-
શાહિદ અફરીદી : ધ રઉફ ‘‘લાલા’’
જુવાન ફુટડો હોય તો અફેર તો હોવાના જ ! પાકિસ્તાનના બે ઓપનર શાહિદ અફરીદી અને સઈદ અનવર- પાકિસ્તાન અને વિશ્વના એકમાત્ર એવા ઓપનર ખેલાડીઓ છે, જેમણે પોતાની મામાની દિકરી સાથે જ વેવિશાળ કર્યા હોય.
-
શાહબુદ્દિન રાઠોડ: અવગણના અને ઝંખના વચ્ચેનું હાસ્ય
શાહબુદ્દિન ભાઈ પોતાના તમામ ડાયરાઓ અને હાસ્યારાઓમાં એ વાત અચૂક કહે છે, ‘હું એકને એક વાત દર વખત દોહરાવ્યા કરૂ છું, આમ છતા કોઈ દિવસ પબ્લિકને કંટાળો નથી આવતો. કે નોટીસ નથી મળી અમે થાકી ગયા હવે બંધ કરો.’
-
શાશા : આંખો મેં તેરા હી ચહેરા…
પંકજ કપૂરમાં તેમના પિતા જેવી જ શિસ્ત ઉતરેલી. તેઓ ઈચ્છતા હતા કે શાહિદમાં પણ આ શિસ્ત ઉતરે પરંતુ કોઈ દિવસ થઈ ન શક્યું. તેની પાછળનું કારણ માતા નલિમા. શાહિદ મોટો થયો ત્યારે તેને ખબર પડી કે માતા પિતા તો અલગ થઈ ચુક્યા છે. સ્કુમાં તેને મળવા પિતા પંકજ કપૂર સુપ્રિયા પાઠક સાથે આવતા.
-
રોબર્ટ ડોની જૂનિયર
માર્વેલને લાગ્યું રોબર્ટ પર પૈસા લગાવવાની જરૂર છે. એટલે 2008માં આર્યન મેન સાથે તેને કાસ્ટ કર્યો. અને રોબર્ટ ખરા અર્થમાં જીવનને વળાંક આપી લોહ પુરૂષ બની ગયો.
-
રિકોન
ગઈકાલે રાત્રે ઓફિસેથી પાછા ફરતી વખતે તેણે એક જોડી કપડાં ધોઈ નાખ્યા હતા. ઈસ્ત્રી કરવાનો કંટાળો આવતો હતો એટલે જેમ તેમ સંકેલી મુકી દીધા હતા. બ્રશ કરી નાહવાની શરૂઆત કરી. ઉનાળામાં ગરમ પાણીની જરૂર નથી હોતી.
-
રાહુલ દ્રવિડ : દિવારનામા
રાહુલ દ્રવિડની આગેવાનીમાં ટીમ અંડર-19 વિશ્વ કપ જીતી, પછી કોચ વિશે ‘‘વોલ’’ ટાંકીને ઘણું સુવાચ્ય અક્ષરે લખાયું. ભારતીય ક્રિકેટ ટીમમાં ગેરી ક્રસ્ટન અને જ્હોન રાઈટ ટીમના સારામાં સારા કોચ હતા. એકે વર્લ્ડ કપ જીતાવ્યો બીજાએ વર્લ્ડ કપની ફાઈનલ સુધી પહોંચાડ્યા.
-
રાજુ હિરાણી : મુન્નાભાઈ ડાયરી
રોજગારીની તલાશમાં હિરાની પરિવાર આગ્રા બાદ ફિરોઝબાદમાં પહોંચ્યો. ઉતરપ્રદેશનું એ શહેર ત્યારે અને અત્યારે પણ કાચની બંગડીઓ બનાવવા માટે જગમશહુર છે. એટલે તેમના પરિવારે ત્યાંની ફેક્ટરીમાં કામ કરવાની શરૂઆત કરી. 1955માં સુરેશ હિરાનીએ નાગપુરમાં ટાઈપરાઈટરનો બિઝનેસ શરૂ કર્યો.
-
રણથંભોરના વાઘ
એક વાઘણનો એપિસોડ રિપીટ ચાલતો હોય. આ વાઘણનું નામ મછલી. રણથંભોર નેશનલ પાર્કની અત્યાર સુધીની સૌથી સુંદર વાઘણ.
-
યાન માર્ટેલનું ભારત : તમિલ ફિલ્મો, આર.કે નારાયણ, હોરિબલ, કરપ્શન
યાન માર્ટેલના પિતાની તો કંઈ ખબર નહીં કારણ કે પીએચડી પ્રોફેસર થયા પછી તેમણે કંઈ ખાસ યોગદાન આપ્યું નહીં, પણ તેની માતા એક કેનેડિયન રાઈટર હતી. જેણે 1995માં ફ્રેન્ચ લેંગ્વેજ પોંઈટ્રીનો એર્વોડ જીતેલો.
-
મકાન
પડોશના લોકોને થયું કે નક્કી વિધુર અને વિધવાનું લફરૂ ચાલુ છે. લોકોના તો બે મોઢા હોય ! એટલે વાત ફેલાતા વાર ન લાગી. સોસાયટીના એક સમજુ વ્યક્તિએ બંન્નેને કહ્યું કે, ‘તમારામાંથી કોઈ એક વ્યક્તિએ સોસાયટી છોડવી પડશે.
-
એચ.એન.ગોલીબારનું વિશ્વ : Bazzar of bad dreams
આજે જ્યારે નવગુજરાત સમય જેવા છાપામાં ગોલીબાર કૉલમના લસરકા મારે છે, ત્યારે ખ્યાલ આવે કે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. હોરર લખતા હતા અને હાસ્યમાં આવી ગયા.
-
એન્ડ ધ ઓસ્કર… બ્રિટીશ એક્ટર ગેરી ઓલ્ડમેન
ઈતિહાસમાં જે પ્રકરણ દબાવી દેવામાં આવ્યું છે અને બાળકો જાણે નહીં આ માટે સ્કીપ કરવામાં આવ્યું તે મેઈન પ્રકરણ પર આ ફિલ્મ છે. બીજા વિશ્વયુદ્ધ માટે એવું કહેવામાં આવે છે કે, હિટલર નહીં ચર્ચિલ સૌથી મોટા વિલન હતા.
-
કહેતે હૈ લોગ કી કુછ અચ્છા હી નહીં
સંજુબાબાનું માનવું છે કે, તમે સારવાર લઈ લીધી. તૈયાર થઈ ગયા. હવે તમને ડ્રગ્સની લત નથી. પણ તમારી શક્તિની અગ્નિપરિક્ષા ત્યારે થાય જ્યારે તમારો મિત્ર તમને કહે, હવે તો તુ બરાબર થઈ ગયો છો એકવાર લઈ લે. ત્યારે તમારે તમારી શક્તિનો પરચો બતાવવો પડે.
-
કેરોલી ટકાસ : THE MAN WITH THE ONLY HAND
1952ના ઓલંમ્પિકમાં તેણે ફરી ભાગ લીધો અને જીતી ગયો ! ફરી જીતી ગયો ! કેરોલી ત્યારે દુનિયાનો એકમાત્ર એવો ખેલાડી બન્યો જેણે ઉપરા-ઉપરી બે ઓલંમ્પિક મેડલ જીત્યા હોય. એ પણ કેવું કહેવાય જ્યારે કેરોલી જીત્યો ત્યારે પેરાઓલંમ્પિક શરૂ પણ નહતા થયા.
-
કોકો: એનિમેશનની કલરફુલ દુનિયા
મેક્સિકો અને મોટાભાગે ગણો તો સ્પેનમાં એવી માન્યતા પ્રવર્તે છે કે, દર નવ મહિને બીજી રીતે 1 વર્ષે આપણા ગુજરી ગયેલા લોકો જેને ઈંગ્લીશ ભાષામાં એન્સીટર્સ કહેવાય તેને યાદ કરવામાં આવે. તેના ફોટા મુકવામાં આવે. તેની ભાવતી વસ્તુ તેની સમીપ રાખવામાં આવે.
-
કોંગ્રેસનું એરલિફ્ટ
રાહુલે તેમને પહેલા ભાજપમાં જોડાઈને પ્રગતિ કેમ કરી રહ્યા છોનું કારણ પૂછ્યું. પછી તેમને પ્લેન તૈયાર છે, તેમ જણાવ્યું. બાબાનું માની કોંગ્રેસના નેતાઓ ચાલવા લાગ્યા. રાહુલગાંધી કોઈ અડધે રસ્તેથી ભાગી ન જાય એટલે પાછળ ઉભા હતા.
-
ક્રિકેટ : અસ્તિત્વ અને અવશેષ ટકાવવાની લડાઈ
ભવેન કચ્છીએ તો પોતાની કોલમમાં લખેલું કે, ક્રિકેટનો રસ ખૂબ ઓછો થઈ રહ્યો છે, એક સમય હતો જ્યારે ભારતીયોને બર્મુડાની ટીમ-11 સાથે અવેજીના 5 ખેલાડીઓના નામ યાદ હોય અને અત્યારે ભારતની ટીમના ઘણાને યાદ નથી !
-
ચેતન સશિતલ : સર, ચેતન સશિતલે અવાજની કોપી કરી નાખી….
ચેતન સશિતલ જેને અવાજની દુનિયામાં BIG-Cના નામે ઓળખવામાં આવે છે. બાળપણમાં માટુંગામાં રહેતા ત્યારે ચેતન ડાળી પર બેસેલા કાગડાને જોઈ, તેના અવાજની નકલ કરતા અને મહજ ચાર વર્ષની ઉંમરે તેમણે કાગડાનો રિયલ અવાજ કાઢ્યો. બન્યું એવુ કે ત્યારે તેમના તમામ મિત્રો કાગડાનો અવાજ કાઢે.
-
ચોકલેટ : જી લલચાયે રહાં ના જાએ !!!
મુળ સ્પેનિશ લોકોએ આ શબ્દનો હાલ તો ઠેકો રાખેલો છે, સ્પેનિશ લોકોના મત પ્રમાણે ચોકલેટ શબ્દની ઉત્પતિ અમારે ત્યાં થઈ હતી. પણ ઓરિજીન ઈતિહાસ તપાસવામાં આવે તો માયા સભ્યતાના સમયે આ શબ્દ વપરાતો હતો, પણ શેના માટે તેની જાણ નથી.
-
દાર્જીલિંગ : સતા, સ્વમાન અને મોહભંગ
દાર્જીલિંગની પહેચાન છે ચા, તો કલકતાની સાહિત્ય અને કળા વધીને હાવડાબ્રિજ અને રવિન્દ્રનાથ ટાગોરના નામ પર ઓળખ છે. દાર્જીલિંગની વાદીઓ ચા માટે ઓળખાય છે. કરોડો રૂપિયાનો તેમનો વ્યસાય છે. અને આ જ વસ્તુ કલકતાને દાર્જીલિંગનો મોહ છોડવા નથી દેતી.
-
દુનિયાના મોટા સાહિત્યક ફેસ્ટિવલો
સાહિત્યમાં આવા મેળાઓ થતા રહેવા જોઈએ. આ મેળો કોઈ સાધુ સંત માટે નથી, આમ છતા આ મેળામાં સાધુ લોકોની ભરમાર હશે ! અરે… પેલા કવિઓ… હાહાહાહા, પણ આ બધુ બાજુમાં મુકો આજે દુનિયાના સૌથી મોટા લિટરેચર ફેસ્ટિવલોની એક લટાર મારીએ.
-
પહેલો નાગરિક : પ્રથમ પુરૂષ એકવચન માટેના બહુવચનો
કારણ કે અત્યારે ભાજપ પાસે સૌથી વધારે તાકત છે, અને એ જોતા તમામ વિપક્ષોએ જૂથબંધી કરવી રહી. રાજનીતિક તજજ્ઞોએ આપેલા આંકડા પર નજર કરવામાં આવે તો પણ, ભાજપનો રાષ્ટ્રપતિ આવશે તે નક્કી માનવામાં આવે છે.
-
પ્રણવદાની વિદાય
પાછા ગડકરી નિયમ પ્રમાણે સ્કુટર પણ કિકવાળુ જ લાવેલા. એક નેતાએ આગળ આવી હોંશે હોંશે કિક મારી પણ સ્ટાર્ટ ન થયું. પરસેવો વળી ગયો. પોતાનું શૂરાતન બતાવવા માટે તેમણે અધિકવાર પોતાના પગનો ‘દૂર’-ઉપયોગ કર્યો,
-
પ્રિયા પ્રકાશ : તારી આંખનો અફીણી
રણમાં ખીલ્યુ ગુલાબનો બીજો ભાગ કે પહેલો મને યાદ નથી. તેમાં એક વાર્તા છે. ટાઈટલ મને યાદ નથી, ગઝલનો આપણને એટલો શોખ નહીંને એટલે ! પણ તે વાર્તામાં શરદ ઠાકરે સ્કૂલમાંથી હાઈસ્કૂલમાં ઉભરતા પ્રેમના ફુવારાનું વર્ણન કર્યું હતું.