતમાં કોણ કરે છે…? જ્યાં હપ્તા ખાઈને જીવતા સરકારી અફસરો કાયદા શીખવતા હોય ત્યાં કાયદા અને સંવિધાનની શુ દશા હોય એ સમજવું બહુ સરળ છે…? સાવ એવું જ કે સિગાર ફૂંકતા ફૂંકતા એક ભાઈ લોકોને કહે છે કે સ્મોકિંગ હાનિ કારક છે…
ખરેખર… લેડીઝ ફર્સ્ટ બહુ સાચું જ છે, પુરુષે મહિલાને પ્રાથમિકતા આપવી જ જોઈએ પણ એના માટે ઘણા ક્ષેત્રો છે. આવા સામાન્ય સ્થળો પર જો આ વાતને લઈને બેસીસુ તો તો ભાઈ થઈ રહ્યું તમારું કામ. લેડીઝ ફર્સ્ટ ત્યાં માન્ય રાખવું જ્યાં એ સ્ત્રીના હિતમાં હોય, અને પુરુષને એનાથી ફર્ક ન પડતો હોય. કારણ કે જ્યારે જ્યારે એકને ખુશ કરવા બીજાની સ્વતંત્રતા પર પ્રતિઘાત થાય ત્યારે બળવો થવાની સંભાવનાઓ વધતી જાય છે. વિષેશાધિકાર એ અસંવિધાનીક છે. કારણ કે સંવિધાન તો પ્રધાનમંત્રી ને પણ પ્રજામાનો જ એક વ્યક્તિ તરીકે સ્વીકારે છે. તો પછી આવા સંજોગોમાં આવી તર્ક વિહોણી માનસિકતા લઈને બેસવું ખરેખર નિરર્થક અને અન્યાય પ્રિય હોય છે.
સો, ફાઇનલી. સ્ત્રીને વિષેશાધિકાર આપવાના સ્થાને સમાન અધિકાર અને દ્રષ્ટિકોણ આપવો એ આપણો વાસ્તવિક ધ્યેય છે. કારણ કે સ્ત્રી કે પુરુષ બે માંથી જ્યાં સુધી એક પણ વિષેશાધિકાર ભોગવશે ત્યાં સુધી સમાનતાની વાત પોકળ સાબિત થતી રહેશે. સમાનતા ત્યારે આવશે જ્યારે સ્ત્રી પુરુષની લાઇન એક હશે, સ્ત્રી પુરુષનું અસ્તિત્વ એક સમાન હશે, સ્ત્રી પણ એ જ સ્વતંત્રતા જીવશે જે પુરુષ જીવે છે, સ્ત્રી ભૂખી નજરોથી પોતાને મુક્ત કરી શકશે, સ્ત્રી પણ પોતાને પુરુષ જેટલી જ સુરક્ષિત મહેસુસ કરી શકશે… વાસ્તવમાં સમાનતાની રાહ કાઇક આ પ્રમાણે વિચારવામાં આવશે ત્યારે જ હકારાત્મક પરિવર્તનો આવશે… બાકી… વિષેશાધિકાર એ પણ એક પ્રકારે અસમાનતાનું જ પ્રતિબિંબ રજુ કરે છે. વિષેશાધિકાર સામાન્ય માણસ કરતા એ માણસને અલગ અસ્તિત્વ આપે છે, જ્યાં અસમાનતા સતત વધે છે, ઘટતી નથી…
સો, લેડીઝ ફર્સ્ટ… ઇટ્સ આ કુલ આઈડિયા…
પણ, કેટલી ફર્સ્ટ…?
આ સમજવાની જરૂર છે…
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૦૯:૨૩, ૬ જૂન ૨૦૧૮ )
Leave a Reply