ઓશોનું સ્ત્રી વિશેનું નિરીક્ષણ ખૂબ જ સરસ હતું. તેમણે પોતાના પ્રવચનોમાં આ વાતને સુંદર રીતે વ્યક્ત કરી છે. ઓશો પોતાના યુગમાં એ વાત કરી ગયેલા જે કેટલા અંશે ખરી…? તેના માટે તો કોઇ સ્ત્રીને જ પૂછવુ પડે, પરંતુ તેમાં માહિતી કરતા વધુ માર મળવાની જોગવાઇ વધારે છે. આમ તો રાવણે પણ પોતાની પત્ની મંદોદરીને સ્ત્રી વિશેની ખુલ્લી વાતો કરેલી, પણ તે તેના માનસિક સંબંધો સાથે વધારે તાલુકાત ધરાવે છે. ઓશોથી રાવણ અને ત્યારબાદ અત્યારના યુવાનની નજરમાં સ્ત્રી એટલે શું, કહેવુ અઘરૂ છે છતા ટ્રાઇ ઇટ.
ઓશોની નજરે સ્ત્રીઓ તાકતવર હોય છે. પુરૂષ માત્ર પત્થર ઉઠાવવા માટે તાકાતનો પ્રયોગ કરતો હોય છે, પણ આંતરિક શક્તિનું શું…? એ સ્ત્રીઓમાં પુરૂષો કરતા વધારે હોઇ છે. આ આંતરિક શક્તિ એટલે સહનશક્તિ. એટલે જ સ્ત્રી પુરૂષનો માર ખમી શકતી હોવી જોઈએ. જો સ્ત્રીઓને કોઇ દિવસ બાળક પેદા ન કરવા પડે તો તે પુરૂષોની તુલનામાં વધારે યુવાન રહી શકે અને પુરૂષ તાત્કાલિક વૃધ્ધ. પુરૂષને વૃધ્ધ થતા વાર નથી લાગતી. સ્ત્રીઓ બોલવાની શરૂઆત પહેલા કરે છે, પણ પહેલ નહીં. આથી સ્ત્રી બુધ્ધીમાન છે. હું તો એ વ્યક્તિને શોધુ છુ, જેણે કહ્યું સ્ત્રીની બુધ્ધિ પગની પાનીએ. આક્રમક સ્ત્રી કોઇ દિવસ આકર્ષક નથી હોતી. કોઇ સ્ત્રી પુરૂષ સામે પ્રેમની પહેલ કરવા માંડે, આઇ લવ યુ કહેવા માંડે તો પુરૂષના મનમાં ડર બેસી જાય છે. કેમકે એ સ્ત્રી તો પુરૂષ જેવો વ્યવહાર કરે છે. તેનું સ્ત્રેણતત્વ શું તેણે ગુમાવ્યુ…? આ પ્રશ્નન ન જન્મે તો જન્મવો જોઇએ. સ્ત્રીનું બોલાવવુ એ મૌન છે. એ પુરૂષને ઉકસાવે આક્રમણ નહીં કરે જેમકે ભીમ અને દ્રોપદી. એ તમને ઘેરીલે પણ તમને ખબર ન પડે, તમારી પાસેથી તમામ કામ કરાવી લે. એ તેના સુક્ષ્મ દોરાથી તમને બાંધીલે પણ તમને અહેસાસ ન થવા દે. જો આ અહેસાસ થાય તો પુરૂષની છઠ્ઠી ઇન્દ્રિય કાર્યરત છે તેમ માનવુ. પુરૂષને લાગે કે મેં સ્ત્રીને દાસી બનાવી લીધી પણ એવુ નથી. હકીકતે તેનામાં દાસી બનવાની પણ એક કળા છે. લાઓત્સે તુંગે કહેલ કે સ્ત્રી પુરૂષના પ્રેમમાં પડ્યા બાદ દાસી બને. કારણકે દાસીત્વથી માલકીન બનવુ સહેલુ છે. તે કોઇ દિવસ એમ નહીં કહે કે આ કરો. તે કામ કરાવી લેશે.
તો શ્રીમાન રાવણના મતે સ્ત્રીમાં બુરાઇ ભરેલી હોય છે. સ્ત્રીમાં સાહસવૃતિ વધારે હોય જે કોઇવાર અતિશયોક્તિ થઈ જાય. જેના કારણે તેના પરિવારને પછતાવવાનો વારો આવે. સ્ત્રીઓ પોતાની સ્વાર્થવૃતિ માટે છળ કરે.
બીજા વ્યક્તિ પાસે કામ કરાવવા કંઇકને કંઇક કરે જે આખરે સાવધાન ઇન્ડિયામાં પરિવર્તિત થાય. સ્ત્રીઓનું મન ચંચળ હોય એક વાત પર લાંબા સમય સુધી ટકી ન શકે, સિવાય કે પતિ સાથે ક્લેશ. સ્ત્રીઓ વારંવાર અસત્ય બોલે.
હવે આમાંથી ક્યુ સાચુ માનવું…?
હા
સૌથી તાકતવર પુરૂષ સ્ત્રીના પ્રેમમાં પડીને જ નબળો પુરવાર થાય…
~ મયૂર ખાવડુ
Leave a Reply