પીડાઓને ઇગ્નોર કરતાં શીખવું પડશે
જખ્મોને ક્યોર કરતાં શીખવું પડશે
તું અર્જુન નથી કે કૃષ્ણ આપે ગીતાજ્ઞાન
સ્વજનોથી વોર કરતાં શીખવું પડશે
જો રડીશ તો મિત્રો રડાવશે વધુ તને
હાસ્યનો ડોળ કરતાં શીખવું પડશે
જગનાં ઉઘાડાપણાંને સ્વપ્નોથી ઢાંકવાં
આગળથી મોર બનતાં શીખવું પડશે
સૂયાણી સૌ વ્યસ્ત છે પોતાની પ્રસૂતિમાં
જણનારીએ જોર કરતાં શીખવું પડશે
ચક્રવ્યૂહનો સાતમો કોઠો ભેદતાં શીખવાં
ગર્ભસ્થે શોર કરતાં શીખવું પડશે
ગેરહાજરનું સ્થાન લઈ લ્યે વિકલ્પ તુરંત
હાજરીનો ઢોલ પીટતાં શીખવું પડશે
~ મિત્તલ ખેતાણી
Leave a Reply