સ્વાર્થી મનુષ્યનાં પાપોનો અંજામ કોરોના છે
અબોલ જીવોની હત્યાનું પરિણામ કોરોના છે
વિજ્ઞાન ભલેને ગમે તેટલી શેખી મારતું રહે
ઈશ્વર જ સર્વસ્વ છે એ પ્રમાણ કોરોના છે
જંગલ,જમીન,જનાવર,જળને સંભાળો જન
જેવું કરો તેવું ભરો એ કુદરતનો ક્રમ કોરોના છે
માસ્ક,દવા, માનવતાનાં થયાં છે કાળાબજાર
પાપીયાને કમાવાનો મોકો ઇન્તેઝામ કોરોના છે
બચવું હોય આપણે તો સહઅસ્તિત્વ સ્વીકારો
પૂંછ નહીં તો મુછ નહીં એ એલાર્મ કોરોના છે
-મિત્તલ ખેતાણી
Leave a Reply