જાત આખીની અકબંધી કરવી છે
તારાં વિચારોની નસબંધી કરવી છે
મારો મારી સાથે ચાલે છે જૂનો ડખ્ખો
મારે મારી જાત સાથે સંધી કરવી છે
જગમાં જોવાં જેવું રહ્યું છે ક્યાં કશું
આંખો ગાંધારી સમ અંધી કરવી છે
પારાં જેવી છો તું ક્યારેય નથી પકડાતી
હૈયાની કેદે તને હવે બંદી કરવી છે
ચાલુ છું એટલે સત્યનાં માર્ગે એકલો હું
અસત્યનાં માર્ગે મારે ના ગરદી કરવી છે
પાંચમની ચોથ કરવી જ છે મારે હવે
મોક્ષ પામવામાં થોડી જલ્દી કરવી છે
– મિત્તલ ખેતાણી
Leave a Reply