સારે જહાઁ સે અચ્છા અમદાવાદ હમારા
હમ નાગરિક હૈ ઈસકા, યહ શહર હૈ હમારા… હમારા… સારે…
ગુરુર મે હો અગર હમ, રહેતા હૈ દિલ વિસ્તાર્મે
સમજો વહી હમે ભી, દિલ હૈ જહાઁ હમારા… હમારા… સારે…
નગર હૈ સબસે ઉંચા, હમસાંયા આસમાઁ કા
વો સંતરી હમારા, વો પાસબાન હમારા… હમારા… સારે…
ગોદી મે ખેલતી હૈ ઈસ કી હજારો સાબરમતી
ગુલશન હૈ જીન કે દમ સે, રશક-એ-જનાઁ હમારા… હમારા… સારે…
એ અબ રૌદ્ર સાબરમતી વો દિન હૈ યાદ તુઝકો
ઉતર તેરે કિનારે જબ કારવાઁ હમારા… હમારા… સારે…
સોસાયટી નહી સિખાતી, આપસ મે બૈર રખના
ગુજરાતી હૈ હમ વતન હૈ. અમદાવાદ હમારા… હમારા… સારે…
યુનાન-ઓ-મિસ-ઓ-રોમા સબ મિલ ગયે જહાઁ સે
અબ તક મગર હૈ બાકી નામો-નિશાન હમારા… હમારા… સારે…
કુછ બાત હૈ કી હસ્તી મિટતી નહી હમારી
સદીયો રહા હૈ દુશ્મન દૌર-એ-જમાન હમારા… હમારા… સારે…
જય કોઈ મેહરમ અપના નહી જહાઁ મે
માલૂમ ક્યા કિસી કો દર્દ-એ-નિહા હમારા… હમારા… સારે…
અમદાવાદ એટલે ખળભળાટ, ખખડાટ નહીં
અમદવાદ એટલે વિસ્તાર નહીં પણ વિસ્મય
અમદાવાદ એટલે ઉત્સવ, આસવ નહીં
અમદાવાદ એટલે રસાસ્વાદ, બેસ્વાદ નહીં
અમદવાદ એટલે આહુતિ, ભભૂતિ નહીં
અમદવાદ એટલે નાદ, વાદ નહીં
અમદાવાદ એટલે સંવાદ, વિવાદ નહીં
અમદાવાદ એટલે સહારા, બિચારા નહીં
અમદાવાદ એટલે એક વિચાર, અત્યાચાર નહીં
અમદાવાદ એટલે સહયોગ, ભોગ નહીં
અમદાવાદ એટલે ખુમારી, લાચારી નહીં
અમદાવાદ એટલે કહાની, જુબાની નહીં
અમદવાદ એટલે ખાણી-પીણી, ધૂળધાણી નહીં
અમદાવાદ એટલે આસમાન, અસમાન નહીં
અમદવાદ એટલે સરળતા, નિર્બળતા નહીં
અમદાવાદ એટેલે સફળતા, નિષ્ફળતા નહીં
અમદાવાદ એટલે મહોલ્લાઓ, ફોલ્લાઓ નહીં
અમદાવાદ એટલે લાગણી, માંગણી નહીં
અમદાવાદ એટલે હર્ષ, દ્વેષ નહીં
અમદાવાદ એટલે સંસ્કતિ, વિકૃતિ નહીં
ટૂંકમાં
અમદાવાદ એટલે ઈતિહાસને સાચવીને જમાના રૂપ આગળ ધપતી આધુનિકતા…
👉
અમદવાદ એ વિકૃતિઓનું નહિ પણ વિસ્મૃતિઓનું શહેર છે
એક નિરાધારને આધાર આપતું શહેર છે
નિરાકારને અદભુત આકાર આપતું શહેર છે
જેમાં વિકારને કોઈ જ સ્થાન નથી.
અમદાવાદ એટલે વિશ્વાસ – અવિશ્વાસ નહીં.
અમદાવાદ એય્લે ભાવને અહોભાવમાં પરિવર્તિત કરતું શહેર
આમદાવાદ એટલે પારકાંને પોતીકા બનાવતું શહેર
બાંધકામને બાંધણીનું રૂપ આપતું શહેર એટલે અમદાવાદ
અમદાવાદ એટલે બેરંગીઓને પણ રંગોનો એહસાસ કરાવતું શહેર
અવનવા આકારોનો સંસ્પર્શ પામતું શહેર
અમદાવાદ એય્લે આહલાદકતા
આમદાવાદ એટલે અવિસ્મરણીયતાં
અમદાવાદ એટલે પરમ સાન્નિધ્ય
અમદાવાદ એટલે એક અલૌકિક સુખ
👉
અમદાવાદ એ પંચ ભગવાનો અને પાંચ મહાભૂતોનું શહેર છે. અમદાવાદ એક શબ્દ નહિ પણ એ જ જીવન છે. આમદાવાદ એ આપણું જ શહેર છે. છતાં આપણે જ તેને અવગણીએ છીએ. અમદાવાદમાં શું છે અને શું નથી. એ માન્યતા મનમાંથી કાઢી નાંખજો કે કશુંય નથી. અરે ભાઈ બધું જ છે, જો આપણને તે મેળવતાં આવડે તો જ સ્તો… અમદાવાદ એટલે ઈંટ અને ઈમારતનું શહેર નહીં પણ ઈન્સાનિયત અને ઈબાદતથી હર્યુ ભર્યું બનતું શહેર. અમદાવાદને કયારેય કોઈની ઈજાજત નથી લેવી પડતી, ઈજ્જત બક્ષતું અને ઈજ્જત કમાતું શહેર એટલે આપણું પોતીકું અમદાવાદ. બાંધકામો તો રોજ નિતનવાં થાય છે, પણ કુટુંબને એકસૂત્રે બાંધી રાખતું શહેર એટલે લગભગ ૬૫ લાખની વસ્તીવાળું કુટુંબથી ઝળહળતું શહેર આમદાવાદ. લાગણી, માનવતા અને મહાનતાનું બાંઘકામ તો કોઈ પાક્કો અમદવાદી જ કરી શકે. ભણતર વગરનું જીવન નકામું અને ચણતર વગરનું શહેર નકામું.
👉
અમદાવાદની ઓળખાણ કઈ ? અરે ભાઈ, અમદાવાદના બાંધકામો અને અમદાવાદના લોકો. અમદાવાદે પોળોથી શરુ કરીને અત્યંત આધુનિક અને સહુલીયત અને સગવડોવાળી સોસાયટીઓ અને ગગનચુંબી ફલેટો બાંધ્યા છે અને બાંધતાં રહ્યાં છે. આમાં કોઈ ઊંચનીચનો ભેદભાવ નહીં અને કોઈ નાતજાતનો વેરો વંછો નહીં.
અમદાવાદ એટલે લોકોનું, લોકો માટે લોકો દ્વારા બંધાયેલું અને વસેલું શહેર. અમદાવાદના બાંધકામો જોવાં તો દેશ-વિદેશના લોકો આવે છે અને ઇજનેરી કલાનો અભ્યાસ અને એની વિશેષતાઓ જોઇને અભિભૂત થઇ જાય છે. કૈંક નવું જોયાનો, કૈક નવું માણ્યાનો અને કૈંક નવું શીખ્યાનો એમને એક અલગ જ અલૌકિક એહસાસ અને આનંદ હોય છે. એ પછી પોળો હોય કે પછી સોસાયટીઓ હોય. ફ્લેટો હોય કે પછી આલીશાન શોપિંગ સેન્ટરો હોય, થીમ બેઝ હોટેલો હોય કે ગામડાનું વાતાવરણ જીવંત રાખતી હોટેલો હોય, રસ્તાઓ હોય કે સાંકડી ગલીઓ હોય, સાબરમતી નદી પરના પૂલો હોય કે અમદાવાદને એક નવી દિશા ચીંધતા ફ્લાયઓવરો હોય, ગરનાળા હોય કે સરસ નવાં અન્ડરબ્રીજ હોય, આ બધાં એ અમદાવાદને એક અલગ જ દિશા બક્ષી છે અને એક નવાં અંદાજમાં અમદાવાદને રજુ કર્યું છે. અમદાવાદ એટલે સતત જીવંતતા અને અને આધુનિકતાના એહસાસ સાથે જીવતુંજાગતું આધુનિકતાનો રસપાન કરતું અને કરાવતું લોકજાગૃતિવાળું વિકસિત અને હજી પણ વિકસતું રહેતું રહેતું શહેર. એટલે જ કહેવાય છે ને કે ‘અમદવાદ એટલે અમદાવાદ’
👉
અમદાવાદીઓને અમદાવાદ જ આકર્ષી શકે પછી ભલેને તમે નેપાળ કેમ ન ગયાં હોવ કે પછી યુરોપ કે એશિયાના દેશામો ૧૦ -૧૫ દિવસો માટે ફરવાં કેમ ના ગયા હોવ. અમદાવાદીઓની ગળથૂથીમાં જ અમદાવાદ છે, કહો કે અમદવાદીઓના ખૂનમાં જ અમદાવાદ વસે છે. અમદાવાદ એ લોકોના સમૂહનું શહેર છે, કોઈ અલગાવવાદીઓ એને લોકોથી દૂર કે લોકોથી અલગ ના કરી શકે.
👉
અમદાવાદા એટલે આઈડીયાને ઇન્વેન્શનમાં બદલતું મહાનગર. અમદાવાદમાં જે કાઈ બાંધકામ થાય છે, કે જે કોઈપણ સંસ્થાઓ બને છે કે સ્થપાય છે તે માં લોકોને મદદરૂપ થવાનો જ હેતુ હોય છે. બંજર જમીન કોક ખરીદે પછી પાછું એને કોક વધારે પૈસા આપીને ખરીદે અને એ પાછું કોક બિલ્ડર કે સંસ્થાને વેચે. ત્યાં આલીશાન ફ્લેટ્સ, અદ્યતન સોસાયટીઓ, નયનરમ્ય પાર્ટી પ્લોટ્સ, આનેક અદ્યતન સુવિધાઓ વાળી હોટલો, શોપિંગ સેન્ટરો અને મલ્ટીપ્લેક્સ બનાવાયા છે. આ જમીનો શરુતામાં હજારોના ભાવે વેચતી, પછી પેટીઓમાં (લાખોમાં) અને હવે ખોખાઓમાં (કરોડોમાં ) વેચાય છે. જોકે અત્યારે મંદીનું ભયંકર મોજું છે, પણ લેનાર -વેચનારનો તો ધંધો તો ધમધોકાર જ ચાલે છે. આ જ અમદાવાદની બદલાતી જતી તાસીર છે, અને આનેજ વિકાસ કહેવાય. જોકે આમાં પ્રજાને સસ્તી અને સારી સુવિધાઓ કે વસ્તુઓ આપવોનો હેતુ જ કેન્દ્રસ્થાને હોય છે. પ્રજાકીય કાર્યો અને પ્રજાલક્ષી યોજનાઓ જ અમદાવાદને ભારતનું એક આગવું શહેર બનાવે છે, એ નિર્વિવાદ છે. આમાં પ્રજાનો સાથ અને સહકાર પણ પુરતો મળી રહે છે, અમદાવાદી પ્રજાનો એક અલગ જ ખુમાર હોય છે. ભલભલાની હસ્તીઓ મિટાવી દેવામાં અમદાવાદી લોકોને કોઈ ના પહોંચે. પછી એ ચીફ મીનીસ્ટર હોય કે પ્રાઈમ મીનીસ્ટર હોય. અમદાવાદીઓ ખુવાર થતા વગર ખુમારી બતાવી શકે છે. એ એણે વખતોવખત સાબિત કરી જ દીધું છે. બાંધકામો માણસ માટે જ થતાં હોય છે, આ સાદી સીધી વાત સમજતાં આપણને વર્ષો લાગે છે. આપણે પરિણામ જોતાં નથી, ભવિષ્ય તરફ નજર દોડાવતાં નથી અને ખાલી ખોટો વિરોધ કરીએ છીએ. દેખાવો કરીએ છીએ અને ભાંગફોડ અને ભાંજગડ જ કર્યાં કરીએ છીએ, આ જ તો આપણી મુશ્કેલી છે…? કેમ ખરું ને !!!
👉
અમદાવાદ એટકે ઈજનેરી વિદ્યાને તાદ્રશ કરતું શહેર. અમદાવાદ એટલે બાંધકામોમાં જોવાં મળતું નાવીન્ય. અમદાવાદ એટલે લોકોના સપનાંનું ઘર પૂરું પડતું શહેર. અમદાવાદે શરૂઆત કરી ઐતિહાસિક શહેર તરીકે, પછી તે ભારતનું માન્ચેસ્ટર બન્યું એટલે કે ઔદ્યોગિક શહેર. અને હવે તે આધુનિક બન્યું તેબા આવન્વા આઈડિયા સાથેના બાંધકામોને લીધે. અમદાવાદમાં અંગેજોએ એલીસબ્રીજ બાંધ્યો, તો અમદાવાદે જાતે નહેરુબ્રિજ અને અડાલજનો સુંદર કર્વવાળો આધુનિક ફ્લાયોવાર પણ બાંધ્યો. અમદાવાદે થલતેજનો ગુજરાતનો આતિલાંબો અને અતિસુંદર સુવિધાવાળો અંડર બ્રીજ પણ બાંધ્યો. અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા પુષ્કળ છે એટલે નવાં રસ્તાઓ અને લગભગ દરેક ચાર રસ્તે મોટાં સુંદર સર્કલો પણ બાંધ્યા. આ સર્કલોમા ફૂલો, ઝાડો પણ વાવ્યાં. કેટલીક જગ્યાએ એમાં ફુવારા પણ બનાવ્યા. વાડજનું કીટલી સર્કલ અને લો ગાર્ડનનું નળવાળા ફુવારાવાળું સર્કલ ખુબ જ જાણીતું છે. ઝાંસીના કિલ્લાને યાદ અપાવે એવું અને એની આબેહુબ પ્રતિકૃતિવાળું સેતેલાઈટ રોડ પરનું ઝાંસીની રાણીનું સર્કલ પણ સાંજે અને રાત્રે સહેલાણીઓને ફરવાં -બેસવાં માટે એક ઉત્તમ સગવડવાળું સ્થળ છે. આ સર્કાલો પાર ફરીને, એને જોઇને, એને મનભર માણીને, એને દિલમાં સમાવીએ ત્યારે મને કવિશ્રી સુરેશની દલાલની પંક્તિ મને યાદ આવે છે ” અમે સર્કલને ચક્કર લગાવીએ રે …….”
👉
અમદાવાદ એ સ્મૃતિઓને અકબંધ અકબંધ રાખતું શહેર છે. અમદાવાદ જેટલું ઐતિહાસિક શહેર છે, એટલું જ એ ધાર્મિકતાથી સુસોભિત શહેર પણ છે. અમદાવાદની પ્રજા ખુબ જ ધર્મપારાયણ છે. અમદાવાદનું બાંધકામ એ ધાર્મિક એટલે કે મંદિરોની પ્રતિકૃતિઓ બનાવવામાં પણ એટલું જ ખીલી ઉઠ્યું છે. વિચારોને સાકાર કરવામાં અમદવાદી પ્રજાને કોઈ ના પહોંચે !!!!
અમદાવાદ એટલે ધાર્મિકતા,
અમદાવાદ એટલે મનમેળતા,
અમદાવાદ એટલે નૈસર્ગિકતા,
અમદવાદ એટલે રમણીયતા,
અમદાવાદ એટલે આહલાદકતા,
અમદાવાદ એટલે પૂજનનીયતા,
અમદાવાદ એટલે અવાચકતા,
અમદાવાદ એટેલે વિનમ્રતા,
અમદાવાદ એટલે પ્રભુમયતા,
અમદવાદ એટલે સંવાદિતા,
અમદવાદ એટલે એક અતૂટ બંધન,
અમદાવાદ એટલે ધાર્મિક વિચારસરણીની સ્વાયત્તતા,
સ્વતંત્ર મિજાજના લોકો ધર્મની બાબતમાં પણ સવ્તંત્ર મિજાજનાં છે.
👉
અમદવાદી પ્રજા કયારેય ધર્માંધ કે ધર્મ જનૂની નથી બની. જે આત્યારના સોશિયલ મીડિયામાં દેખાય છે, એવી ધર્માંધતાઅને એવું ધર્મઝનૂનીપણાથી હંમેશા દૂર જ રહી છે. હા જો અંધશ્રદ્ધા પ્રેરિત લોકો દ્વારા ઉત્સવો મનાવવામાં આડખીલી ઉભી કરતાં હોય, તો બહુ આક્રમક રીતે નહીં પણ દ્રઢતાપૂર્વક એમનો સામનો કરતાં જ હોય છે. જે જગન્નાથની રથયાત્રાના બનાવોમાં બન્યું હતું. આમદાવાદ જરૂર પડે તો આક્રમક બનતાં પણ અચકાતું નથી. પણ એ ખાસ કરીને રાજકારણમાં -ધર્મની બાબતમાં નહીં. આસ્થા પૂર્વકની વ્યવસ્થા એ અમદવાદી પ્રજાનો એક આગવો ગુણ છે.
👉
પથ્થરોનું મૌન સંભળાતું હશે, આરસમાં એટલી જાહોજલાલી હશે અને તેને ય એ.સી.ની જરૂર પડતી હશે. તે પણ અમદાવાદીયા ભગવાનને જોઈને ખબર પડે છે. આસ્થાના અલ્પવિરામો આવીને જ્યાં ઉભા રહે છે, ખરેખર ત્યાંથી જ સાચી અધ્યાત્મના સંકેતો શરૂ થતા હોય છે. પણ અહીં ખુદની ખબર લેવાની ફૂરસત પણ ન હોય તે પણ એકવાર મોઢું બતાવવા જાય છે. તે જોઈને મને રામકૃષ્ણ પરમહંસની વાત યાદ આવે છે કે – “સાચો ભક્ત તો તે છે જે ગૃહસ્થી છે, કારણ કે અનેક વીટંબણાઓમાંથી પણ તે સમય નીકાળે છે. અહીંના મંદિરો શાંતિ આપી શકતા હોય તેવું મારા અનુભવમાં નથી આવ્યું. (જો કે કોઈ મંદિર) હાંફતી આશાઓ અને પરસેવાથી લથબથ જીજીવિષાના વિરામધામ જેવા મંદિરો મંજીલોનો માર્ગ ચીધાડી શકે તો મંદિરોનું મહાત્મ્ય સાચું. પણ અહીં ના ઈશ્વર પાસે આગવી સિસસ્ટમ છે, અને તેની બહાર કશું થઈ નથી શકતું. જળની ભીનાશમાં ભરમાતા, ફૂલની ફોરમમાં ફસાયેલા અને સસ્તા અનાજના દુકાન જેવા મંદિરો મોલ્સ જેવા મહાન અને ટેકણ લાકડી જેવા લાગે તો નવાઈ નહીં.”
👉
અમદાવાદ મોજ-મજા અને ખાણીપીણીનું શહેર. અમદાવાદ એટલે દાવત – એ – મજા. અમદાવાદ માટે પેલો મુહાવરો સાચો ઠરે છે – ‘ખાવોપીવો અને ફરો’. આમાં અમદાવાદનો મુકાબલો અશકય છે. અરે, અમદાવાદ જ શું કામ ગુજરાતીઓનો મુકાબલો અશક્ય છે. ગુજરાતીઓ ખાવામાં જગ-મશહૂર છે, અમદાવાદીઓને મન સ્વાદિષ્ટ ભોજન જ દીર્ઘઆયુષ્યની ચાવી છે. સ્વાદ જ જીવનને બેસ્વાદ બનતાં અટકાવે છે. સવારે જોગીંગ કરતાં કરતાં ખાય અને સાંજે હરતાં ફરતાંખાય આછે આપણા અમદાવાદી. ખોરાક એ અમુલ્ય પલ છે પણ સમગ્ર જીવન નહીં. આ વાત અમદાવાદીઓથી વધારે કોઈ જ સારી રીતે સમજી શક્યું નથી. સપાટ જીવનને સમથળ બનાવવાં ખાવું જોઈએ. આ અમદવાદીનો જીવનમંત્ર છે. “કમાણી ખાવાં પીવાંમાં ખર્ચાણી બચતનાં કોઈએ નથી બંધાણી”. ઢસરડો કરતાં કરતાં કુતરાનાં મોતે મરવું એના કરતાં તો ખાઈ-પીને લહેરથી મરવું વધારે સારું છે.
👉
ક્યાંકથી મને વાંચવા મળેલું અમદાવાદ વિશેનું એક સુંદર સ્ટેટસ ખાસ તમારા માટે મુકું છું. તમનેબધાને એ બહુ જ ગમશે હોં કે :-
મનગમતી મસ્તીનું શ્હેર અમદાવાદ
અલબેલી વસ્તીનું શ્હેર અમદાવાદ
તારું ને મારું આ શ્હેર અમદાવાદ
સૌનું છે પ્યારું આ શ્હેર અમદાવાદ
હાથોમાં એનાં છે મહેંદીની ભાત સમી
સીદી સૈયદની કોતરણી
રોશનીથી ઝગમગતું કાંકરિયા Lake જાણે
એનાં રે નાક કેરી નથણી
માણેકચોક એનું દિલ બની ધડકે ને
C G Road મન બની મહેકે
મિલોની Siren ને વાહનનાં Horn રોજ
એનો અવાજ બની ગહેકે
ભદ્દરકાળીની છે મ્હેર અમદાવાદ
ખાણીપીણી ને લીલાલ્હેર અમદાવાદ
તારું ને મારું આ શહેર અમદાવાદ
સૌનું છે પ્યારું આ શહેર અમદાવાદ
Googleની Site પર લાગે છે મોટું
પણ દિલમાં સમાય એવું નાનું
High Rise Buildingsની ગોઠવણી એવી
જાણે ઊભું છે ખાના પર ખાનું
બાર બાર દરવાજા, દેરાં, હવેલી
જાણે જીવતાં નખશીખ કોઈ ચિત્રો
કીટલીની પહેલી મુલાકાતમાં જ તમને
મળી જાય કાયમનાં મિત્રો
નિત નવાં રંગોનું શ્હેર અમદાવાદ
ઊડતાં પતંગોનું શ્હેર અમદાવાદ
તારું ને મારું આ શ્હેર અમદાવાદ
સૌનું છે પ્યારું આ શ્હેર અમદાવાદ
આ શહેરનાં Biodataમાં છે
IIM, NID, CEPT જેવી Degree
Fashion, Textile કે Computer હોય
કોઈ વાત એને લાગે ના અઘરી
ISROની ખુલ્લી અગાસી પર જઈએ
તો ચાંદ હવે લાગે છે પાસે
BRTSમાં કરીએ સવારી તો
Future પણ હાથવગું ભાસે
સોનાં ને ચાંદીનું શ્હેર અમદાવાદ
સૌની આઝાદીનું શ્હેર અમદાવાદ
તારું ને મારું આ શ્હેર અમદાવાદ
સૌનું છે પ્યારું આ શ્હેર અમદાવાદ
👉
અમદાવાદમાં પદ્માવતીની પણ ચર્ચા થાય
કર્ણાવતી નામ બદલવાની ચર્ચા થાય
ક્રિકેટ મેચોમાં જીતનો જશ્ન પણ મનાવાય
ઉતરાણમાં ધાબાઓ પર ખુબજ ધામધૂમ પૂર્વક ઉત્સવો મનાવાય
નવરાત્રીમાં પાર્ટી પ્લોટોમાં રંગેચંગે મનગમતો આનંદ લેવાય
હોળી ધૂળેટીમાં રંગોની છોળો ઉડે
સરકારને ઉથલાવવાની વાત થાય
તેમ છતાં કોઈ પણ વાત લોકો મન પર લેતાં નથી
આજ તો છે અમદાવાદની ખાસિયત
👉
હું જયારે ઉદાસ હોઉં છું
ત્યારે મને જીવવાની પ્રેરણા પણ અમદાવાદ જ આપે છે
અને એજ મને સાચવે છે
જાને ભગવાનના મારાં પર ચાર હાથ ના હોય એમ જ સ્તો…
અને એટલાજ માટે હું ગર્વથી કહું છું કે હું અમદાવાદી છું
કોઈ શક ?
હોનાભી નહીં ચાહીએ !!!!
જન્મ દિવસ મુબારક અમદાવાદ
સાષ્ટાંગ દંડવત પ્રણામ અમદાવાદ
સંકલન : જન્મેજય અધ્વર્યુ
( નોંધ : અમદાવાદ પર અત્યાર સુધીમાં મેં છાપાંમાં ૫૦ ભાગ તો લખ્યાં છે. હજી દરેક વિસ્તાર પર પણ લખવાનો છું. એ વાંચજો બધાં. જોકે હવે એ બધાં વેબ સાઈટ પર આવશે હોં… )
Leave a Reply