એક જમાનો હતો જયારે ક્રિકેટના ત્રણે ફોર્મેટમાં સૌથી વધુ રનનો વિશ્વવિક્રમ શ્રીલંકાને નામે હતો. ટેસ્ટ ક્રિકેટ ૯૫૨/૭ ભારત સામે જે વિક્રમ હજી અતુટ છે.
આ વખતે શ્રીલંકાના કેપ્ટન રણતુંગાએ રીતસરની નાલાયકી જ કરેલી. ટેસ્ટમેચ ડ્રો તરફ જતી હતી એટલે એનું ધ્યાન વિશ્વવિક્રમ તરફ જ હતું. આ માટે તેણે દાવ ડીકલેર કર્યો જ નહીં એના પર બહુજ પસ્તાળ પડી હતી. બાકી, અત્યારે ૪૦-૫૦ ઓવર્સ પણ બાકી હોય તો પણ કેપ્ટન જીતવાની આશાએ દાવ ડીકલેર કરે છે. અને પ્રધાનતયા ૧૦૦માંથી ૭૫ ટકા મેચ જીતે પણ છે આને લીધે આજે મેચ ડ્રો ઓછી થાય છે અને પરિણામ વધુ આવે છે. આ એક સારી બાબત છે ક્રિકેટની.
તમને જાણીને એ આશ્ચર્ય થશે કે દાવ ડીકલેર કરીને પરિણામ કોઈપણ બાજુએ આવે એની શરૂઆત મહાન ખેલાડી મન્સુરઅલીખાન પટૌડીએ કરી હતી. જે શર્મિલા ટાગોરના પતિ અને સૈફ લીખન અને સોહા અલીખાનના પિતા થાય. તેમના પિતાજી પણ અદ્ભુત ક્રિકેટર હતાં. જેઓ ઇંગ્લેન્ડ અને ભારત એમ બંને દેશ તરફથી રમ્યાં હતાં.
શ્રીલંકાએ વનડેમાં ૪૪૩ રનનો જંગી જુમલો નોંધાવ્યો હતો. આ ઘણા વર્ષો સુધી અતૂટ રહ્યો પણ ઇંગ્લેન્ડે ૪૪૪ રન મારીને એ વિક્રમ પોતાને નામે નામે કરી દીધો.
ટી૨૦માં શ્રીલંકાએ ૨૬૦ રન માર્યા હતાં. તે પણ વિક્રમ વર્ષો સુધી અતુટ જ રહ્યો. અપન ફીન્ચના વિશ્વવિક્રમેં એ રેકોર્ડ પોતાના દેશ ઓસ્ટ્રેલીયાનાં નામે કરી દીધો. ઓસ્ટ્રેલીયાએ ૨૬૪ રણ મારી એ વિક્રમ પોતાને નામે કર્યો છે. જો કે થોડાંક જ સમય પહેલાં ભારતે આ જ શ્રીલંકા સામે ૨૬૦ રન માર્યા હતાં. એટલે માત્ર ટેસ્ટમેચનો વિક્રમ જ શ્રીલંકાના નામે છે અત્યારે તો પણ શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટરો બન્દુલા વર્ણપુરા, દુલીપ મેન્ડીસ, અરવિંદ ડી સિલ્વા, અર્જુન રણતુંગા, રોશન મહાનામા, મર્વન અટ્ટપટ્ટુ, હસન તિલકરત્ને, સંત જયસુર્યા, મુરલીધરન, ચામિંડા વાઝ, અજંટા મેન્ડીસ, કુમાર સંગકારા, દિલશાન અને જયવર્ધને જેવાં ખેલાડીઓએ શ્રીલંકા માટે ઘણી મેચો જીતાડી છે. એટલું જ નહીં પણ શ્રીલંકાને વિશ્વકપ પણ અપાવ્યો છે.
શ્રીલંકાની સ્લગીશ પીછો પર જો શ્રીલંકા ચાલતું હોય તો મુરલીધરન ૮૦૦ વિકેટો ના લઇ શક્યો હોત? સંગકારા, જયસુર્યા અને જયવર્ધને આટલી બધી સદી ના મારી શક્યા હોત ને. એક જમાનો હતો જયારે અરવિંદ ડી સિલ્વા દુનિયાના શ્રેષ્ઠ મિડલ ઓર્ડર બેટ્સમેનમાં ગણાતો હતો. પણ આજે આ જ શ્રીલંકા પોતાના અસ્તિત્વ ટકાવવા માટે વલખાં મારી રહ્યું છે. એની જ પીચો પર એની બેસુમાર હાર થઇ રહી છે. દ્વિપક્ષીય શ્રેણીમાં કદાચ એનો દેખાવ અમુક તમુક દેશો સામે સારો અવશ્ય રહ્યો છે. પણ કપ અને મહત્વના દેશો સામે એની કારમી હાર થઇ છે. જેમાં ભારતે એને ૯ મેચોમાં હરાવીને એની આબરૂના કાંકરા કરી દીધા છે. સમ્પૂર્ણ વ્હાઈટવોશ કરનાર ભારત પ્રથમ દેશ છે.
કુશલ પરેરા, કુશલ મેન્ડીસ, રંગના હેરથ, એન્જેલો મેથ્યુસ, લાક્મ્લ, પરેરા વગેરે બહુજ સારાં ખેલાડીઓ છે. પણ તેઓ શ્રીલંકાને જીતાડી શક્ય નથી. બાંગ્લાદેશે પણ એની આબરૂના કાંકરા કરી દીઈધા છે. દરેક મેચમાં જુદા કેપ્ટનો આજ તો શ્રીલંકાના નબળા ક્રિકેટનું કારણ છે. જરૂરત છે તો મુરલીધરન, સંગકારા અને જયવર્ધને જેવા ખેલાડીઓએ આગળ આવી. શ્રીલંકાનું સ્તર સુધારવું જ રહ્યું.
ક્ષમતા છે પણ એને યોગ્ય દિશા મળતી નથી. જો આ દિગ્ગજ ખેલાડીઓ એને યોગ્ય દિશા આપશે તો જ આદિવાસી ક્રિકેટ દેશ પાછો આગળ આવશે. નહીંતર એની દશા પણ વેસ્ટઇન્ડીઝ જેવી જ થશે એમાં બેમત નથી. આજની મેચ માટે ભારતને બેસ્ટ ઓફ લક…
સંકલન – જન્મેજય અધ્વર્યુ
Leave a Reply