🙏 જીવનની નવરાત્રિ 🙏
—– પ્રથમ રાત્રિ —–
👧 સ્ત્રી મિત્ર : ” શું હું તમારી ચાલી શકું ?”
👦 પુરુષ મિત્ર : ” હા ચાલને એમાં મને શું વાંધો હોઈ શકે?”
—– બીજી રાત્રિ —–
👧 સ્ત્રી મિત્ર : ” શું હું તમારી સાથે થોડી વાતો કરી શકું ?”
👦 પુરુષ મિત્ર : ” હા તો કરને એમાં મને શું વાંધો હોઈ શકે?”
—– ત્રીજી રાત્રિ —–
👧 સ્ત્રી મિત્ર : ” શું હું તમારો હાથ પકડીને ચાલી શકું ?”
👦 પુરુષ મિત્ર : ” હા એમાં મને કોઈજ વાંધો નથી કારણકે એક સ્પર્શ જ જીવનના સંઘર્ષ મિટાવી શકે છે….. મને ગમશે કારણકે એક સહારો જ જીવનની નૌકા પાર ઉતારે છે !!!”
—– ચોથી રાત્રિ —–
👧 સ્ત્રી મિત્ર : ” શું હું તમારી સાથે થોડું વધારે ચાલી શકું ?”
👦 પુરુષ મિત્ર : ” હા ચાલને તો એ બહાને આપણે સારી સારી વાતો તો કરી શકીશું !!!”
—– પાંચમી રાત્રિ —–
👧 સ્ત્રી મિત્ર : ” તમે વાતો બહુ જ સારી કરો છો હોં !!!”
👦 પુરુષ મિત્ર : ” હા …. કારણકે વાત જ મને જીવનના ઝંઝાવાતથી દુર રાખે છે.”
—– છઠ્ઠી રાત્રિ —–
👧 સ્ત્રી મિત્ર : ” તમારું જ્ઞાન અદભૂત છે હોં ?”
👦 પુરુષ મિત્ર : ” આભાર …… જિંદગીને મેં નજીકથી જોઈ છે અને માણી છે એટલાં માટે મને એનો સારો અનુભવ છે. “
—– સાતમી રાત્રિ —–
👧 સ્ત્રી મિત્ર : ” સાથે ચાલતાં ચાલતાં જ મને એ એહસાસ થયો કે તમે મિત્ર થવાને નહીં પણ જીવનસંગાથી થવાને લાયક છો !!!”
👦 પુરુષ મિત્ર : ” જો ….. જીવનમાં બધું જ તો મળે છે પણ નથી મળતી તો સાચી મિત્રતા એ મળે તો મે જાણે એવું લાગે છે કે મને ભારતરત્ન મળી ગયો હોય !!!”
—– આઠમી રાત્રિ —–
👧 સ્ત્રી મિત્ર : ” શું હું તમારી કાયમી મિત્ર મારો મતલબ છે કે કાયમી સંગાથી બની શકું ?”
👦 પુરુષ મિત્ર : ” સાચે જ …. હું પણ એવું જ કહેવાનો હતો અમે પુરુષો આ બાબતમાં મનમાંને મનમાં વાત ધરબી રાખીએ છીએ પણ એ જ વાત અમે હોઠે લાવી શકતાં નથી આજ તો મારાં જેવાં અનેકોની કમનસીબી છે ……. હું બહુ જ ખુશ છું આજે !!!”
—– નવમી રાત્રિ —–
👧 સ્ત્રી મિત્ર : ” તો આ આનંદના અવસરે આપણે એને ઉજવીએ અને એને કાયમી સંભારણું બનાવી દઈએ. સામે જે ચાની લારી છે એના પર જઈને એક કપ ચા પી લઈએ. કપ પણ એક જ હશે અને રકાબી પણ એક જ હશે. એક જ રકાબીમાંથી એક ઘૂંટડો સબડકો મારીને મારીને તમારે પીવાનો અને બીજો ઘૂંટડો સબડકો મારીને હું પીશ. છેલ્લો ઘૂંટડો આપણે બંને એક સાથે આ રીતે જ પીશું. બોલો છે મંજુર ?”
👦 પુરુષ મિત્ર : ” અરે વાહ… શું સરસ રીતે તું જિંદગીને સમજી છે જે હું ના સમજી શક્યો આ જિંદગીને આટલાં વર્ષોમાં તે તેં મને આ નવ દિવસમાં શીખવાડી દીધું. જીવનભર તારો અને આ તહેવારનો મારાં પર એક એહસાન રહેશે. સ્ત્રીને સમજવા માટે એક તહેવાર જ કાફી છે. જિંદગીનું આ સત્ય મને સમજાઈ ગયું આજે !!! ખરેખર હું તારો આભારી છું. ચાલ તો પછી શુભ કાર્યમાં ઢીલ શાની !!! ચાલ જીવી લઈએ આ આપણી નિજી જિંદગી !!!
અને દશેરાએ તેઓ બંને પરણી ગયાં જયારે જયારે નવરાત્રિ આવે છે ત્યારે તેમનો આ સિલસિલો કાયમને માટે જારી જ છે !!!
તહેવાર તો આવે છે અને પતી પણ જાય છે નથી પતતી તો આપણી જિંદગી આવાં તહેવારો જ આપણને જીવનના એક એક એવાં મોડ પર લઇ જાય છે અને એટલી બધી ખુશીઓ આપે છે કે જીવન એ પરમાનંદ છે એવું લાગ્યાં વગર રહેતું જ નથી તહેવાર એક પર્વ નહિ પણ જીવનની મહાફિલસુફી છે પર્વને માણો તો એ જીવન છે નહી તો એ એક માત્ર સ્ટેટસ જ છે જે આજે તો યાદ રખાશે પણ કાલે તો એ ભુલાઈ જવાનું છે. આ જ જીવનું સત્ય છે અને પર્વનું મહત્વ પણ !!! એ વાતને કોઈ જ નકારી શકે એમ નથી
તમે પણ સ્વીકારજો !!! સ્વીકારશોને !!!
– જનમેજય અધ્વર્યુ
Leave a Reply