અપન કો કબીર સિંહ કે બારે મે ઉછલ-ઉછલ કે બોલના મંગતા તો બસ નિકાલ ડાલા અપના વ્યુ
सिंह गमन-सतपुरुष वचन, कदली फले एक बार!
तिरिया-तेल-हमीर हठ, खुसरो चढ़े न दूजी बार!!
-અમીર ખુશરો
— — —
મૂવી જોઈને કોઈ ટીન- યંગ કિડને નસેડી બનવાની ખુજલી ઉપડે તો પે’લા જરા નોંધી લેવું કે કબીરને નસેડી થતો બાદમાં બતાવ્યો છે, પહેલાં એ મેડિકલ-એમ.બી.બી.એસમાં કૉલેજ, યુનિવર્સિટી ટોપર છે, બાહોશ પ્રેક્ટિશનર સર્જન અને શાર્પ ફૂટબોલર છે… માટે ઉપરની કોઈ નેચરલ ખૂબી આપણામાં ન હોય અને બાપના પૈસે જ ફૂંકણિયું કરતાં હોય તો નસેડી બની હુસિયારી ઢસડવા ન નીકળવું.
— — —
આપણે ત્યાં ઘરના વાતાવરણમાં અને સડો સમી એજ્યુકેશન સિસ્ટમમાં નબળાઈ છે કે કોઈ ઘટના/મૂવી/ગુડ-બેડ એક્સપિરિયન્સમાંથી “શું સ્વીકારવું અને શું છોડી દેવું”- આ બાબતની કોઈ કલેરિટી જ નથી અને એટલે જ કહેવાતા ચિંતાતૂરોને ડર સતાવે છે કે કબીર જેવું પાત્ર લીડ રોલમાં આવે તો નવી યંગ જનરેશન ખતરામાં પડશે… જો પાયાથી ગુડ-બેડ્સની સેલ્ફ ક્લિયારિટી હોય તો આવા મૂવી પર જે માછલાં ધોવાય છે એ નાટક જ ન કરવા પડે.
જુવાનીમાં નસોમાં વહેતાં ધસમસતા એડ્રીંનાલિનના પ્રવાહનો ચાર્મ હોય છે, જેને સ્નાયુઓ ઢીલાં પડે એ પહેલાં બસ શ્વાસ ભરી માણી લેવાનો હોય… આપણાં પિત્તળ ભેજા ધરાવતાં સમાજમાં 90% લોકો સામાજિક ઢાંચામાં જીવતા હોય છે અને રેરલી થોડા વધ્યા ઘટ્યા ખરેખર ખુદ-ખુમારીમાં કોઈને નડ્યા વગર… મોજથી પોતાની મજા પુરી કરીને લાઈફને સેલિબ્રેશન સમજી માણતાં હોય છે… સમાજના ચોકઠાંમાં એવી પર્સનાલીટીઓ ફિટ બેસતી નથી… માટે માછલાં ધોવાય છે, પણ ખરેખર પે’લા 90% દંભીઓ કે જે આખી લાઈફ સમાજને, લોકોને ખુશ કરવા જીવતા હોય છે… એમના કરતાં આવા હટકે, સેલ્ફ-સેન્ટર્ડ અને અલગારી જીવડાઓ વધુ બહેતર ઝીંદગી જીવી લેતાં હોય છે. એ પણ સમાજને સરે આમ લાત મારીને… આવા લોકોના કદાચ કોઈ નિયમો નથી હોતાં પણ અંદરથી સત્ય માટે એક ટ્રાન્સપરન્સી હોય છે કે બસ રિયાલિસ્ટિક બનીને જીવવું… ઘડીએ ઘડીએ સગવડીયો ધર્મ સ્વીકારી પાટલી બદલીને ન રહી શકે… બસ આવું જ મિસેલેનિયસ, મિસ્ટીરિયસ કૅરૅક્ટર છે કબીરનું.
કબીર અમીર બાપની ઔલાદ જરૂર છે, પણ સેલ્ફ-મોટિવેટેડ, હાર્ડ વર્કિંગ અને પેસનેટ છે… બસ ગુસ્સામાં… એંગર મેનેજમેન્ટમાં મીંડુ છે… માઇન્ડવેલ કે એ કોઈ લૂખ્ખાગિરી કરતો રોડ સાઈડ રોમિયો નથી.
ન્યુ યર કૉલેજ જૂનિયર પ્રીતિ જોડે બસ દિલના તાર જોડી બેસે છે… ઈન્ટરવલ પહેલાંનો ભાગ દરેક કોલેજિયન અથવા ઇન્ટેન્સ લવ રિલેશન ખરેખર જીવી ચૂક્યા હશે એમને ગમશે… બે પાત્રો વચ્ચે જીવાતી મોમેન્ટસમાં જોર કરતી જવાનીની ફૂલબહાર મસ્તીની પ્યાર ભરી ગૂંથણી છે… એક સિમ્પલીસિટીથી શરૂ થઈને વાઈલ્ડનેસમાં કન્વર્ટ થતો આગ ઝરતો પ્રવાહ છે.
— — —
કબીરના કેરેક્ટરાઈઝેશનમાં પ્રેમનું જે પાગલપન બતાવ્યું છે એ ખરેખર આજના ખાટલા-તોડ સમયમાં મળવું મુશ્કેલ છે… વન નાઈટ સ્ટેન્ડમાં આગળ વધતી જનરેશન ક્યાંક એ ઇન્ટેન્સ લવ કે લવરને મિસ કરે છે… હોય છે કોઈ એકાદું જે પોતાની ગમતી વ્યક્તિ માટે પાગલપનની હદ વટાવી શકે.
— — —
કટ ટુ સીન
કબીર-પ્રીતિનાં લવ રિલેશનની ઘરે ખબર પડી જાય છે, ત્યારે પ્રીતિ કબીર પાછળ પાછળ પાગલ જેમ એને વળગીને રડતી આંખે મનાવતી હોય છે. એ સમયે કબીર પ્રીતિને થપ્પડ ચોંટાડી દે છે. થિયેટરમાં તો શાંતિ છવાઈ જાય છે પણ ફેમિનિસ્ટોને આ સીન બાઉન્સર જેમ જતો રહેશે. બાકી સરળ સાયકોલોજીકલ ડેપ્થ છે કે સ્ત્રી જ્યારે પોતાના પુરુષને પ્રેમ આપે ત્યારે સમર્પણનું એલિમેન્ટ ડોમીનેટિંગ મોડમાં હોય છે. ઝનૂની પ્રેમમાં રહેલ સ્ત્રી માટે એ થપ્પડ નથી હોતી, પણ પોતે પોતાના પુરુષને આપેલો એક ગમતીલો અને વિશ્વાસુ હક હોય છે, જે એકબીજા પ્રત્યેના પ્રેમની ગહેરાઇથી ઉદ્દભવ્યો હોય. (અહીં લગીરે એવો અર્થ નથી કે સ્ત્રી પર સહજતાથી હાથ ઉઠાવો. એ તો ક્યારેય સ્વીકાર્ય નથી જ નથી.)
ડિટ્ટો આ વાત કે મૂવી સીન અનુભવ વગર જજ કરવું એટલે વિવાદને તેંડુ આપવું.
કબીર-પ્રીતિને જ્યારે અલગ થવાનું આવે છે, ત્યારબાદ જે પાગલપન બતાવ્યું એ પાગલપન ઓછું અને સેલ્ફ ડિસ્ટ્રકશન વધું છે. જ્યારે પ્રેમનો નશો એ તરફ આગળ વધે ત્યારે એ ઝોખમી બની રહે. એ તમને તમારી જવાબદારી, સૂઝબૂઝ બધાંમાંથી દૂર કરીને બદતર ઝીંદગી તરફ ધકેલી આપે.
બાકી સ્ટોરી તો નવી બોટલમાં જૂનો દારૂ જેમ જ છે. કશું રિફ્રેશમેન્ટ નહિ પણ કદાચ કબીર જેવા આલ્ફામેલ અને એનો ડોમીનેટિંગ નેચર જ હોય છે જે એક સ્ત્રી દિમાગ કે લવ રિલેશન પર છવાઈ જતો હોય છે અને એટલે જ અત્યારે સિટીઓ વાગી રહી છે.
खुसरो दरिया प्रेम का सो उल्टी वाकी धार!
जो उबरा सो डूब गया; जो डूबा वो पार!!
~ ચિંતન ઉપાધ્યાય
Leave a Reply