જ્યાં નજર જાય દોસ્ત, તારૂં છે,
તારી પાસે છે દિલ એ મારૂં છે.
આભનું નહિં, અલગ છે ચોમાસું,
એનું પાંણી તો ખૂબ ખારૂં છે.
પ્રેમના હાથની મીઠાશ નથી,
દોસ્ત, પકવાન સૌ બજારૂં છે.
આજ છે કાલ નહિ રહે શ્રદ્ધા,
તું કહે જેને ખૂબ સારૂં છે.
જન્મ દાતાએ જન્મ દઇ કહ્યું,
જા, આ હિન્દોસ્તાન તારૂં છે.
~ સિદ્દીક ભરૂચી
Leave a Reply