છેલ્લા ૧૫ વર્ષમાં દરેક મૂડ અને ઝોનરમાં સાંભળવા ગમે એવા ગીતો જો કોઈએ સૌથી વધુ બનાવ્યા હોય તો એ છે ‘પ્રિતમ’. ૨૦૦૬માં ‘ગેંગસ્ટર’માં જેમ્સ પાસે ‘ના જાને કોઈ કૈસી હૈ યે ઝીંદગાની.. હમારી અધૂરી કહાની’થી શરૂ કરીને ૨૦૧૯ના સુશાંત ટ્રીબ્યુટીવ છીછોરે-ફેમ ‘ખૈરિયત પૂછો’ સુધીની બેનમૂન સફર રહી છે. ( છીછોરેના જ કે.કે પાસે ગવડાવેલું કલ કી હી બાત હૈ અને અરિજિતનું વો દિન ભી ક્યાં દિન થે-પણ આલતારીન છે) ભલે કેટલાક લોકો એને ‘ચોરીયોગ્રાફર’ કહેતા પણ અત્યારના ઢેકાઉલાળ ત્રાસમાં છેલ્લા દોઢ દસકામાં યાદ રહે અને વાગોળવા ગમે એવા બલ્કમાં યાદગાર ગીતો પ્રિતમે આપ્યા છે. ત્યારબાદ વિશાલ-શેખર, હિમેશ, સલીમ-સુલેમાન, સચિન-જીગર જેવા જુગલબંધીસ્ટો આવે!
એ. આર રહેમાન એના લેવલે બેસ્ટ હોવા છતાં એ દરેકના ટેસ્ટમાં ફિટ નથી બેસતા. રહેમાન દેશનું ગૌરવ છે જ એમાં બે મત નથી પણ એ ૧૦૦ ગીતો કમ્પોઝ કરે ત્યારે માંડ ૫-૭ ગીતો એવા હોય જે તમને કુદરતી યાદ રહી જાય અને વાગોળવા ગમે. 90’s કિડ તરીકે મેં નદીમ-શ્રવણ, લક્ષ્મીકાંત – પ્યારેલાલને ખૂબ સાંભળ્યા છે. વર્ષ ૨૦૦૦ પછી તો મ્યુઝિક ઇન્ડ્સટ્રી અને મ્યુઝિક કમ્પોઝની પેટર્ન જ બદલાઈ ગઈ. એવામાં ૨૦૦૫ થી શરૂ કરીને અત્યાર સુધી પ્રિતમે જે શ્રવણ-શાંતિ આપી છે એ તો મારા જેવા સંગીત સાંભળવાના ડાઈ હાર્ડ શોખીનો માટે આલતારીન ભેટ છે.
🔈 ૨૦૦૫-૬માં મેટ્રો, ગેંગસ્ટરના અનુક્રમે (૧) ઇન દીનો દિલ મેરા, (૨) તું હી મેરી સબ હૈ, (૩) યા અલી (અહીંથી ઝુબિન ગર્ગ લૉન્ચ થયેલો!) ઉપરાંત જન્નત, તુમ મિલેના આલ્બમ કેમ ભૂલી શકાય! આજે પણ ‘તુમ મિલે’ના કે.કેએ ગાયેલા ઓ મેરી જાન અને દિલ ઈબાદત કર રહા હૈ, ઉપરાંત ઝરા સી,હા તું હૈ… પ્લસ અજબ પ્રેમ કીનું ‘તું જાને ના’… જન્નત-૨નું કે.કેનું તુજે સોચતા હું, મોહિત ચૌહાણે ગાયેલું રબ કા સુકરાના.. જબ વી મેટનું તુમ સે હી અને વન્સ અપોન અ ટાઇમનું પી લુ… નશો છે બૉસ. ( લેટ નાઈટ ટ્રાવેલિંગ પસંદ હોય તો જન્નત-૨માં મોહિત ચૌહાણે ગાયેલું ‘તું હૈ અબ જો બાહો મેં..કરાર હૈ.રબ કા સુકરાના… અને બીલ્લુ બાર્બરમાં પ્રિતમે રાહત ફતેહઅલી પાસે સ્વરબદ્ધ કરાવેલું ‘ જાઉં કહાં’ સાંભળી જોજો.)
🔈 પ્રિતમની અલાયદી સ્પેશિયાલીટી છે ગિટાર! સોલો ટ્રાવેલિંગ કરતા હોવ અને ટેસ્ટ ટ્રાય કરવો હોય તો આ ત્રણ સોંગ જ કાફી છે! (૧) ૨૦૦૯માં નકાબ ફિલ્મમાં જાવેદ અલી પાસે ગવડાવેલું ‘એક દિન તેરી રાહો મે’, (૨) અક્ષયની ફ્લોપ ફિલ્મ ‘થેંક્યું’નું જાવેદ અલી અને નિરજ શ્રીધરે ગાયેલું ‘પ્યારમે એક દિલકી જીત હૈ, એક દિલકી હાર હૈ’ અને (૩) તુમ મિલેનું કેકેએ ગાયેલું ‘દિલ ઈબાદત કર રહા હૈ ધડકને મેરી સુન’ કસમથી લ્હેર કરાવી દેશે. બસ યાદોનું પાનું રંગીન હોવું જોઈએ !
🔈 જો તમારે પ્રિતમનો દેશી તબલા-ઢોલક ટેસ્ટ ટ્રાય કરવો હોય તો (૧) આતીફનું અજબ પ્રેમકી ગજબનું ‘તું જાને ના…’ (૨) વન્સ અપોન અ ટાઇમનું ‘તુમ જો આયે ઝીંદગી મેં બાત બન ગઈ’ એનું જ મોહિતે ગાયેલું ‘પી..લુ’ અને (૩) ગયા વર્ષે કલંકમાં અરિજિત લ્હેર કરાવેલું ‘બાકી સબ ફર્સ્ટ કલાસ હૈ’ સાંભળજો.
🔈 પ્રિતમે પ્રેમીઓને રોમેન્ટિક અને સેડ સોંગના મારા થકી લિટરલી રાજીપો અને ટીસ બંને આપ્યા છે. ૨૦૦૮-૯મા જન્નત, તુમ મિલે, લવ આજકલ ( ટ્વીસ્ટ, આજ દિન ચડેઆ, યે દુરીયા, આહુ આહુ ભૂલી ગ્યા હતા ને!!) યે જવાની દિવાનીનું ‘ઇલાહી’, જન્નત-૨, મર્ડર-૨ ( એનું ફિર મહોબત કરને ચલા હૈ તું, એ ખુદા અને હાલે દિલ એક વાર સાંભળજો!) આ જાઓ મેરી તમન્ના, પેહલી નઝરમે કૈસા જાદુ કર દિયા, એ ઉપરાંત એ દિલ હૈ મુશ્કિલનું ( બુલૈયા, ચના મેરેયા, ટાઈટલ ટ્રેક સહિત ) આખું આલ્બમ ટેસડો કરાવશે.
🔈 યારો-દોસ્તોની મહેફિલ માટે પણ ‘યારીયા’, ‘કોકટેલ’, ‘છીછોરે’ જેવા હિટ આલ્બમ આપ્યા છે. યારીયા ફિલ્મનું ઈરફાને ગાયેલું ઇશ દર્દ-એ-દિલ કી સિફારીશ પોતાનામાં એક લિજ્જત છે જ્યારે ‘આજ બ્લ્યૂ હૈ પાની પાની’ આજેય લ્હેર કરાવે છે. ‘કોકટેલ’ મુવીનું ‘તુમ્હી હો બંધુ સખા તુમ્હી’ તો ખરું જ… એ ઉપરાંત પ્રિતમની સૂફી વેરાયટી માણવી હોય તો ‘યારીયા’ અને ‘જુગની’ હેડફોનમાં માણજો. એક બોન્સ છે ગોલ મુવીનું ‘બીલ્લો રાની કહો તો અભી જાન દે દુ’
🔈 મોહિત ચૌહાણની વોઇસ રેંજનો બેસ્ટ ઉપયોગ પ્રિતમે કર્યો. જસ્ટ લૂક-એ-નજર! પી લુ ( વન્સ અપોન), તુમસે હી (જબ વી મેટ ), યે દુરીયા (લવ આજકલ), ભીગી સી (રાજનીતિ ) અને રબ કા સુકરાના (જન્નત-૨)
આ ઉપરાંત ધૂમની સિગ્નેચર ટ્યુન જે વર્લ્ડ વાઈડ ફેમસ થઈ! એજન્ટ વિનોદનું ‘દિલ મેરા મુફ્ત કા’… હેરી મેટ સેજલનું અરિજિત વાળું ‘હવાએ’, બીલ્લુનું ‘કબ સે ઉસકો ઢુંન્ડતા હું’… ઢીસુમનું ‘તું હી હૈ આશીકી અને બજરંગી ભાઈજાનનું તું જો મિલા..અને ભર દો ઝોલી મેરી..ઉપરાંત એ દિલ હૈ મુશ્કિલની જેમ જ એવોર્ડ વિનિંગ આલ્બમ ‘બરફી’. એનું ઇતની સી હસી કે… ફિર લે આયા દિલ… કેમ ભૂલી શકાય!! પ્લસ દિલવાલેનું જન્મ જનમ અને ગેરુઆ!!
🔈 પ્રિતમે બોલીવુડની ફિક્સ ગાયકો પાસે જ ગીતો રેકોર્ડ કરાવવાની એક મોનોપોલી તોડેલી. સમય પડ્યે યોગ્ય વ્યક્તિને એણે ફલેક્સિબલ રહીને તક આપેલી અથવા ‘આંગળી ચીંધ્યા’નું પુણ્ય મેળવેલું! જાવેદ અલી, અરિજિત, બંગાળી ટેલેન્ટ જેવા મિથુન, જીત ગાંગુલી, અંકિત જેવા લ્યુસિડ વોઇસ અને કમ્પોઝિશનની હથોટી ધરાવતા લોકોને પોતાનાં ‘પ્રિતમ jam8’માં સ્થાન આપી કાનને શાંતિ મળે એવી ધુનો આપી. આ બધાનું યોગદાન મરજાવા, મલંગથી લઈને મોસ્ટ ઑફ હિટ આલ્બમમાં રહ્યું છે.
🔈 રેસ અને ગોલમલ રિટર્નની અમૂક ધૂન માટે એના પર પ્લેગોરિધમ થયેલું પણ અહીં જે જૂજ વર્ણવ્યા એ પબ્લિક જીભે ચડેલો ઢગલો હિટ સોંગ્સ એણે આપ્યા જે લોકો સ્માર્ટલી ટ્રોલ કરવામાં ભૂલી જાય છે.
#પાવરપ્લે
ઈશ્વર સિવાય ક્યાં કોઈનું સર્જન ઓરીજીનલ હોય છે! માણસ થકી થતા મોટાભાગના સર્જનો ક્યાંકથી વાંચેલું, બોલેલું, સાંભળેલું હોય એ થકી ‘ઇનસ્પાયર્ડ’ હોય છે જેમાં ‘એક્સપિરિયન્સ’ નામનું મેલવણ નાખતા ‘ક્રિએશન’ થતું હોય છે.!!
~ ચિંતન ઉપાધ્યાય
Leave a Reply