કેટ્ટી એન્ડ રિવેન – ફેન્ટસી એન્ડ ફ્રીડમ
આજના આ વર્તમાન સમયમાં આ વાત કોણ સ્વીકારી શકવાનું, કે પ્રેમ એ માત્ર લાગણીઓનો સબંધ છે. એને સેક્સ કે શારીરિક અધિકાર સાથે કોઈ સંબંધ જ નથી. કદાચ આ વાત સ્વીકારી તો લેવાશે, પણ માત્ર વિચારોમાં. વાસ્તવિકતામાં તો પ્રેમનો પર્યાય જ શારીરિક અને અધિકારત્વનો સંબંધ છે. જો કે ભારતમાં તો પ્રેમનો પર્યાય ગણાતો લગ્ન જેવો શબ્દ એ એવો શારીરિક અને વ્યક્તિક અધિકાર આપતો ખરડો છે, જેને સમાજની કોઈ જ કોર્ટમાં પડકારી પણ શકાતો નથી. કોઈ પ્રકારના ન્યાય સ્થળો અથવા પોલીસ સ્ટેશનોમાં એના અધિકારત્વને ફોક સાબિત કરી શકાતો નથી, કારણ કે આ સામાજિક ઠેકેદારો જ તો સરકારના પણ ટેકેદારો બનીને બેઠા હોય છે.
આ વાત છે એક સેક્સ વર્કરની. એવા સેક્સ વર્કરની નહીં કે જે ભારતની રાતા રંગે જગમગતી ગલીઓમાં લોલુપ નજરે પોતાના ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે. પોતાના સ્તનના ઉભારોને ખુલ્લા કરીને પણ કે પછી ચાલ્યા જતા પુરુષોના ગુપ્તાંગોને સ્પર્શીને પણ એમને ખરીદી રૂમમાં જાયફત માણવા માટે બોલાવે છે. કારણ કે દિવસના અમુક રૂપિયા ન કમાઈને આપે તો, બિચારી રાત્રે મહેનતના અમુક રૂપિયા પણ ઘરભેગા નથી કરી શકતી. અહીં રાતા રંગે ઝગમગતી ઘણી રાતરાણીઓ સમાજની ખોખલી રીત ભાતોથી પીડાયેલી હોય છે, તો કેટલીક સગા સંબંધીઓ દ્વારા છેતરીને વેચાયેલી. કેટલીક બળાત્કારનો ભોગ બનેલી હોય છે, તો કેટલીક બિચારી ગરીબીના ભરડે લેવાયેલી અને પરિવારનું પેટ પોષતી વાસ્તવિક સતિઓનો અવતાર.
જો કે દરેક સ્ત્રી પવિત્ર નથી હોતી, પણ સ્ત્રીત્વનું સર્જન જ પવિત્રતાનું પ્રતીક મનાય છે. અને અમુક સ્ત્રીઓ સાક્ષાત પવિત્રતાની ઓતપ્રોત જ્યોત હોય છે, પણ હું એમને સતી એટલે કહી શકું છું. કારણ કે એ વેપારમાં પણ પોતાનું ભૌતિક શરીર જ ગ્રાહકને વેચે છે, પોતાનું વાસ્તવિક આત્મસન્માન તો સદાય શુદ્ધ જ રાખે છે. એમના માટે સેક્સ ક્યારેય એટલું વિકૃત કૃત્ય તો નથી જ હોતું, જેના માટે પોતાને સામાજિક ઈજ્જતદાર ગણાવતા લોકો દ્વારા થતા પાપ કર્મો એ કરી શકે. સેક્સ એ એમના માટે પેટ ભરવાનો રસ્તો માત્ર છે. એમના માટે બે પગ વચ્ચે કોઈ જ યોની માર્ગ નથી, પણ પેટ ભરવાનો ગલીયારો જ ત્યાથી પસાર થાય છે. એમના માટે સ્તનના ઉભારો પણ સંવેદનાના સર્જક ઓછા અને પોતાના ગ્રાહકોને લાલચાવતા માર્કેટિંગ માટેના એડવર્ટાઈઝમેન્ટ બોર્ડ વધારે છે. ખરેખર જો પરિવાર માટે, આત્મસન્માન માટે અથવા જીવવા માટે જો દેહ વેચવા સિવાય કોઈ માર્ગ જ ન બચતો હોય તો, એવી સ્થિતિમાં આ કાર્ય ક્યારેય નિમ્ન સ્તરનું ન ગણાય. જે લોકો બંધ બારણાં પાછળ નગ્ન થઈને શરીફાઈનો ભેખ ધરે છે. એજ સંસારના તપસ્વી અને ઈજ્જતદાર લોકો સામે આ સતીઓ પોતાના શરીરને નગ્ન કરીને સ્વ ગુજરાન માટે શરીર ચૂસાવે છે. કદાચ આ એજ પડદા પાછળની સતીઓ હોય છે, કે જે સમાજના વિકૃત માનસિકતા ધરાવતા લોકોને સમાજમાં માણસ બની રહેવામાં પોતાનું શરીર નિચોડી સહાય કરે છે. આ સતીઓ પોતાના શરીરો ધરીને એવા હજારો આંગણાના પુત્રી રત્નોનો કિલકાર સંસારમાં બેખૌફ ગુંજતો રાખે છે. કારણ કે જો વિકૃતિમાં ઓતપ્રોત શૈતાનો પોતાની ભૂખ અહીં ન સંતોષી શકે તો જરૂર એ લોકો સમાજ અને સામાન્ય સ્ત્રી તત્વો તરફ ભૂખી આંખે ખાઈ જવા મજબુર બની જાય.
પણ, ગમે તે હોય… આપણે અહીં વાત કરવાના છીએ મોલેસકી કેટ્ટી અને નોંદુસ્ક રિવેનની. કેટ્ટી એ અત્યાર સુધી નિર્મિત ૧૨૩થી વધુ રજુ થયેલી પોર્ન મુવીની પોર્ન સ્ટાર છે, જ્યારે રિવેન એ પોર્ન મુવીઓ બનવતા એક મોટા ગજાના ડાયરેક્ટરની પત્ની છે.મોલેસકી કેટ્ટી એ નેલ્સન ડોકની પત્ની છે. જ્યારે રિવેનના પતિનું નામ અહીં થેલ્સ વિન્સલેટ છે.
જ્યારે પણ કોઈ શારીરિક સેક્સ અને પ્રેમ વિશે પૂછે છે, ત્યારે કેટ્ટી પોતાના કથનોમાં હંમેશા એવું જ કહે કે એ પોતાના પતિ નેલ્સન ડોકને બેફામ પ્રેમ કરે છે અને આગળ પણ જીવનભર કરતી રહેવાની છે. આ વાતને કેટ્ટી અને ડોક બંને જાહેરમાં સહર્ષ સ્વીકારે પણ છે. કેટલી વિચિત્ર વાત છે. સામે રિવેન અને એના પતિ વિન્સલેટનું પણ બરાબર એવું જ મંતવ્ય છે. રિવેન એના પતિ વિન્સલેટ સાથે જ ફિલ્મ મેકિંગમાં સહકાર પણ આપે છે. એની આંખો સમક્ષ એના પતિ દ્વારા આ બધું શૂટ થાય છે, પણ રિવેનને એનાથી કોઈ વાંધો નથી હોતો. ખરેખર વાસ્તવિક સ્વતંત્રતા, વાસ્તવિક પ્રેમ અને વાસ્તવિક અભિવ્યક્તિની આઝાદી તો વિદેશમાં રહીને એ લોકો જ જીવી રહ્યા છે. આપણે તો અહીં માત્ર સ્વતંત્રતાના નામે માનસીકતાના ગુલામ બનીને સડી રહ્યા છીએ. આ સડો સતત વધુને વધુ વિકૃતિ ફેલાવતો જઇ રહ્યો છે. આ બધું વિચારીને જ મને તો કેટલાક પ્રશ્નો થઇ આવ્યા, કે શું ભારતની સંસ્કૃતિ એટલી હદે વિકૃત છે…? કે કેટ્ટી અને રિવેન જેવી ઘટના અહીં બનવી તદ્દન અશક્ય છે. કારણ કે મેં ભારતમાં કોઈ વેશ્યાના પતિને નથી જોયા, વેશ્યાઓના કોઈ પ્રેમીઓને પણ નથી જોયા. અહીં તો મેં બળાત્કાર જેવા ગંભીર ગુનાથી પીડિતાના પતિને પણ નથી જોયા, કે જે જાહેરમાં સ્વીકારી શકે કે હું અને આ બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. કોણ જાણે કે ભારતમાં પ્રેમ માટે શરીર એટલું મહત્વનું શા માટે ગણાય છે. કદાચ જો કોઈ એવી સ્ત્રીને સ્વીકારવા તૈયાર પણ થાય, તો પણ એને સહર્ષ કોણ સ્વીકારી લેવા દેવાનું…? આ દુનિયા કે આ સમાજ આપણને એવુ કરવા દેશે ખરા…? શક્ય જ નથી બોસ. અહીં તો આ પ્રકારની સ્થિતિમાં જીવતી સ્ત્રીઓને જીવવાનો અધિકાર પણ નથી આપવામાં આવતો, તો પછી આત્મ સન્માન અને માન સન્માનની વાત તો બહુ દુરની વાત છે. કદાચ મારી ચોથી પેઢી પણ આ સત્ય આ પૌરાણિક ભારતને જીવતું જોઈ શકશે કે નહીં…
શરીર ભારતમાં એટલું મહત્વનું બની ગયું છે કે પ્રેમની વ્યાખ્યાઓ સંકુચિત થઈ ગઈ છે. પત્ની પતિની વિકૃત માનસીકતાની ગુલામ બની ગઈ છે તો પતિ પત્નીની માનસિકતાનો. આપણે સંબંધો ને એટલા મજબુત બંધન બનાવી દીધા છે, જેને સબંધ સાથે હવે કોઈ લેવા દેવા જ નથી રહ્યો. સ્વતંત્રતા, મિત્રતા, બેખૌફ કનવરજેશન હવે સંબંધોના ઓળામાં હોમાઈ જવાની તૈયારીમાં જ છે. આ વિકૃતિએ માણસને માણસનો જ દુશ્મન બનાવી દીધો છે. સબંધો સતત બંધનનો પર્યાય બનતા જઇ રહ્યા છે, અને માણસ ભૂખ્યો વરુ… જાણે કે સ્ત્રી માત્ર ભોગવવાની જ વસ્તુ રહી ગઈ છે હવે એમના માટે. સામે આ જ સડો સ્ત્રીઓમાં પણ મહદઅંશે જોવા મળે છે. આજ કાલ એવી સ્ત્રીઓનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે, જેમના માટે પુરુષો ફસાવવા બહુ સહજ છે. રૂપિયા હડપવાના આવા ખેલો દિવસેને દિવસે વધી રહ્યા છે. સ્ત્રીનું રક્ષણ કરતા પુરુષ ખતરામાં અને પુરુષ લક્ષી વલણમાં સ્ત્રીઓ એમ બંને પ્રજાતિ ખતરામાં છે. કદાચ સૃષ્ટિનું સંતુલન જ ખતરામાં છે. કારણ કે ક્યાંય સમાનતાની વાત આવતી જ નથી. કોઈ પુરુષને આગળ લાવવામાં રહ્યો છે કોઈ સ્ત્રીઓને, પણ એવું કોઈ આવતું જ નથી જે બંને જણાને સાથે ખભાથી ખભો મિલાવીને જીવતા જીવનની ઝંખના સેવતું હોય…? ના એવું કોઈ નથી… છે તો બસ વિકૃતિ… સ્વાર્થ… લાલચ અને માણસાઈનો ભૂંસાતો જતો ઇતિહાસ… પણ બદલાવ વિદેશોમાં આવી રહ્યો છે. નિઃસંદેહ એના માઠા પરિણામો પણ છે, છતાંય એ સંતુલન જાળવી રાખવા સક્ષમ છે. એ સંસ્કૃતિ સ્ત્રી પુરુષને સમાન સ્તરે લાવવામાં સફળ થઈ છે. પછી ભલે અમુક સમાજિકતા અને સંસ્કારોના પના ત્યાં ટૂંકા જ કેમ ન પડ્યા હોય.
ડોકને જ્યારે આ વિશે પૂછવામાં આવ્યું કે તમારી પત્ની આ પ્રકારે કોઈક અન્ય પુરુષ સાથે સેક્સ કરતી હોય, ત્યારે તમને એવું નથી લાગતું કે એ તમને છેતરી રહી છે…? ડોકે કહ્યું કે હું કેટ્ટીને વાસ્તવમાં આ પ્રકારના શૂટિંગ દરમિયાન જ મળ્યો હતો. કદાચ શરૂઆતમાં મને એવો અણગમો રહ્યો જ હશે. પણ, મેં ક્યારેય એને સેક્સ કરવાની કે સેક્સ મેળવવાની દ્રષ્ટિએ ચાહી જ નથી. ડેટિંગ દરમિયાન જીવન સંગીની તરીકે એ મને એકદમ પરફેક્ટ જ લાગી. કદાચ આ પરફેક્શનના કારણે જ મેં એની સાથે લગ્ન કરવાનું નક્કી કરી લીધું. હું પ્રેમને માત્ર ડેવોશનલ એક્ટિવિટી માનું છું. પ્રેમ એ ખુશીનો પર્યાય છે. પ્રેમ એ ઈશ્વરીય તત્વ છે, એ આપણને પ્રેમ આપે છે પણ એનો અર્થ એવો નથી કે એના પર આપણો અધિકાર ભાવ થઈ જાય. પ્રેમ એ એકબીજા પ્રત્યેનું સમર્પણ અને એકબીજા પ્રત્યેનો વિશ્વાસ છે. શારીરિક અધિકાર ક્યારેય પ્રેમના માર્ગમાં બાધાઓ મુકતો જ નથી. હા, પ્રેમમાં ક્યારેક શરીર મહત્વનો ભાગ ભજવે છે. પણ, પ્રેમ એ સ્તનના ઉભાર કે યોનીના ઊંડાણ પૂરતો મર્યાદિત સંબંધ તો નથી. પ્રેમમાં એકબીજા પ્રત્યે પ્રેમ હોય એટલું જ પૂરતું છે. કેટ્ટી મને ચાહે છે, એ જ મારી લાઈફનું સૌથી અગત્યનું પાસું છે. પછી એ મને એકલાને જ ચાહે એવી કામનાઓ કરવી તો કોઈ રીતે પ્રેમ નથી. એ તો ચાહના છે, લાલસા છે, અધિકારની અથવા ગુલામીની માંગણી છે. એક સ્ત્રી કરતા પહેલા એ પોતે એક વ્યક્તિ છે. એનું અલગ જીવન છે, એની પસંદ છે, એની પોતાની રાહ છે. એની પસંદ, નાપસંદ, સપના, અહેસાસો, આવડત અને અભિવ્યક્તિ અંગેની અમુક જિજ્ઞાસાઓ પણ હોય છે. જેમ હું મારી સ્વતંત્રતા માટે મુક્ત છું, એમ કેટ્ટી પણ પોતાની અંગત વિચાર સરણી અને સ્વતંત્રતા માટે પૂર્ણ પણે મુક્ત છે.
● તો શું કેટ્ટી અને તમે શારીરિક રીતે સબંધો નથી ધરાવતા…?
– ઓવીયસલી, કારણ કે કેટ્ટી મારી પત્ની છે. અમારે એક દીકરી પણ છે. એ મને અને હું એને બેફામ પ્રેમ કરીએ છીએ. અમારા માનસિક બોન્ડિંગ સાથે જ શારીરિક સંબંધો પણ એટલા જ મજબૂત છે. કારણ કે રાત્રે મારી સાથે બેડ પર હોય ત્યારે એ કોઈ પોર્ન સ્ટાર નથી હોતી. કામ પરથી મુક્ત થયા પછી એ માત્ર મારી પત્ની હોય છે, અથવા એક મુક્ત કેટ્ટી. એજ કેટ્ટી મોલેસકી જેને જોઈને પ્રથમ નજરે જ હું એના પ્રેમમાં પડી ગયેલો. જો મેં પ્રેમમાં પડતા પહેલા એના ભૂતકાળ કે ભવિષ્યને ધ્યાનમાં નહતો લીધો, તો પછી હવે શા માટે હું એના ભવિષ્ય કે ભૂતકાળ અંગે વિચારીને પીડાઉ. એ કોની સાથે છે, એનાથી કેટલુંય વધારે મહત્વનું છે કે એ મને પ્રેમ કરે છે. અને હું પણ એને પ્રેમ કરું છું.
● તો લોકો તમને આ અંગે ટોકતા નથી…?
– અમેરિકામાં પોર્ન બિઝનેસ એ સામાન્ય છે, અને ન પણ હોય, છતાં પણ એમાં ટોકવા જેવું કાંઈ છે જ નહીં. જો મને એના કામ પ્રત્યે કોઈ ફિટકાર ભાવ કે આપત્તિ નથી તો સ્પષ્ટ છે કે અન્યને પણ ન જ હોવી જોઈએ. પ્રેમ એના પર પોતાના અધિકારભાવના પ્રભાવથી નક્કી નથી થતો. પ્રેમ તો એકબીજા પ્રત્યે એકમેકની લાગણીઓ દ્વારા નિર્ધારિત થાય છે. પ્રેમ એટલે સમર્પણ, એકબીજા પર અધિકારત્વ એ પ્રેમની મોજુદગીને સતત વિનાશ તરફ ખેંચી જાય છે.
● તો જ્યારે તમેં પ્રથમ વખત એને જોઈ ત્યારે તમને એના કામ વિશે કોઈ…?
– હા, કદાચ એમ કહી શકાય કે હું લાંબો સમય એ નક્કી નહતો કરી શકતો કે મારે કેટ્ટીને લગ્ન માટે વાત કરવી જોઈએ કે નહીં. જેમ તમે કહ્યું એવા જ વિચારોમાં હું ખોવાયેલો હતો કે કેટ્ટી આ બધા પછી પણ મને પ્રેમ અને ખુશીઓ આપી શકશે ખરા…? પણ, સમયની સાથે જ મને એ સમજાઈ ગયું કે પ્રેમ અને શરીર બંને વચ્ચે કોઈ જ સામ્યતા નથી. એનું શરીર મારા અધિકારમાં નથી, પણ એનો પ્રેમ એ મારી હિંમત છે.
● તો તમને કેટ્ટીના અન્ય પુરુષ સાથેના સંબંધો અથવા સેક્સ સંબંધોથી પણ આપત્તિ નથી…?
– ઓબવીયસલી નો, મેં એને કે એણે મને ક્યારેય એકબીજાના જીવનમાં દખલ દેવા પ્રયત્ન જ નથી કર્યો. પ્રેમ એ અમારા વચ્ચે લાગણીઓનો સબંધ છે, અને શારીરિક એ પ્રેમના ઉભરા જેવો ઉફાન. ક્યારેક મને એના કામથી જેલીસ ફિલ થાય છે, પણ રાત્રે કેટ્ટીના સહવાસમાં એ કમી મને ક્યારેય અનુભવાઈ નથી. કારણ કે હું જાણું છું કે હું કદાચ એકમાત્ર પુરુષ છું, જેને કેટ્ટી પૂર્ણ પણે સમર્પિત રહે છે. અમારું સેક્સ અન્ય સેક્સ સબંધો કરતા વધુ સહજ અને ઊંડાણની દ્રષ્ટિએ પ્રગાઢ હોય છે. એનો સાથ મને એ શક્તિ આપે છે, જે કોઈ પણ પ્રકારે હું અન્ય પાસે નથી પામી શકતો.
● તમારા વિચારો સારા છે પણ અમુક દેશોમાં એ સ્વીકાર્ય નથી.
– દરેક દેશની એક અલગ ખૂબી જરૂર હોય છે. પણ સબંધો દરેક દેશમાં પોતાની મર્યાદાઓમાં જ વર્ગીકૃત હોય છે. આ વર્ગીકરણ અને અહેસાસોના આંકડાઓ સાથે જ્યાં જ્યાં છેડછાડ થાય છે, ત્યાં ત્યાં એના માઠા પરિણામો ભોગવવા પણ તૈયારી રાખવી પડે છે. સબંધ ક્યારેય બંધ નથી હોતા એ હરહંમેશ નવીનતા ને આવકારવા માટે ખુલ્લા જ હોય છે. જ્યાં એને બાંધવાની કોશિશ થાય છે, ત્યાં એ બંધનો તોડીને વિનાશ સર્જવા મજબુર બની જાય છે. આ સંસ્કૃતિનો નાશ તો ન જ કહી શકાય, પણ ધર્મના મૂળમાંથી બદલીને વિકૃત થતી માનસીકતાના વિકાસ તરફ એ અગ્રેસર જરૂર હોય છે.
● આ બધા પછી અંતે તમે શું કહેશો…?
– બસ એટલું જ કે સબંધ અને બંધ વચ્ચેનો ભેદ સમજાય તો લોક માનસિકતામાં જરૂર સુધાર આવશે. આ માનસિકતા સુધારતા જ વાસ્તવિક ઓપનનેસ પણ આવશે. શરૂઆતમાં એના નકારાત્મક પ્રભાવો તો જોવા મળશે જ, પણ સમય સાથે બધું શાંત થતા જરાય વાર નહીં લાગે. કારણ કે સ્પ્રિંગ બહુ સમયથી દબાવીને મૂકી છે, શારૂઆતમાં ભાર હટતાં જ એ ઉછળશે તો ખરા, પણ જ્યારે ભાર નહિવત થઈ જશે ત્યારે એનું ઉછળવું પણ આપોઆપ જ બંધ થઈ જશે. ભારતની માનસિકતાને વર્ષો પછી આજની આ નવી પેઢીના વિચારો સાથે હવે ખુલવાની જરૂર છે. આ ખુલ્લી માનસીકતાના અર્થમાં હું સ્વચ્છંદતાની વાત નથી કરતો, પણ સંવિધાનમાં દર્શાવેલી વાસ્તવિક સ્વતંત્રતાની જ વાત કરું છું.
● ભારતમાં ઓપનનેસ અંગે તમે શું માનો છો…?
– ભારતમાં ઓપનનેસ કદી આવી જ નથી. આવી છે તો કદાચ અમુક મેટ્રોસિટીના અમુક રિચ કીટ મટેરિઅલ પ્રજાતિમાં જ. માધ્યમ વર્ગ હજુ સુધી જુનવાણી વિચારોના ટાઇફોડથી પીડાય છે. સંસ્કારો અને ધર્મશાસ્ત્રોના નામે જે આડેધડ ધર્મના થેકેદારોએ પોતાના ફાયદા મુજબ વાળી મચેડીને જ્ઞાન લોકોને પીરસ્યું છે એ એડ્સ કરતા પણ ઘાતક છે. કારણ કે આ માનસિકતાનો કોઈ ઈલાજ જ નથી. કોઈ પણ ભોગે એ ભૂત મનમાંથી નીકળતું જ નથી જે ધર્મ કે સંસ્કારના ઓળામાં ખપાવીને પીવડાવી દેવામાં આવ્યું છે. બદલાવ સ્વીકારતા આજે પણ મોટાભાગની પ્રજાને એસીડીટી થઈ જાય છે. આ ઓપનનેસ વાળી વિચારધારા દ્વારા થતી એસીડીટી મટાડવા માટે ભારત હજુ કોઈ ઇનો શોધી શક્યું નથી, કે છે ૬ મહિને પણ અસર દેખાડી શકે. અઘરું છે વીચારોનું વાસ્તવિક સમજમાં ખુલવું, બંધ માંથી સબંધ તરફનું પ્રયાણ એટલું લાંબુ થઈ ગયું છે કે એને પાર કરવું એટલું સહજ નથી રહ્યું. ભારતમાં આજે પણ ઇન ઓપન રિલેશન શિપને કોણ સ્વીકારે છે…? જરા કહેશો…? સ્ત્રીને વ્યાભિચારી અને પુરુષને અસંસ્કારી ચીતરી દેવામાં આવે છે. બંધ બારણે થતું બધું જ આજે પણ ખુલા બારણે ૧૦% જેટલું પણ કોઈ સ્વીકારવા તૈયાર નથી. આજે પણ સ્ત્રીને જોઈને પુરુષ ખંગોવાંગો થઈ જાય છે. દરેક વસ્તુની જાહેરાત જેમતેમ કરીને સ્ત્રીને ઈમ્પ્રેસ કરવાની રીતે જ ચીતરવામાં આવે છે. શુ આ આંખે દેખાતી વાસ્તવિકતા તમારા પ્રશ્નના જવાબમાં માન્ય નથી…? કારણ કે જ્યારે ઓપનનેસ આવી જશે ત્યારે આવું હલકું, વિકૃત અને આધારહીન માર્કેટિંગ પણ જાતે જ બંધ થઈ જશે…
આ અંતિમ સવાલ હતો ડોક માટેનો, હવે પછીની વાતચિત નોંદુસ્ક રિવેન સાથે હશે.
● તો મેડમ, ડોકની વાત સાથે તમે કેટલા સહમત છો…?
– હું ડોકના દરેકે દરેક વિચાર સાથે સહમત છું. કોઈ પણ સ્ત્રી અથવા પુરુષ જીવન ભર કોઈ પણ એકની જ બનીને રહે એ દરેક વખતે શક્ય નથી હોતું. દરેક જોડી એટલી મજબૂત નથી હોતી કે જીવન ભર એ એકબીજાનો સાથ આપી જ શકે. અને હા રહી વાત સેક્સ અને શરીરની, તો હું માનું છું કે સેક્સ વર્કર, પોર્ન સ્ટાર અથવા સામાન્ય સ્ત્રીમાં શારીરિક દ્રષ્ટિએ કોઈ પણ જાતનો ખાસ તફાવત નથી હોતો. જો કોઈ પુરુષ અથવા સ્ત્રી અન્ય સાથે સેક્સ કરી પણ લેતી હોય, તો એનાથી એના શરીરનું કોઈ જ અંગ ઘસાઈ કે કટાઈ નથી જતું. એના વ્યક્તિત્વ, લાગણી કે ભાવનાઓમાં કોઈ પ્રકારનો ખાસ ફરક નથી પડતો. પણ, તેમ છતાંય જો બંને વચ્ચેનું બોન્ડિંગ મજબૂત હોય તો હું નથી માનતી કે કોઈ સ્ત્રી અથવા પુરુષ બહાર આ પ્રકારના સબંધો શોધવા પણ જાય.
● તમે દર્શાવેલા આ બોન્ડિંગ વિશે કોઈ ખાસ વાત…?
– સ્ત્રી અને પુરુષ ભલે મનના ઊંડાણમાં એવું સમજીને જીવતા હોય છે, કે બંને શારીરિક સંબંધ બાંધીને જ એકબીજાને વધુ સમજી શકે છે. જો કે અમુક સમયે આ વિચાર સાચો હોય છે, પણ વાસ્તવમાં તો બોન્ડિંગ વિનાનો સબંધ જ બળાત્કાર છે. જો તમારા દિલમાં એકબીજા પ્રત્યે સેક્સ અંગેની તડપ જ ન હોય તો તમારે એ પ્રક્રિયામાં ઉતરવું જ ન જોઈએ. કારણ કે સેક્સ એ શરીરના અવેગોનો ઉભરો છે. જે આવે ત્યારે જેટલો જોશમાં અને પ્રભાવમાં ઉભરાય એટલો સામાન્ય સંજોગોમાં જોવા નથી મળતો. સેક્સને શરીર સાથે સબંધ નથી, સેક્સ એ બહુ સામાન્ય ક્રિયા છે. ભલે દુનિયા એને કોઈ પણ સંજોગોમાં કેમ ન જોતી, સમજતી અથવા સ્વીકારતી હોય. પણ, સેક્સ એ માત્ર અને માત્ર પ્રાકૃતિક ક્રિયા છે.
● સેક્સ અંગેના વિચારને સકારાત્મક અથવા નકારાત્મક કઈ રીતે કહી શકાય…?
– વાસ્તવમાં આ પ્રશ્નનો જવાબ આ પ્રક્રિયામાં ભાગ લેનાર બંને લોકો બહુ સારી રીતે સમજતા અને જાણતા જ હોય છે. સેક્સ એ પ્રાકૃતિક અને નૈસર્ગીક ક્રિયા છે. સેક્સ એ શારીરિક જરૂરીયાત પૂરતું મર્યાદિત રહે અને એમાં પ્રેમ હોય તો એવો સેક્સ સબંધ સકારાત્મક ગણી શકાય. જો કે દરેક સમયે એ સકારાત્મક જ હોય એ કહેવું શક્ય નથી. પણ, જો સેક્સ માનસિક વિકૃતિની આડપેદાશ હોય, બે માંથી કોઈ એકની પણ એમાં અસહમતી હોય, અને શારીરિક ભૂખ સામે પ્રેમની લાગણીઓનો અભાવ હોય ત્યારે આવા સેક્સ સબંધ સંપૂર્ણ નકારાત્મક જ ગણાય છે. ઘણી વાર લગ્નેતર સંબંધોમાં પણ બળાત્કાર થતા હોય છે. સેક્સ એ શારીરિક જરૂરિયાત છે, જ્યારે આ જરૂરિયાત માનસિક રૂપ ધારણ કરે છે ત્યારે આ સંબંધ નકારાત્મક રૂપ ધારણ કરે છે.
● પ્રાકૃતિક અને અપ્રાકૃતિક એનો સંદર્ભ અથવા વ્યાખ્યા તમે ક્યાં આધારે માનો છો…?
– અહીં વ્યાખ્યા અથવા સંદર્ભ આપવો પડે એવો કોઈ રહસ્યમયી પોઇન્ટ કે મુદ્દો છે જ નહીં. હું નથી માનતી કે આ બંને વચ્ચેની સામ્યતાને વ્યાખ્યાયિત કરવાની જરૂર હોય. સ્ત્રી પુરુષ વચ્ચે સહજ આકાર લેતો સબંધ એ પ્રાકૃતિક છે. જેમ ચંદ્રનું ખીલવું અને સૂરજનું અસ્ત થવું એ પ્રાકૃતિક ઘટના છે. એ જ પ્રકારે સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ પણ પૂર્વનિર્ધારીત હેતુ અથવા પ્રયત્ન પૂર્વકના કર્મ વિના જે સહજ પણે પ્રેમના વહેણમાં શારીરિક ક્રિયા થાય છે એ પ્રાકૃતિક છે. જ્યારે પ્રયત્ન પૂર્વક અથવા બળજબરી પૂર્વક કરવામાં આવતી ક્રિયા અપ્રાકૃતિક અને વિકૃતિનું સ્વરૂપ છે. દિવસ ભર શરીરના આકર્ષણમાં ખોવાયેલ રહેવું, કોઈ પણ ભોગે સેક્સ કરવું અથવા અનિચ્છાએ પણ માનસિક વિકૃતિ સંતોષવા બળજબરી પૂર્વક સ્ત્રીના શરીરનો ભોગ કરવો એ એક પ્રકારે બળાત્કાર છે. આ માનસિક વિકૃતિ છે, જે પ્રેમના અસ્તિત્વ પર તોળાતું એક પ્રકારનું ભયંકર સંકટ છે. કદાચ આ સંકટ ભવિષ્યમાં પ્રેમ અને વિકૃતિ વચ્ચેના અંતરને જ માણસ જાતિના સ્વભાવમાંથી દૂર કરી દેશે. પ્રેમ અને વિકૃતિ સમાન થઈ પડશે, અને પ્રેમ જેવું કોઈ સુવર્ણ આ સંસારમાં મળશે જ નહીં.
● તો શું તમારા સાથી લગ્ન પછી કોઇ અન્ય સાથે શારિરીક રીતે જોડાયેલા હોય એ તમને સ્વીકાર્ય છે…?
– આ પ્રશ્ન અને એનો જવાબ બંને મુશ્કેલ છે. ઓબવીયસલી કોઈ પણ વ્યક્તિને પોતાનો પ્રિય વ્યક્તિ અન્ય સાથે પ્રેમના બાહુપાશમાં જોડાય એ બહુ ઓછું સ્વીકાર્ય હોય, પણ અહીં જો વાત પ્રેમની હોય તો એનું કોઈ ખાસ મહત્વ નથી. પ્રેમ કરતા જો લગ્નેતર સબંધ જ મહત્વનો હોત તો શાહજહાની ઘણી પત્નીઓ હતી, છતાં મહત્વની મુમતાજ કેમ રહી હતી. જ્યારે બે માંથી કોઈ પણ એક પાત્રની પ્રેમ ભાવના અથવા સમર્પણ ભાવ ડગે ત્યારે સ્વેચ્છાએ જુદા થઈ જવું એ જ સમજદારી છે. હું નથી માનતી કે પ્રેમની અછતમાં બંને જણાએ સાથે રહેવું જોઈએ. પણ, હા… હું એ પણ કહીશ કે જો પ્રેમનું સ્વરૂપ આ બધા છતાંય અકબંધ જ રહેતું હોય તો આવા શરીરિક સબંધો ખાસ અસરકારક ન ગણાય. સ્પષ્ટ છે કે પતિ પત્ની એ લાગણીઓનો સબંધ છે, શરીર ત્યાં ગૌણ બાબત છે. એટલે જ્યાં સુધી લાગણીઓનો પ્રવાહ અકબંધ છે ત્યાં સુધી શારીરિક ક્રિયા દ્વારા કોઈ ખાસ પ્રભાવ નથી પડતો. આમ પણ આપણે લગ્ન કરીને લાગણીના ઋણાનુબંધમાં જોડાઈએ છીએ, એક બીજા પર શારીરિક અને વ્યક્તિક અધિકારના કોઈ કોન્ટ્રેક્ટ સાથે નહીં…? એટલે હું ન સ્ત્રીને પતિની અધીકારીત વસ્તુ માનું છું કે ન પતિને સ્ત્રીની. એ પોતાનું જીવન જીવવા માટે મુક્ત છે, અને હું મારું. હા, સ્વતંત્રતા અને સ્વચ્છંદતા ક્યાં, કેટલી અને કઈ રીતે જાળવવી એ બંને પક્ષે સ્વયં પરિભાષિત કરવા અને અનુસરવાની સ્વૈચ્છિક બાબત છે. એ મરજિયાત છે, એને ફરજિયાત ગણાવી લેવાથી પણ સબંધ સુલજવાના સ્થાને વધુ જ વણસે છે. એટલે સમય સાથે બદલાવ સ્વીકારવા આપણે હર હમેશ તૈયાર રહેવું જોઈએ. અને પોતાના પ્રિય પાત્ર પ્રત્યે પ્રેમ અને વિશ્વાસ અકબંધ રાખવો જોઈએ. આ બે જ એવા તત્વો છે જે તમારા સંબંધોને બંધ બનવાથી રોકે છે, અને તમારા જીવનમાં શક્તિ અને સકારાત્મકતાનો સંચાર કરે છે.
● સેક્સને તમે કઇ દ્રષ્ટિએ જુઓ છો…?
– ઇટ્સ અ કોમન થીંગ. જેમ કોઈ ઈચ્છા થાય અને કાર્ય કરીએ કંઈક એજ પ્રકારે છે. કોઈકને ચુમવું, કોઈકને ભેટવું અથવા કોઈકની સાથે સમય પસાર કરવો. આ બધું જ સહજ પ્રક્રિયા ગણાય છે. હું નથી માનતી કે અમુક દેશ પૂરતું જ આ મર્યાદિત છે. કદાચ આ વિચાર કરતા માનસિકતા મર્યાદિત માળખાઓમાં બંધાયેલી જોવા મળે છે. જેમ હાથ મિલાવવું સામાન્ય છે, ગળે મળવું સામાન્ય છે, એ જ રીતે સેક્સ પણ એક પ્રકારે સામાન્ય બાબત છે. જાનવરો લગ્ન નથી કરતા, વૃક્ષો ક્યારેય સેક્સ નથી કરતા છતાં પ્રજનન કરે છે. નગ્નતા એ પ્રકૃતિક છે, જો એ વિકૃત હોત તો બાળક કપડાં પહેરીને જ જન્મ લેતું હોત.
● તમારા વિચારો સ્પષ્ટ છે. પણ તમારા અમુક વાક્યો ભૂતકાળને છુપાવી રહ્યા છે. શુ તમારા લગ્ન પહેલાના સબંધો વિશે જણાવી શકશો…?
– મને કોઈ વાંધો નથી. જો વર્તમાન ગર્વ લેવા જેવો હું માનતી હોવ, તો ભૂતકાળમાં છુપાવવા જેવું મારી પાસે સાચે જ કંઈ નથી. જો કે વિન્સલેટ અને હું ટેક્સાસમાં મળ્યા હતા, હું ત્યાં ઓફિશિયલ કામ માટે ગઈ હતી અને કદાચ વિન્સલેટ હોલીડે પર… અમારી પ્રથમ મુલાકાત નાટકીય રીતે થઈ હતી પણ અમારી ઓળખ અમારા વ્યવસાયના કારણે થઈ. અમારી એડ એજન્સીમાં એક શૂટ માટે વિન્સલેટને બોલાવવામાં આવેલો, બસ એ બીજી મુલાકાત પછી અમેં સતત સોશિયલ મીડિયામાં સંપર્કમાં રહ્યા. વાતો શરૂ થઈ, મુલાકાતો થઈ, પ્રેમ થયો અને પ્રપોઝ… એણે મારા જવાબ આપતા પહેલા જ એના વ્યવસાય, કામ અને વર્તમાન કર્યો વિશે સ્પષ્ટતા કરી. વિન્સલેટ માને છે કે પ્રેમ અને લગ્ન બંને બહુ અલગ બાબત છે. પ્રેમ એ કોઈ પણ સાથે થઈ શકે છે, પણ લગ્ન માત્ર એની સાથે જ થઈ શકે જેની સાથે તમે જીવન પર્યંત જીવી શકવાની તૈયારી બતાવી શકો છો. હું એના પ્રેમમાં એના વર્તમાન, ભૂતકાળ કે ભવિષ્યને ધ્યાનમાં રાખીને નહીં પણ એના સ્વભાવ, વ્યક્તિત્વ અને વિચારોના આધારે પડી. એકાદ બે વખત શૂટ દરમિયાન પણ હું સાથે રહી. વિન્સલેટ કહેતો કે એનું કામ જોયા પછી જ હું એને હા કહું. મારી પાસે એને સંપૂર્ણ જાણ્યા પછી, હા પાડવા સિવાય છેલ્લે કોઈ વિકલ્પ જ ન હતો.
● તો વિન્સલેટનું વ્યવસાય જોઈને તમારા વિચારોમાં કોઈ પ્રભાવ…
– ઓબવીયસલી હા, જ્યારે પ્રથમ વખત એણે મને કહ્યું કે he is a movie maker, but his creation is only relates to adult. હું શોક હતી, મારી પાસે ખરેખર ત્યારે તો કોઈ જ જવાબ ન હતો. એક સમય તો હું પણ વિચારી જ ચુકી હતી કે મારો જવાબ ના મા જ હું આપીશ. પણ એની સાથે વિતાવેલા સમયમાં હું એના પ્રેમમાં એટલી હદે ડૂબવા લાગી કે એનું પ્રોફેશન ક્યારેય મને નડયું જ નહીં. હા, સમય સાથે મેં પણ એજ વ્યવસાય જોઈન કર્યો. કદાચ હું એની સાથે રહીને એના પર વધારે ધ્યાન આપી શકું..( આટલું બોલીને રિવેન ખડખડાટ હસી પડી.)
વાહ, ધેટ્સ ગ્રેટ…
‘Thanks.. ‘ આટલું કહ્યા પછી કોઈક કામ આવતા એ લોકો નીકળી ગયા.
~ સુલતાન સિંહ ‘જીવન’
( ૧૦:૧૮ am, ૨ જૂન ૨૦૧૮ )
Leave a Reply