-
વિવેગમ : રજનીકાંત જે નથી કરી શકતો તે અજીત કુમાર કરી શકે છે
અજીત કુમારની અગાઉની ફિલ્મો માથે પડેલી પણ એટલી બધી પણ નહોતી પડેલી. વેદલમ જોયા જેવી હતી. તેમાં થોડું સસ્પેન્સ હતું. થ્રીલર હતું. પણ ‘વ’ ધારી ફિલ્મો તેને હિટ અપાવવાની હોય તેમ વિવેગમમાં તો બધો મસાલો ભરી દીધો હતો.
-
વિનોદબાબુ – બક્ષીબાબુનું ‘લવ હેટ્રેડ’
ઓડિયન્સે કેકાર કર્યો, ચંદ્રકાંત કેશવલાલ બક્ષી. બક્ષીની વાતો આજે અને ત્યારે પણ જાણવા માટે લોકો આતુર હોય છે, એ ઓડિયન્સમાંથી જ ખબર પડી જાય. ગુજરાતી ભાષા માટે તે સારી નિશાની છે. અને પછી વિનોદ ભટ્ટે શરૂ કર્યું.
-
વિક્રમ-વેધા મોર્ડન માઈથોલોજીને સત્ય અસત્યનો સ્પર્શ
વેધા જ્યારે સામેથી સરેન્ડર કરે છે ત્યારે ગબ્બર સિંહની એન્ટ્રી થવાની હોય તેવો માહોલ થઈ જાય છે. ઓલઓવર ફિલ્મ સાઉથની છે. બધા વેધાનું ઈન્ટરવ્યૂ લે છે. વાયોલેન્સની મનાઈ છે એટલે ખાલી ગાળો બોલી ઓકાવવાની કોશિશ કરે છે.
-
વર્તમાનપત્ર : આજ હસ્તી પંદર મિનિટ પછી પસ્તી
તંત્રીશ્રીએ મેટર મોકલી ઉપર લખ્યું, ‘પેજ ભરાઇ જાય તો આ મેટર ન લેવી.’ બીજા દિવસે છાપાના ત્રીજા પાને હેડિંગની ઉપર લખેલું હતું,‘પેજ ભરાઇ જાય તો આ મેટર ન લેવી….’ અને નીચે લખેલું હતું,‘આવનારા સમયમાં સોશિયલ મીડિયાના પરિણામે અંદાજીત એક હજાર છાપા બંધ થવાના એંધાણ.’ કદાચ પ્રથમ આ જ છાપુ બંધ થયું હશે.
-
લેખકની લખવાની આદતો : કાગળીયા લખી લખી.
વિક્ટર હ્યુગોની લખતા સમયે એક આદત હતી, તે પોતાની તમામ નવલકથાઓ લખતા સમયે કપડા કબાટમાં મુકી દેતા, જેના કારણે પોતાના લખાણ પર ધ્યાન આપી શકે, નહીં કે પહેરવેશમાં. પહેરેલી એક જોડી અને શાલ તેમની પાસે હોય.
-
વિનોદ ભટ્ટનાં ૮૦માં જન્મદિવસે…
બી.આર.ટી.એસ.ની મજા માણતા બેઠા ન બેઠાં ત્યાં લલિતભાઈનો ફોન. મેં તો સ્વાભાવિકપણે જ “હલો…” કહ્યું. પણ મને ક્યાં ખબર હતી કે લલિતભાઈ સાચમસાચ હાલી ગયા હશે! વાત એવી બની કે લલિતભાઈ પહોંચી ગયેલાં મારે ઘરે અને અમે તો અહીં બસમાં…
-
લલિત ખંભાયતાની બ્રેવહાર્ટનું ‘V’વેચન
ક્વોટેશનો મુકવાની મારી ઈચ્છા હતી. તેને છોડી દઈએ તો સદાકાળ સથવારો આપતી આ સત્યકથાઓ વાંચવી રહી. બાકી ગુજરાતી લેખકો માટે સાહસ વિશેનું લખવું એ આજે પણ એક પ્રકારનું સાહસ જ છે…. ખરૂ ને ?
-
Film Review : The Accidental Prime Minister
લેખિકા જીગીષા રાજ નવી ફિલ્મ અંગે શુ કહે છે, જાણો અહીં ક્લિક કરીને…
-
મોદી-તોગડીયા એસિડ અને બેઈઝ વચ્ચેનો તફાવત શોધો
તોગડીયાએ 1983માં વીએચપી જોઈન કરેલું, મોદી સાહેબે 1984માં બીજેપી જોઈન કરેલું. પણ આગળ આપણે ટીંગાતી બંદુક ફોડી તે માફક, કામ બંન્નેનું સંઘનો પ્રચાર કરવાનું. કહેવાયને સિંહ પાંજરામાં રહે કે, પાંજરાની બહાર, સિંહને હંમેશા સિંહ જ કહેવામાં આવે છે.
-
મેકબેથ: શેક્સપીયરનો ‘વિરમ’
નાટકમાં ચુડેલો આવે છે. આમ તો શેક્સપીયરના તમામ નાટકોમાં ભુત એક ભાગ હોય છે. ઈંગ્લેન્ડમાં આજે પણ સૌથી વધારે ભુતો હોવાની વાતો થાય છે. જેના પુરાવાઓ પણ મળે છે. તે સમયે ચુડેલોને વિદ્રોહીઓ તરીકે જોવામાં આવતી હતી.
-
તારક મહેતા સ્મૃતિ વિશેષ : આ પુસ્તકમાં એક લેખકના આર્ટિકલે ભૂક્કા કાઢી નાખ્યા છે
તારક મહેતા. આ નામ એવું છે કે ગુજરાતના દરેક વ્યક્તિનો તેની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંબંધ વણાયેલો છે. ભવિષ્યમાં પણ વણાતો રહેશે. કોઈને કોઈ બીજા વ્યક્તિને તારક વિશે કંઇક ને કંઈક કહેવાનું હોય છે !
-
મેક અપ-જે પુરુષ નાહ્યા પહેલાં અને સ્ત્રી નાહ્યા પછી કરે છે.
કાળા સફેદની આ ભાગદોડમાં ઉદય ચોપરાએ પોતાની બુધ્ધિનું પ્રદર્શન કરતુ વિધાન આપ્યુ, સફેદ દેખાવુ એ તો સ્વમાનની વાત છે. કોઈપણ વ્યક્તિ ફેરનેલસ ક્રિમનો ઉપયોગ કરે તો તેની પર્સનલ ચોઈસ છે. પુરૂષ સ્ત્રી સામે હેન્ડસમ દેખાવા અથાગ મહેનત કરતો હોય છે.
-
ક્યારે હસવું ક્યારે રડવું એ બધુંયે ફિક્સ છે
ક્યારે હસવું ક્યારે રડવું એ બધુંયે ફિક્સ છે, જિંદગી તો કોઈ ભેજાએ લખી કોમિક્સ છે.
-
મુછ નહીં તો કુછ નહીં
મુછની તો આવી કંઈ કેટલીય કહેવતો છે. મોટાભાગની કહેવતો હિન્દીમાં છે. ફિલ્મોમાં તો મુછ પર આખે આખા ડાઈલોગ લખાયા છે. તો આજે મુછની મહિમાનો ગુણગાન કરવાનો વખત કેમ આવ્યો. આ આખો નવેમ્બર મહિનો વિદેશોમાં મુવેમ્બર તરીકે ઓળખાય છે.
-
મિજાજે – આક્રામક
રંતુ પોતાના આક્રામક મિજાજ માટે સિંહણ ઓળખાય છે. જે પોતાના બચ્ચાની પાસે બીજા પ્રાણી તો શું સિંહને પણ જવા નથી દેતી. સિંહનું ભરણપોષણ કરવાની જવાબદારી પણ સિંહની જ હોય છે. જંગલી પ્રાણીઓમાં નર હજુ તમને કંઈ ન કરે, પણ માદાના મૂડ પર આધારિત હોય છે,
-
મિખાઈલ તાલ : રાખ કી તરાહ નીચે ધુએ કી તરાહ ઉપર
ચેસના શોખીનો માટે મિખાઈલે કેટલીક બુક્સ પણ લખેલી. મૂળ તો તેને લખવાનો જ શોખ હતો. જે તેણે 64 ખાનમાં પૂરો કર્યો. ધ લાઈફ એન્ડ ગેમ્સ ઓફ મિખાઈલ તાલ, અટેક વીથ મિખાઈલ તાલ, ધ બોટ્વેનિક. જેમાંથી ધ કમ્પલિટ ગેમ્સ ઓફ મિખાઈલ તાલ એક માત્ર એવી બુક હતી, જે તેના જીવતે જીવ બહાર આવી.
-
ડિપ્રેશન, યુવાનો અને આત્મહત્યા : ખોટા વાદળો ગરજે વધારે અને વરસે ઓછા..
આમઆદમીને બોર વધારે કરે અને સમજાય ઓછી એવા સાયન્ટિફિક ટોપિક હોર્મોનલ ઇમબેલેન્સ અર્થાત એન્ડોક્રાઇનોલોજીમાં ઊંડા ઉતરવાની કોશિશ કરવી પણ નકામી.
-
પ્લેટો
ગુણ વગરની ગુણવંતી, લાંબા નાક વાળી નર્મદા જેના બોયફ્રેન્ડે તેને એટલે કહી છોડેલી કે, તેનું નાક લાંબુ હતું, ચુંબન કરવામાં તકલીફ પડતી. ઉંચા કદની ઉર્વશીને તેની ઉંચાઈના કારણે પતિ ન હતા મળી રહ્યા.
-
પોસ્ટકાર્ડ, લાલ ડબ્બો, ચર્ચાપત્રો, પ્રેમપત્રો અને એવુ બધુ
તુષાર ચંદારાણા અમારા પત્રકારત્વ ભવનના પ્રધ્યાપક અને ગુરૂ. જ્યારે પણ તેઓ ટપાલ લખે એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાલ ડબ્બામાં નાખી આવે. પહેલેથી તેમને ચર્ચાપત્રો લખવાનો શોખ. જેમનું એક પુસ્તક પ્રહરીની આંખે પણ બહાર પડ્યું છે. જેમાં તુષાર સરના અત્યાર સુધીના લખાયેલા ચર્ચાપત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
-
પુસ્તક : 600 રૂપિયાની બુક કરતા હું જીન્સનું પેન્ટ ખરીદુ !!
ગુજરાતી વાંચક તમારી કોઈ પણ ચોપડી ઊપાડે એટલે તેને મોંધી જ લાગવાની. ઊપર સાહિત્યકારનું નામ વાંચી કાં ચોપડી પાછળ ફેરવે અને કાં અંદરનું બીજુ પાનું જ્યાં પુસ્તકના ભાવ લખ્યા હોય ત્યાં જુએ. અને જો તે ચોપડી નીચે મુકી દે તો મોટાભાગના વાંચકો એ ચોપડી નીચે જ મુકી દેવાના.
-
પંકજ ત્રિપાઠીનું ફેસબુક ID મજ્જાનું છે..
‘એનએસડી મારા જીવનનો એક હિસ્સો છે.’ તમને કદાચ ખબર નહીં હોય પણ તેઓ કવિ પણ છે. લિખ કે દેતા હું આ ડાઈલોગ આવ્યા પહેલાથી તેઓ કવિજીવ તરીકેનું જીવન ગુજારે છે. સોશિયલ મીડિયામાં લોકો પોતાની કવિતા શેર કરે તેમ તે પણ કરે છે. તેમના એક મુક્તકથી આ લેખની સમાપ્તિ કરીએ.
-
પરેશ પાહુજા : પતંગ ચગાવો અને તમે પણ ચગો એક દિવસ…
પરેશને ક્રિકેટર બનવું હતું, પણ ઘરથી કોચિંગ ક્લાસિસ દૂર હતા, મ્યુઝિકમાં કરિયર બનાવવું હતું, યુ.એસ ભણવા માટે જવું હતું, અક્ષય સાથે IIMCમાં ભણવું હતું, પરેશ ઉમેરે છે કે, ‘તમને એવું લાગવા માંડે કે મ્યુઝિકથી હું લોકો સાથે કમ્યુનિકેટ નહીં કરી શકુ, તો એક્ટિંગ છે.
-
ચે – બોલીવીઅન ડાયરી ટુ મોટર સાઇકલ ડાયરી
ક્વેદ્રાના ભયાનક જંગલમાં ચેને 180 સૈનિકોએ ઘેરી લીધેલો. તેના તમામ સાથીઓને મારી નાખવામાં આવ્યા. અમેરિકાની સરકાર ચેને વિપ્લવવાદી ગણતી હતી. આથી સરકારે તો બે દિવસ પહેલા જ મારી નાખવામાં આવ્યો છે. તેવી જાહેરાત પણ કરી દીધેલી.
-
કોઈ સમજાયે ઉસસે અચ્છા હૈ ખુદ સમજ જાયે
બિઝનેસની દુનિયામાં રતન ટાટા, નારાયણ મુર્તી, જેવા ધુરંધરો પણ રિટાયર્ટમેન્ટ લઈ ચુક્યા છે. તમે કોઈ સિધ્ધી મેળવવાની નજીક હોય અને ગુડબાય કહી દો એટલે તમારા ફેન્સને એક જબરદસ્ત આંચકો લાગવાનો જ છે.
-
કદાચ એમના માટે મુનશી લેખક નથી, ભદ્રંભદ્ર પાત્ર નથી
ઉર્મીગીત…. આવું પણ ગીત આવતું તે ચોપડી ખોલી ત્યારે ખબર પડી. હરિન્દ્ર દવે તેના રચયિતા છે. ‘માઘવ દીઠો છે ક્યાંય.’
-
ફેક ચેટ્સ : સ્ક્રીનશોટ એટલે સત્ય અને અધૂરા સત્યનો મિશ્ર ખેલ
આજકાલ સોશિયલ મીડિયા પર અને ખાસ કરીને ફેસબુક પર સ્ક્રીનશોટ દ્વારા ઘણા કાંડ થઈ જતા હોય છે. વાસ્તવમાં વિકૃત તત્વો સામે ચોક્કસ અને સંગઠીત લડત આપવી જ જોઈએ.